હવે સોન્ગની સાથે વીડિયો રેકોર્ડિંગ વધુ સરળ, ટ્રાવેલિંગ વખતે કોઈ ટેન્શન જ નહીં
Video Record With Music: મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કરવું અને સોન્ગ પણ વગાડવું પહેલાં ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ હવે એ એટલું જ સરળ બની ગયું છે. ઘણી વાર આ ફીચરને લઈને ઘણી મુશ્કેલીઓ પણ પડી છે, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતાં હોઈએ. એક તરફ કારમાં બ્લુટૂથ પર ગીત વાગતા હોય અને બીજી તરફ ખૂબ જ સરસ લોકેશન આવ્યું હોય અને વીડિયો શૂટ કરવાનું હોય ત્યારે તકલીફ પડે છે.
એન્ડ્રોઇડ યુઝર
એન્ડ્રોઇડ યુઝર માટે પહેલેથી ઘણી બધી થર્ડ પાર્ટી એપ્લિકેશન ઉપલબ્ધ છે. આ સાથે જ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ સોન્ગ સાથે વીડિયોને રેકોર્ડ કરી શકાય છે. એન્ડ્રોઇડ ઓપન પ્લેટફોર્મ હોવાથી એના માટે ઘણી એપ્લિકેશન પણ બની છે. આ માટે ગૂગલ કરતાં અનેક એપ્લિકેશન ઉપલબ્ધ છે. બની શકે એન્ડ્રોઇડના આગામી વર્ઝનમાં પણ આ ફીચર આપવામાં આવે, અને એનું કારણ છે એપલની iOS 18.
આ પણ વાંચો: મસ્કે કેમ ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમેન વિનોદ ખોસલાની માંગી માફી, જાણો સમગ્ર વિવાદ
આઇફોન યુઝર
આઇફોન યુઝર માટે આ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું. એમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટની સાથે અન્ય એપ્લિકેશન પણ કામ નહોતી કરી રહી. ભાગ્યે જ કોઈ એપ્લિકેશન આ ફીચર આપતું હતું અને એમાં પણ સ્ક્રીન રેકોર્ડિંગ થતું હતું, એથી વીડિયોનું આઉટપુટ જોઈએ એવું નહોતું મળતું. જોકે એપલ દ્વારા iOS 18માં આ ફીચર આપી દેવામાં આવ્યું છે. આ ફીચર મોટાભાગે ડિફોલ્ટ ઓન હોય છે. જોકે એમ છતાં સેટિંગ્સમાં જઈ, કેમેરામાં જઈ, સાઉન્ડ રેકોર્ડમાં જઈ, ત્યાં નીચે અલાઉ ઓડિયો પ્લેબેકને ઓન કરી દેવું. તેમજ સ્ટીરીયો પસંદ કરવું જેથી ક્વોલિટી સારી આવે. આ ઓન કરતાંની સાથે એપલ મ્યુઝિક, એમેઝોન મ્યુઝિક અને સ્પોટીફાય જેવી કોઈ પણ એપ્લિકેશન ઓન કરીને સોન્ગ ચાલુ કરવા. ત્યાર બાદ કેમેરાને જે રીતે ઓપરેટ કરીએ એ જ રીતે શૂટ કરતાં, વીડિયોની સાથે એમાં સોન્ગ પણ જોવા મળશે. ધ્યાન રાખવું કે વીડિયો શૂટ કરતી વખતે યુઝર દ્વારા કંઈ બોલવામાં આવ્યું તો એ પણ સોન્ગની સાથે વીડિયોમાં રેકોર્ડ થઈ જશે.