એન્ડ્રોઇડમાં ગૂગલ આસિસ્ટન્ટની જગ્યાએ જેમિની AIને કેવી રીતે પસંદ કરશો...
Google Gemini as Assistant: એન્ડ્રોઇડમાં ગૂગલ આસિસ્ટન્ટની જગ્યાએ જેમિની AIનો ઉપયોગ કરી શકાય છે. ગૂગલ દ્વારા તેની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં આવી રહી છે. આથી વોઇસ આસિસ્ટન્ટ તરીકે પણ હવે જેમિનીને પ્રમોટ કરવામાં આવી રહી છે. અત્યારના નવા મોબાઇલમાં જેમિની પહેલેથી સિલેક્ટ આવે છે, પરંતુ જૂના એન્ડ્રોઇડ ડિવાઇઝમાં એને બદલવુ પડે છે.
ડિફોલ્ટ એપ્સમાં જેમિની પસંદ કરવું
વોઇસ આસિસ્ટન્ટ તરીકે જેમિનીનો ઉપયોગ કરવા માટે ડિફોલ્ટ એપ્લિકેશનમાં એને પસંદ કરવું જરૂરી છે. આ માટે સૌથી પહેલાં સેટિંગ્સમાં જઈને એપ્સમાં જઈને ડિફોલ્ટ એપ્સમાં જવું. આ ડિફોલ્ટ એપ્સમાં ડિજિટલ આસિસ્ટન્ટ એપ્સમાં ગૂગલને પસંદ કરવું. બની શકે કે જે-તે મોબાઇલ કંપનીની ડિફોલ્ટ વોઇસ આસિસ્ટન્ટ અહીં સિલેક્ટ હોય.
આ પણ વાંચો: એપલ ઇવેન્ટમાં આજે શું લોન્ચ થઈ શકે છે? લાઇવ ઇવેન્ટને આ જગ્યા પર જોઈ શકાશે...
જેમિનીને સેટઅપ કરવું
બની શકે જેમિની એપ્લિકેશન પહેલેથી ફોનમાં હોય. જો ન હોય તો એને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી. આસિસ્ટન્ટ એપ્લિકેશન તરીકે ઉપયોગ કરવા માટે જેમિની એપ્લિકેશનને ઓપન કરવી. એ ઓપન કરતાની સાથે જ ગૂગલ આસિસ્ટન્ટની જગ્યાએ જેમિનીને ઉપયોગ કરવા માટે સવાલ કરવામાં આવશે. એ સમયે સ્વિચ બટન પર ક્લિક કરવું અને બધી ડિટેઇલ વાંચ્યા બાદ યુઝ જેમિની પર ક્લિક કરવુ. જો આ સવાલ ન કરવામાં આવે તો જેમિની એપ્લિકેશનની અંદર રાઇટ સાઇડ પ્રોફાઇલનું આઇકન હશે. એના સેટિંગ્સમાં જઈને ડિજિટટલ આસિસ્ટન્ટ તરીકે ગૂગલને પસંદ કરવું. ગૂગલ આસિસ્ટન્ટ હોય તો જેમિનીને પસંદ કરવું.
આસિસ્ટન્ટ તરીકે જેમિનીને લોન્ચ કેવી રીતે કરશો?
જેમિનીને લોન્ચ કરવા માટે બે ઓપ્શન છે. પહેલું ઓન-ઓફ બટનને થોડી સેકન્ડ માટે દબાવી રાખવાથી વોઇસ આસિસ્ટન્ટ એટલે કે જેમિની ઓન થઈ જશે. તે ઓન થતાની સાથે જ એને કોઈ પણ કમાન્ડ આપી શકાશે. આ સાથે જ ‘હે ગૂગલ’ બોલતા પણ જેમિની ચાલું થઈ જશે. આ માટે સેટિંગ્સમાં એપ્સમાં જઈને આસિસ્ટન્ટમાં જઈ ‘હે ગૂગલ એન્ડ વોઇસ મેચ’માં જઈને આ ફીચર ઓન કરવું.