ઇન્સ્ટાગ્રામ સ્ટોરી, વેબ બ્રાઉઝરથી પોસ્ટ કરો: આટલી સરળ રીત!
Instagram Post: સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે દરેક વ્યક્તિ કરે છે, પરંતુ એમ છતાં એમાં કેટલીક લિમિટેશન્સ છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવા માટે મોટાભાગના ફીચર મોબાઇલમાં હોય છે, નાહિ કે વેબસાઇટ દ્વારા એ કરી શકાય. ઇન્સ્ટાગ્રામ પર વેબસાઇટ દ્વારા સ્ટોરી પોસ્ટ કરવી શક્ય નથી, પરંતુ એ એક યુક્તિ (ટ્રીક) દ્વારા કરી શકાય છે. ટેક્નોલોજી એક એવી વસ્તુ છે, જેમાં ઘણી વસ્તુઓ શક્ય બની શકે છે. જો કે, આ માટે થોડા સેટિંગ્સ કરવા પડે છે, પરંતુ એ ખૂબ જ સરળ છે.
શું છે યુક્તિ?
ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ઓફિશિયલી ફીચર આપવામાં નથી આવ્યું. જો કે, આ એક ટેક્નિક છે. આ યુક્તિમાં ઇન્સ્ટાગ્રામને ઉલ્લુ બનાવવામાં આવે છે, એટલે કે વેબસાઇટનો ઉપયોગ કરતાં હોવા છતાં મોબાઇલનો ઉપયોગ કરી રહ્યા છે એવું બતાવવું પડે છે. ટેક્નિકલ ભાષામાં તેને યુઝર એજન્ટ બદલવું કહેવાય છે. ટૂંકમાં, વેબસાઇટને એવું બતાવવું પડે છે કે એનો ઉપયોગ એન્ડ્રોઇડ અથવા તો આઇફોનમાં કરવામાં આવી રહ્યો છે. આથી, આ મોબાઇલ વર્ઝનનો ઉપયોગ વેબબ્રાઉઝરમાં પણ કરી શકાશે.
ક્રોમ અને ફાયરફોક્સમાં કેવી રીતે ઉપયોગ કરવું?
વિન્ડોઝ કોમ્પ્યુટરના બ્રાઉઝર ક્રોમ, ફાયરફોક્સ અને એડ્જમાં એનો ઉપયોગ કરવા માટે એક સરળ સેટિંગ કરવું પડે છે. આ માટે ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ પેજ પર રાઇટ ક્લિક કરીને "Inspect" પસંદ કરવું. તે ક્લિક કર્યા બાદ બોટમમાં અથવા તો જમણી બાજુ એક વિન્ડો ખૂલશે જેમાં કોડિંગ દેખાશે. એમાં "Elements"ની બાજુમાં ઉપરની સાઇડ ડાબી બાજુ "ડેસ્કટોપ+મોબાઇલ"નું આઇકન જોવા મળશે. એ પર ક્લિક કરવું. ફાયરફોક્સમાં, તે ઉપરની બાજુ જમણી સાઇડ હોય છે.
આ પણ વાંચો: ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બાદ હવે ChatGPT પણ થયું ડાઉન
રિફ્રેશ કરવું
આ બટન પર ક્લિક કર્યા બાદ, ઓકે અથવા તો એ વિન્ડો ક્લોઝ કરીને ઇન્સ્ટાગ્રામ પર જવું. એના પર જતા વિન્ડોને રિફ્રેશ કરવી. રિફ્રેશ કર્યા પછી, મોબાઇલ વર્ઝન ઓપન થશે. આ વર્ઝનમાં પોસ્ટ કરવા માટેનું "+" ચિહ્ન જોવા મળશે. એ પર ક્લિક કરીને પોસ્ટ અને સ્ટોરી શેર કરી શકાશે. પોસ્ટ કર્યા બાદ, ફરીથી બ્રાઉઝરમાં "Inspect"માં જઈને એ બટન પરથી ક્લિક કાઢી નાખતા બ્રાઉઝર નોર્મલ મોડમાં આવી જશે.