Get The App

પાસવર્ડ બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, તમારું એકાઉન્ટ ક્યારેય હેક નહીં થાય

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
પાસવર્ડ બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, તમારું એકાઉન્ટ ક્યારેય હેક નહીં થાય 1 - image


Password Tips and Tricks: સ્માર્ટફોન અને ઈન્ટરનેટના વધતા ઉપયોગને કારણે તાજેતરના સમયમાં સાયબર ક્રાઈમ, સ્પામ કોલ અને છેતરપિંડીના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે. આજે પણ સોશિયલ મીડિયા એપ્સ તેમજ ઓનલાઈન પેમેન્ટ એપ્સ માટે અલગ અલગ પાસવર્ડ જનરેટ કરવા પડે છે. જો એમાં પણ પાસવર્ડ બનાવવામાં થોડી પણ બેદરકારી થઈ જાય તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. આથી જયારે પણ કોઈ નવો પાસવર્ડ જનરેટ કરો તો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી. 

બેદરકારી બની શકે છે નુકસાનનું કારણ 

ટેક્નોલોજીની દુનિયામાં હેકિંગના કિસ્સાઓ પણ ઝડપથી વધી રહ્યા છે. એવામાં આપણે ઈન્ટરનેટ બેન્કિંગ તેમજ ઓનલાઈન પેમેન્ટ એપ્સ અને સોશિયલ મીડિયા એપ્સ પર એક મજબૂત અને સુરક્ષિત પાસવર્ડ બનાવવો જોઈએ. ઘણી વખત આવા ઘણા લોકો સામાન્ય અને સરળતાથી હેક કરી શકાય તેવા પાસવર્ડ બનાવે છે. આવી બેદરકારી ક્યારેક મોટા નુકસાનનું કારણ બની જાય છે.

પાસવર્ડ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

- ગમે ત્યાં પાસવર્ડ બનાવ્યા પછી, તેમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન લાગુ કરો

- અલગ-અલગ એકાઉન્ટ પર એક જ પાસવર્ડનો ઉપયોગ ક્યારેય ન કરો. મતલબ દરેક જગ્યાએ અલગ અલગ પાસવર્ડ જનરેટ કરો

- પાસવર્ડ માટે ક્યારેય તમારું નામ, જન્મ તારીખ અથવા તમારા જીવનસાથીનું નામ ન લખો

- ગમે ત્યાં નવો પાસવર્ડ જનરેટ કરતી વખતે, નંબરોની વચ્ચે @,#,$,&,* વગેરે જેવા સ્પેશિયલ કેરેક્ટર્સનો ઉપયોગ કરવાનું રાખો

- અંગત વિગતો અથવા નંબરના આધારે પાસવર્ડ બનાવો કે જેનું કોઈ અનુમાન પણ ન કરી શકે

- ટૂંકા શબ્દો અથવા નાની સંખ્યાઓ સાથેનો પાસવર્ડ ક્યારેય ન બનાવો, આવા પાસવર્ડ સરળતાથી હેક થઈ જાય છે

બને ત્યાં સુધી આવા પાસવર્ડ વાપરવાનું ટાળો 

એક રિપોર્ટમાં કેટલાક એવા પાસવર્ડ વિશે જાણકારી આપવામાં આવી હતી જેને ખૂબ જ સરળતાથી ક્રેક કરી શકાય છે. જો તમે આવો પાસવર્ડ રાખો છો તો તમારું એકાઉન્ટ સરળતાથી હેક થઈ શકે છે. પાસવર્ડ તરીકે 123456, 12345678, 123456789, 54321, 12345, Password,  Admin, 1234567890, ABCDEF અથવા તમારી જન્મ તારીખનો ક્યારેય ઉપયોગ કરશો નહીં.

પાસવર્ડ બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, તમારું એકાઉન્ટ ક્યારેય હેક નહીં થાય 2 - image


Google NewsGoogle News