ચોમાસામાં પણ ACનો ઉપયોગ કરવો છે. બિલ કેવી રીતે બચાવવું એ જુઓ...

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
ચોમાસામાં પણ ACનો ઉપયોગ કરવો છે. બિલ કેવી રીતે બચાવવું એ જુઓ... 1 - image


Save Electricity Bill: ચોમાસામાં પણ ACનો ઉપયોગ કરવો છે અને લાઇટ બિલ પણ ઓછું આવે એવી ઇચ્છા હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. આ વર્ષે ચોમાસામાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. જો કે એમ છતાં બે દિવસ વરસાદ બંધ થાય કે તાપ લાગવાનો શરુ થઈ જાય છે. તેમ જ જેમના ઘરમાં હવાની અવર-જવર ઓછી હોય તેમને વધુ તાપ લાગે છે. આથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો AC કામ પણ સારી રીતે કરે છે અને લાઇટ બિલ પણ ઓછું આવશે.

ચોમાસામાં પણ ACનો ઉપયોગ કરવો છે. બિલ કેવી રીતે બચાવવું એ જુઓ... 2 - image

AC સારી રીતે કામ કરે એ માટે શું કરવું?

ચોમાસામાં ACને કયા મોડમાં ચલાવવું એ ખૂબ જ જરૂરી છે. ACમાં કૂલ, ડ્રાય અને ફેન જેવા મોડ હોય છે. આથી રૂમના વાતાવરણને આધારે મોડ સિલેક્ટ કરવો. ચોમાસામાં હ્યુમિડિટી વધુ હોય છે આથી આ સમયે ડ્રાય મોડનો ઉપયોગ કરવો વધુ સારું છે. એના કારણે ભેજનું પ્રમાણ ખૂબ જ જલદી ઓછું થશે.

ACના બહારના યુનિટની આસપાસ સાફ સફાઇ રાખવી. જો ધૂળ હોય એને સાફ કરી દેવી અને એ કાઢવા માટે બ્લોઅરનો ઉપયોગ કરવો.

ચોમાસામાં પણ ACનો ઉપયોગ કરવો છે. બિલ કેવી રીતે બચાવવું એ જુઓ... 3 - image

બિલ ઓછું આવે એ માટે શું કરશો?

ઇલેક્ટ્રિસિટીનું બિલ ઓછું આવે એ માટે ACનું ફિલ્ટર સાફ રાખવું. AC બેસ્ટ પર્ફોર્મ કરે એ માટે ફિલ્ટરનું સાફ હોવું જરૂરી છે. ફિલ્ટર સાફ હશે તો ACનું કૂલિંગ સારું હશે. કૂલિંગ સારું હશે તો રૂમ જલદી ઠંડો થશે અને એને કારણે AC પર લોડ ઓછો આવશે. AC પર લોડ ઓછો આવશે એટલે બિલ પણ ઓછું આવશે. દર બે અઠવાડિયે ફિલ્ટર સાફ કરવું જોઈએ.

રૂમ બરાબર બંધ છે એક વાર ચેક કરી લેવું. આ સાથે જ રૂમમાં કોઈ ન હોય ત્યારે AC ઓન ન રાખવું. ઘણી વાર એવું વિચારીને વ્યક્તિ AC ચાલું રાખે છે કે રૂમ ઠંડો થઈ જશે. જો કે એ પણ વીજળીનો બગાડ છે.

ACનું ટેમ્પરેચર નોર્મલ સિઝન કરતાં ચોમાસામાં અલગ રાખવું. ઉનાળામાં આપણે ભલે 20 અથવા તો 22 રાખીએ પરંતુ ચોમાસામાં 24થી 26ની વચ્ચે રાખવું. ચોમાસામાં આ ટેમ્પરેચર રાખવાથી ઠંડી પણ નહીં લાગે અને ગરમી પણ નહીં લાગે. તેમજ આ ટેમ્પરેચરને કારણે રૂમ જલદી ઠંડો થતાં બિલમાં 30 ટકા જેટલી બચત કરી શકાય છે.

ACનું ટેમ્પરેચર જ્યારે 24થી 26નું હોય ત્યારે પંખો ચાલું રાખવો. પંખો ચાલું રાખવાની રૂમ જલદી ઠંડો થાય છે અને પરિણામે AC પર લોડ નહીં આવે. આ લોડ નહીં આવવાને કારણે ACએ ઓછું કામ કરવું પડશે અને બિલ પણ બચી જશે.

શું ન કરવું જોઈએ?

ACની ડ્રેનેજ લાઇન હોય એને નજર અંદાજ ન કરવી. આ ડ્રેનેજ લાઇનને સાફ કરવી. તેમ જ આ લાઇન સાફ કરવાથી ACમાંથી પાણી પડવાનો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે.

ACની આસપાસ LED ટીવી અથવા તો કોમ્યુટર ન રાખવું જોઈએ. આ તમામ ડિવાઇઝમાંથી ગરમી ઉત્પન થતી હોય છે. આ ગરમીને કારણે AC જોઈએ એવું પર્ફોર્મ નથી કરતું. આથી હંમેશાં ACની આસપાસ ગરમ થતી હોય એવી એક પણ ડિવાઇઝ ન રાખવી જોઈએ.


Google NewsGoogle News