આઇફોનમાં ફોટો હાઇડ કરવા છે? આ સ્ટેપ્સને કરો ફોલો...

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
આઇફોનમાં ફોટો હાઇડ કરવા છે? આ સ્ટેપ્સને કરો ફોલો... 1 - image


iPhone Photo Hide: આઈફોનમાં ફોટો હાઇડ કરવા માટે ઘણી બધી એપ્લિકેશન આવે છે. આ એપ્લિકેશન કેટલી સિક્યોર એ કહેવું મુશ્કેલ છે. આ સાથે જ ઘણી એપ્લિકેશન એવી છે જેના પ્રીમિયમ ફિચર્સ માટે પૈસા ચૂકવવા પડે છે. જોકે આ બધી સમસ્યાનો હલ આઈફોનમાં પહેલેથી જ છે. આ ફોટો હાઇડ કરવા આજકાલ ખૂબ જ જરૂરી બની ગયું છે. મોબાઇલ આપણે ઘણી વાર આપણાં નિકટના વ્યક્તિને આપીએ છીએ. આ વ્યક્તિને ભલે આપણે મોબાઇલ આપીએ, પરંતુ એ પર્સનલ ફોટો પણ જોઈ શકે એટલી નિકટની વ્યક્તિ હોય એ જરૂરી નથી. ફોટોની લાઇબ્રેરીમાં વેકેશનના ફોટો કે પછી પ્રાઇવેટ ઘણાં ફોટો હોય છે અને એથી જ એને લોકોની નજરથી દૂર રાખવા જરૂરી છે.

આ ફોટોને હાઇડ કરવા માટે એપલ દ્વારા અગાઉ હાઇડ ફિચર આપ્યું હતું. જોકે એ સમયે એને લોક નહોતું કરી શકાતું. તેમ જ એ હાઇડ ફોલ્ડરને પણ હાઇડ કરવા માટેનું ફિચર પણ ત્યાર બાદ લોન્ચ કરવામાં આવ્યું હતું. આથી ફેસ આઇડી, ટચ આઇડી અથવા તો પાસકોડ દ્વારા ફોટોને પ્રોટેક્ટ કરી શકાય છે. આ હાઇડ ફોટોને ફોટોની એપમાંથી પણ હાઇડ કરી શકાય છે.

આઇફોનમાં ફોટો હાઇડ કરવા છે? આ સ્ટેપ્સને કરો ફોલો... 2 - image

એન્ડ્રોઇડ અથવા તો સેમસંગમાં ફોટો હાઇડ કરવા છે ખૂબ જ સરળ. આટલું કરો...

ફોટો કેવી રીતે હાઇડ કરશો?

  1. આ માટે સૌથી પહેલાં ફોટો એપ લોન્ચ કરો.
  2. ત્યાર બાદ લાઇબ્રેરી ટેબ સિલેક્ટ કરવી.
  3. આ ટેબમાં ગયા બાદ જે પણ ફોટો હાઇડ કરવા હોય એને સિલેક્ટ કરવા. ત્યાર બાદ ત્રણ ડોટ વાળું મેન્યુ સિલેક્ટ કરવું.
  4. મેન્યુ પર ક્લિક કરતાં એક પોપ-અપ મેન્યુ ઓપન થશે એમાં હાઇડ લખ્યું હશે એને ક્લિક કરવું.
  5. ત્યાર બાદ વધુ એક મેન્યુ ઓપન થશે એના પર કન્ફર્મ હાઇડ કરવા છે કે નહીં એ પૂછવામાં આવશે અને એમાં હાઇડ ફોટો ઓપ્શન પસંદ કરવો.
  6. ક્લિક કરતાં જ તમામ ફોટો હાઇડ થઈ જશે. આ ફોટો હવે લાઇબ્રેરી અથવા તો આલ્બમમાં નહીં દેખાશે.

આઇફોનમાં ફોટો હાઇડ કરવા છે? આ સ્ટેપ્સને કરો ફોલો... 3 - image

હાઇડ કરેલા ફોટો પ્રોટેક્ટેડ છે કે નહીં એ ચેક કેવી રીતે કરશો?

  1. આ માટે સૌથી પહેલાં ફોટો એપ ઓપન કરી એમાં લાઇબ્રેરીની જગ્યાએ આલ્બમ સિલેક્ટ કરો.
  2. ત્યાર બાદ નીચે સ્કોલ કરી યુટિલિટી સેક્શનમાં હાઇડ નામની ટેબ હશે એના પર ટચ કરવું.
  3. એ ઓપન કરતી વખતે પાસકોડ, ફેસ આઇડી અથવા તો ટચ આઇડી પૂછે તો સમજવું કે ફોટો પ્રોટેક્ટેડ છે.
  4. ફોટો પ્રોટેક્ટેડ ન હોય તો સેટિંગ્સમાં જઈને, સ્ક્રોલ કરી ફોટો ઓપન કરવું અને એમાં ફેસ આઇડી અથવા તો ટચ આઇડી હોય તો એને ઓન કરી દેવું.

આઇફોનમાં ફોટો હાઇડ કરવા છે? આ સ્ટેપ્સને કરો ફોલો... 4 - image

હિડન ફોલ્ડરને કેવી રીતે ફોટોમાં હાઇડ કરવું?

  1. આ માટે સૌથી પહેલાં સેટિંગ્સમાં જવું.
  2. ત્યાર બાદ સ્ક્રોલ કરી ફોટો ઓપન કરવું.
  3. એમાં ‘શો હિડન આલ્બમ’ લખ્યું હશે એને ડિસેબલ કરવું. બાય ડિફોલ્ટ એ અનેબલ હોય છે. ઓન હશે તો એ ફોલ્ડર ફોટોમાં દેખાશે અને ઓફ હશે તો બંધ હશે.

હાઇડ કરેલાં ફોટો કેવી રીતે અનહાઇડ કરવા?

  1. આ માટે સૌથી પહેલાં હાઇડ આલ્બમમાં જવું.
  2. ત્યાર બાદ જ ફોટો અનહાઇડ કરવા હોય એને સિલેક્ટ કરવા.
  3. આ સિલેક્ટ કર્યા બાદ ત્રણ ડોટ વાળા મેન્યુમાં જઈને અનહાઇડ પર ક્લિક કરવું.
  4. આ ક્લિક કરતાં જ એ ફોટો ફરી આલ્બમ અને લાઇબ્રેરીમાં દેખાતા થઈ જશે.

Google NewsGoogle News