વીજળીના વધતાં બિલનું ભારણ ઘટાડવા આ ટીપ્સ અપનાવો, સરકારે પણ કર્યા મહત્ત્વના સૂચનો
Image: FreePik |
How To Reduce Energy Bill: છેલ્લા ઘણા સમયથી વીજળીના વધુ પડતાં બિલ વિવાદનો મુદ્દો બન્યા છે. વીજ યુનિટના વધતાં ભાવોના લીધે મોટી રકમના લાઈટ બિલથી લોકો પરેશાન બન્યા છે. વીજળીના બિલથી પરેશાન લોકો માટે કેન્દ્ર સરકારે બિલમાં ઘટાડો કરવા અમુક ટીપ્સ આપતી નોટિફિકેશન જાહેર કરી છે, જેની મદદથી વીજળીના બિલમાં બચત કરી શકાશે.
ઉર્જા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી અમુક ટીપ્સની મદદથી વીજળીના બિલમાં ઘટાડો કરવાની સાથે ઉર્જાની પણ બચત થશે. જેમાં લાઈટનો યોગ્ય રીતે ઉપયોગ અને એલઈડી બલ્બની મદદથી ઉર્જા બચતની વાતો પણ કરી છે. એસીમાં પણ અમુક ફેરફારો કરી તમે વીજની બચત કરી શકો છો. વધુમાં અમુક ટેવો કેળવવાથી વીજળીના મોટા બિલમાં ઘટાડો કરી શકાય.
વોટ્સએપનું નવું દમદાર ફીચર, સાયબર ફ્રોડથી બચવું થશે સરળ, જાણો તે કઈ રીતે ઉપયોગી
ઈન્વર્ટર એસીનો ઉપયોગ કરો
હંમેશા નોન ઈન્વર્ટરના સ્થાને ઈન્વર્ટર ધરાવતા એસી જ વાપરવા જોઈએ. જેનાથી વીજની બચત થાય છે. કારણકે, ઈન્વર્ટર એસી ઓન અને ઓફ મિકેનિઝ્મ પર કામ કરવાની સાથે રૂમના તાપમાનના આધારે કુલિંગ એડજસ્ટ કરતાં હોય છે. જ્યારે નોન-ઈન્વર્ટર એસી રૂમ ઠંડો થઈ જાય બાદમાં જાતે જ ઓફ થઈ જતાં હોય છે. એસી રિમોટ દ્વારા બંધ કર્યા બાદ તેની સ્વિચ બંધ કરવાનું ભૂલશો નહીં.
પંખાનો ઉપયોગ જરૂરિયાત મુજબ કરો
આજે મોટાભાગે તમામના ઘરે એસીની સુવિધા છે. જેમાં ઘણા લોકો એસીની સાથે સાથે પંખો પણ ફુલસ્પીડમાં ચલાવતાં હોય છે. જે ઉર્જાનો વેડફાટ કરે છે. પંખાનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. રૂમની બહાર જતી વખતે પંખાની સ્વિચ હંમેશા બંધ કરવાની ટેવ રાખો.
માઈક્રોવેવ
વીજના વપરાશમાં માઈક્રોવેવ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કારણકે, ઘણી વખત માઈક્રોવેવનું કામ પૂરુ થઈ ગયા બાદ પણ તેની સ્વિચ બંધ કરતા નથી. જેનાથી વીજનો વપરાશ વધી જાય છે. ઉલ્લેખનીય છે, ઘરમાં વપરાતાં મોટાભાગના ઈલેક્ટ્રોનિક્સ સાધનોના ઉપયોગ ન કરતાં હોવ તો તેની મેઈન સ્વિચ હંમેશા બંધ કરવાનું રાખો, જેથી વીજની બચત પણ થશે અને તમારો આર્થિક બોજો પણ ઘટશે.