ફોલ્ડેબલ ફોન પસંદ છે, સ્માર્ટફોનની લાઇફ વધારવા માટે આટલું કરો...
How To Protect Foldable Phone: ફોલ્ડેબલ સ્માર્ટફોન હાલમાં માર્કેટમાં ખૂબ જ જોરમાં છે. હાલમાં મોટોરોલાએ રેઝર 40 અલટ્રા લોન્ચ કર્યો છે. આ ફોલ્ડેબલ ફોનમાં કવર પર પણ ખૂબ જ મોટી ડિસ્પ્લે આપવામાં આવી છે. સેમસંગ ગેલેક્સી ફોલ્ડ અને ઓપ્પોના ફોલ્ડેબલ ફોન પણ માર્કેટમાં જાણીતા છે. જોકે સ્માર્ટફોનને આજે સાચવવા ખૂબ જ પડે છે અને એમાં ફોલ્ડેબલ ફોન હોય તો એની બે ઘણી કાળજી રાખવી પડે છે. જોકે કેટલીક બાબતો પર ફોકસ કરવામાં આવે તો ફોલ્ડેબલ ફોનની લાઇફ વધારી શકાય છે.
આ પણ વાંચો: ગૂગલે જીમેલમાં ‘પોલિશ’ ફીચરનો કર્યો સમાવેશ, રફ લખાણ હવે બની જશે પ્રોફેશનલ ઇમેલ
સ્ક્રીન પ્રોટેક્ટર હંમેશાં રાખવું
ઘણાં લોકો મોબાઇલ લાવતાની સાથે જ સ્ક્રીન પર જે પ્રોટેક્શન માટે કવર હોય એ કાઢી નાખે છે. જોકે ફોલ્ડેબલ ફોનમાં અંદરની સ્ક્રીન માટે જે પ્રોટેક્ટર હોય છે એ ક્યારે ન કાઢવું. બહારની સ્ક્રીન માટે ટેમ્પર્ડ ગ્લાસ આવે છે, પરંતુ ફોલ્ડ કર્યા બાદ અંદરની જે મોટી સ્ક્રીન હોય એ માટે કોઈ ગ્લાસ નથી આવતો. ફોલ્ડેબલ ફોનની સ્ક્રીન પણ ખૂબ જ તકલાદી હોય છે કારણ કે એ ફોલ્ડ થતી હોય છે. એ રેગ્લુર સ્માર્ફોન જેવી નથી હોતી. થોડા મહિનાના ઉપયોગ બાદ સ્ક્રીનની વચ્ચે સ્ક્રીન પ્રોટેક્ટર ખરાબ થયેલું જોવા મળી શકે છે. પહેલાં બાર મહિનાની અંદર જો એ ખરાબ થયું તો કંપની ફ્રીમાં એને રિપ્લેસ કરી આપે છે. આથી કોઈ પણ વ્યક્તિએ એને જાતે ચેન્જ કરવા કરતાં સર્વિસ સેન્ટરમાં જઈને ચેન્જ કરાવવું.
ફોનનો ઉપયોગ ન કરતાં હોય તો ફોલ્ડ બંધ રાખવી
અંદર સ્ક્રીન ખૂબ તકલાદી હોવાથી જ્યારે પણ મોબાઇલનો ઉપયોગ ન કરતાં હોય ત્યારે સ્ક્રીનને બંધ રાખવી. બે-ત્રણ મિનિટ માટે પણ જો મોબાઇલનો ઉપયોગ ન કરવાના હોય તો ફોલ્ડ બંધ કરી દેવો. સ્ક્રીન ખુલી હોય તો એમાં ધૂળ કે અન્ય કંઈ પણ વસ્તુ સ્ક્રીનમાં જતી રહે છે. આ કારણસર સ્ક્રીન ડેમેજ થઈ શકે છે. નાની રેતી ફોનની સ્ક્રીન પર પડી હોય અને ફોલ્ડ જોરમાં બંધ કરતાં એ રેતીને કારણે સ્ક્રીન ડેમેજ થઈ શકે છે. અથવા તો ફોલ્ડ ખુલી હોય અને ફોન પડ્યો તો પણ ખૂબ જ મોટું નુક્સાન થઈ શકે છે. તેમ જ બાઇક અથવા તો કારની ચાવી હોય અથવા તો છુટ્ટા પૈસા હોય એ ખિસ્સામાં ક્યારેય પણ મોબાઇલ ન રાખવો. આ સ્ક્રીનને બદલાવાનો ખર્ચ મોબાઇલની અડધી કિંમત જેટલો હોય છે. આ સાથે જ એમાં પાણી પણ ન જાય એની ખાસ કાળજી રાખવી.
લાંબા નખને ઉપયોગ ન કરવો
સ્ક્રીન સેન્સિટિવ હોવાથી લાંબા નખ ન રાખવા. તેમ જ કોઈ પણ ફ્રેન્ડના નખ લાંબા હોય તો તેમને ફોલ્ડ ઓપન કરીને મોબાઇલ આપવાનું ટાળવું. એક નખ પણ સ્ક્રીનને ડેમેજ કરી શકે છે અને એક નાનકડા ડેમેજને કારણે સ્ક્રીન ધીમે-ધીમે સંપૂર્ણ પણે ડેમેજ થઈ જાય છે. આથી નખ સ્ક્રીન માટે ખૂબ જ રિસ્કી છે.
ફોલ્ડને હંમેશાં પ્રેમથી ઓપન અને બંધ કરવું
મોબાઇલ ખરીદ્યો હોય એના પહેલાં દિવસે આપણે મોબાઇલને ખૂબ જ સાચવીને ઉપયોગ કરીએ છીએ. તેમ જ ફોલ્ડેબલ ફોન હોય તો ખૂબ જ પ્રેમથી એને ઓપન અને બંધ કરીએ છીએ. એ જ રીતે હંમેશાં ફોલ્ડને ખૂબ જ પ્રેમથી ઓપન અને બંધ કરવી જોઈએ. આ સાથે જ ફોલ્ડ બંધ કરો ત્યારે એના પર એક હાથ ફેરવી લેવો જેથી કોઈ ધૂળ હોય તો એ દૂર થઈ જાય. આ સાથે જ ફોલ્ડિંગ સ્ક્રીનની સાથે જે હિન્જ એટલે કે મિજાગરું હોય છે એને પણ ખૂબ જ સાચવવું પડે છે. આથી ક્યારેય પણ ફોર્સથી એને બંધ ન કરવું.
સોફ્ટ કાપડનો ઉપયોગ કરવો
સ્ક્રીનને સાફ કરવા માટે હંમેશાં સોફ્ટ કાપડનો ઉપયોગ કરવો. ક્યારેય પણ કોઈ કેમિકલ વાળુ લિક્વીડ અથવા તો બ્રશનો ઉપયોગ ન કરવો. કોવિડ દરમ્યાન ઘણાં લોકોએ સેનિટાઇઝરનો ઉપયોગ સ્ક્રીન સાફ કરવા માટે કર્યો હતો. જોકે એના કારણે સ્ક્રીન વોટરપ્રૂફ રહે એ માટે જે પણ લોક આપેલા હોય છે એ નીકળી જાય છે. તેમ જ કેમિકલને કારણે સ્ક્રીનને પણ નુક્સાન થઈ શકે છે. સૂંકા કાપડ વડે સ્ક્રીનને હલકા હાથે સાફ કરવી જેથી સ્ક્રીન પર કોઈ ધૂળ હોય તો પણ ઘર્ષણના લીધે સ્ક્રેચ નહીં પાડે.