Get The App

ઇમરજન્સીમાં પાસપોર્ટ સાઇઝ ફોટોની પડી છે જરૂર? ઘરે બેઠાં-બેઠાં હવે દસ મિનિટમાં મેળવી શકાશે

Updated: Aug 12th, 2024


Google NewsGoogle News
ઇમરજન્સીમાં પાસપોર્ટ સાઇઝ ફોટોની પડી છે જરૂર? ઘરે બેઠાં-બેઠાં હવે  દસ મિનિટમાં મેળવી શકાશે 1 - image


Passport Siza Photo: ઇન્ટરનેટ અને મોબાઇલ યુઝર હવે ઘરે બેઠા-બેઠા તેમના પાસપોર્ટ સાઇઝના ફોટો ઓર્ડર કરી શકશે. માર્કેટમાં હવે હરીફાઈ વધી રહી છે ત્યારે યુઝરને વધુ સારી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આપણે ઘણી વાર ઇમરજન્સીમાં હોઈએ અને પાસપોર્ટ સાઇઝ ફોટાની જરૂર હોય ત્યારે વધુ પૈસા ચૂકવીને એ તાત્કાલિક કઢાવવા પડે છે. તેમજ આ સમયે ફોટો પણ સારો ન આવ્યો હોય તો પણ ચલાવી લેવું પડે છે. જો કે હવે તમામ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે.

આ સર્વિસનો લાભ કેવી રીતે લેશો?

ઝોમેટોએ થોડા સમય પહેલાં જ બ્લિન્કિટ કરીને એક એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એપ્લિકેશનની મદદથી ગ્રોસરી અને ઇલેક્ટ્રોનિક આઇટ્સમને ઓર્ડર કરી શકાતી હતી. જોકે હવે એમાં પાસપોર્ટ સાઇઝ ફોટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપ્લિકેશન દરેક વસ્તુને ફક્ત દસથી પંદર મિનિટમાં પૂરી પાડે છે.

કેવી રીતે ઓર્ડર કરશો?

આ માટે બ્લિન્કિટ એપ્લિકેસનમાં કેટેગરીમાં જવાનું રહેશે. ત્યાર બાદ યુઝરે પ્રિન્ટ સ્ટોરમાં જવાનું રહેશે. અહીં યુઝરે તેનો મનપસંદ ફોટો અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ કર્યા બાદ એને કઈ સાઇઝ અને કેટલી પ્રિન્ટ જોઈએ એ પસંદ કરવાનું  રહેશે. ત્યાર બાદ કેટલી કોપી જોઈએ છે એ મુજબ ચાર્જિસ રાખવામાં આવ્યાં છે. ફોટોની સાથે આ સર્વિસ દ્વારા ડોક્યુમેન્ટની પણ ઝેરોક્ષ મળી શકશે. આ માટે એક કોપીની કિંમત 3 રૂપિયાથી શરૂ થાય છે.

જો કે ફોટો માટેની કિંમત 99 રૂપિયાથી શરૂ થાય છે. આ રૂપિયામાં 8 ફોટો કોપી મળશે. 16 ફોટો માટે 148 રૂપિયા અને 32 ફોટો માટે 197 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે. અમૂક કિંમતથી ઉપરની ખરીદી કરવામાં આવે તો ડિલીવરી ચાર્જ પણ ફ્રીમાં હોય છે.


Google NewsGoogle News