Get The App

સ્માર્ટફોનને જાહેર વાઇ-ફાઇથી સુરક્ષિત રાખવા માટે આટલું કરો…

Updated: Mar 18th, 2025


Google News
Google News
સ્માર્ટફોનને જાહેર વાઇ-ફાઇથી સુરક્ષિત રાખવા માટે આટલું કરો… 1 - image


Smartphone Safety: આજના જમાનામાં દરેક વ્યક્તિ માટે સ્માર્ટફોન જીવનજરૂરિયાતનું સાધન બની ગયું છે. મોબાઇલમાં વ્યક્તિની તમામ માહિતી હોય છે, અને તેથી એને સાચવવું એટલું જ જરૂરી છે. જાહેર જગ્યાએ એને વાઇ-ફાઇ પર કનેક્ટ કરવું ખૂબ જ જોખમી છે, અને તેથી જ તેને સુરક્ષિત રાખવું પડે છે. જો આ પરખ ન રાખવામાં આવે, તો યુઝરના ડેટાને અન્ય વ્યક્તિ એક્સેસ કરી શકે છે, જે અનેક જોખમો ઊભા કરી શકે છે.

સ્ટ્રોંગ પાસવર્ડ અને બાયોમેટ્રિક્સનો ઉપયોગ

સ્માર્ટફોનને સુરક્ષિત રાખવા માટે બાયોમેટ્રિક્સનો ઉપયોગ જરૂરી છે. ઉપરાંત, એક મજબૂત પાસકોડ સેટ કરવો જોઈએ. ઈમેલ માટે પાસવર્ડમાં શબ્દો, નંબર, સિમ્બોલ અને કેપિટલ અક્ષરોનો સમાવેશ કરો અને ઓછામાં ઓછા આઠ અક્ષરોનો ઉપયોગ કરો. મોબાઇલ પાસકોડ છ આંકડાનો હોવો જોઈએ, અને બર્થડે, એનિવર્સરી અથવા વાહનના નંબરથી અલગ હોવો જોઈએ. આથી, હેકર્સ માટે એને ક્રેક કરવું મુશ્કેલ બને છે.

ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન

મોટાભાગે ટૂ-ફેક્ટર ઓથેન્ટિકેશન ઈમેલ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે તે મોબાઇલ એકાઉન્ટ માટે પણ જરૂરી બની ગયું છે. જ્યારે પણ પાસવર્ડ નાખવામાં આવે છે, ત્યારે યુઝરને ટેક્સ્ટ મેસેજ દ્વારા એક વન-ટાઇમ પાસવર્ડ મોકલવામાં આવે છે. જે એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવામાં સહાયભૂત થાય છે.

સ્માર્ટફોનને જાહેર વાઇ-ફાઇથી સુરક્ષિત રાખવા માટે આટલું કરો… 2 - image

જાહેર વાઇ-ફાઇથી દૂર રહેવું

યુઝર જ્યારે જાહેર વાઇ-ફાઇનો ઉપયોગ કરે છે, ત્યારે તેમના મોબાઇલને હેક થવાના જોખમો વધી જાય છે. જાહેર નેટવર્ક પ્રોટેક્ટિવ નથી હોતું, અને હેકર્સ તે પહેલેથી જ ટાર્ગેટ કરે છે. તેથી, શક્ય હોય તેટલું જાહેર વાઇ-ફાઇથી દૂર રહેવું જોઈએ. જો ઉપયોગ જરૂરી હોય, તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક(VPN)નો ઉપયોગ કરવો જોઈએ, જે કમ્યુનિકેશનને ઇન્ક્રિપ્ટેડ રાખે છે.

સોફ્ટવેર અપડેટ રાખવું

એન્ડ્રોઇડ અને એપલ બન્ને કંપનીઓ તેમના સોફ્ટવેરમાં નિયમિત અપડેટ્સ આપે છે, જે વાઇરસ અને હેકિંગથી ડિવાઇસને સુરક્ષિત રાખે છે. હેકર્સ નવા રસ્તાઓ શોધે એ પહેલાં અપડેટ્સ તે બંધ કરી દે છે. ઓપરેટિંગ સિસ્ટમ અને ઍપ્લિકેશનની અપડેટ્સ કરતાં રહેવું મહત્ત્વનું છે. તમામ ઍપ્લિકેશન્સ એપ સ્ટોર અથવા પ્લે સ્ટોરમાંથી જ ઇન્સ્ટોલ કરવાની કોશિશ કરવી.

આ પણ વાંચો: ટ્વિટરનો 254 કિલોગ્રામ વજનનો બર્ડ લોગો હરાજી માટે મૂકાયો, શિપિંગ ચાર્જ અલગથી ચૂકવવો પડશે

ઍપ્લિકેશનને મર્યાદિત પરવાનગી આપવી

ઍપ્લિકેશન જ્યારે ઇન્સ્ટોલ થાય છે, ત્યારે તે પરવાનગીઓ માગે છે. જો જરૂરી ન હોય, તો આ પરવાનગીઓ ન આપવી. માઇક્રોફોન, કેમેરા, લોકેશન, અને ફોટોઝ જેવી પરવાનગીઓ સમજી-વિચારીને આપવી જોઈએ. લોકેશન ટ્રેકિંગ હંમેશા ચાલુ રહે તે ટાળવું, અને ઉપયોગ દરમિયાન જ એક્સેસ મંજૂરી આપવી.

Tags :