Google Pay પરની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી ડિલીટ કરવી છે? હા... તો જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ
નવી મુંબઇ,તા. 28 ફેબ્રુઆરી 2024, બુધવાર
આજકાલ બધુ જ ઓનલાઇન થઇ ગયુ છે. પેમેન્ટ પણ લોકો ઓનલાઇન આપવાનુ કે લેવાનું પસંદ કરે છે. શોપિંગ કરતી વખતે કે રેસ્ટોરન્ટનું બીલ પે કરવુ ,લાઇટ બીલ પે કરવુ તેમજ કરિયાણાની શોપમાં પણ સ્કેનર આવી ગયા છે જેથી લોકો ઓનલાઇન પેમેન્ટ કરી શકે અને છુટાની રકઝક પણ ના થાય.
ઓનલાઈન પેમેન્ટ માટે યુઝર્સ પાસે ઘણા ઓપ્શન છે. મોટા ભાગના યુઝર્સ ગુગલ પે નો ઉપયોગ કરે છે. ગૂગલ પે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી એપ છે. પહેલા યુઝર્સ આ એપ પર તેમનો ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોઈ શકતા ન હતા, પરંતુ હવે તમને તમારા ટ્રાન્ઝેક્શનનો હિસ્ટ્રી જોવાનો વિકલ્પ મળે છે.
જ્યારે પણ તમે તમારી મોબાઈલ એપ દ્વારા કોઈને પૈસા ટ્રાન્સફર કરો છો, ત્યારે તેનો સમય, રકમ, ટ્રાન્ઝેક્શન આઈડી અને અન્ય તમામ વિગતો એપમાં સ્ટોર થઇ જાય છે.
જો કે, જો તમે ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીને ડિલીટ કરવા માંગતા હો, તો તમને અહીં ડિલીટનો ઓપ્શન મળતો નથી અને હિસ્ટ્રી એપમાં સ્ટોર રહે છે.
આ રીતે હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ
1.તમારા ડિવાઇસમાં Google એપ ઓપન કરો. નીચે સ્ક્રોલ કરો.
2. ગુગલ પે માં તમને નીચેની સાઇડ Show transaction history ઓપ્શન દેખાશે.
3. > ચિહ્ન પર ટેપ કરો, તમારી transaction history ઓપન થશે
4. આ ઓપ્શનમાં તમને તમે મોકલેલા અને રિસીવ કરેલાં તમામ transaction ની લિસ્ટ દેખાશે.
Transaction history ને ડિલીટ કઇ રીતે કરવી?
1. તમારા ફોન પર Google Chrome પર જાઓ.
2. www.google.com પર જાઓ અને તમારું Google લોકેટ કરો.
3. તમારા Google ક્રિડેશિયલ નાંખીને એકાઉન્ટ લૉગિન કરો.
4. તમને ઉપરના ડાબા ખૂણામાં ત્રણ ડોટ દેખાશે, તેના પર ક્લિક કરો.
5. 'Data and Priavacy' પર ક્લિક કરો અને 'હિસ્ટ્રી સેટિંગ્સ' પર જાઓ.
6. 'વેબ એન્ડ એપ એક્ટિવિટી' પર ક્લિક કરો અને મેનેજ ઓલ વેબ અને એપ એક્ટિવિટી પર જાઓ.
7. સર્ચ બાર પર ત્રણ ડોટ દેખાશે, તેના પર ક્લિક કરો.
8. Other Google Activity પસંદ કરો અને Google Pay એક્સપીરિયન્સ પર જાઓ.
9. Google Pay એક્સપીરીયન્સમાં જઇને Manage Activity પર ક્લિક કરો.
10. ડ્રોપ ડાઉન એરો પર ડિલીટ પર ક્લિક કરો અને હવે તમારે જે હિસ્ટ્રી ડિલેટ કરવી છે તેના પર ક્લિક કરો.
11. હવે તમારે લાસ્ટ ડે અથવા તમને ગમે તે ટાઇમ પસંદ કરો અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ડિલીટ કરો.