Get The App

એન્ડ્રોઇડ અથવા તો સેમસંગમાં ફોટો હાઇડ કરવા છે ખૂબ જ સરળ. આટલું કરો...

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
એન્ડ્રોઇડ અથવા તો સેમસંગમાં ફોટો હાઇડ કરવા છે ખૂબ જ સરળ. આટલું કરો... 1 - image


Android Photo Hide: એપલ હોય કે એન્ડ્રોઇડ ફોટો હાઇડ કરવા એ હવે મોટાભાગના દરેક યુઝર્સની જરૂરિયાત બની ગઈ છે. ફ્રેન્ડ્સના ફોટો હોય તો ફેમિલીથી અને ફેમિલી સાથેના ફોટો અન્યથી છુપાવીને રાખવા જરૂરી છે. આ માટે એન્ડ્રોઇડમાં ગૂગલ ફોટોસ અથવા તો સેમસંગ ગેલેરી એપમાં હાઇડ કરી શકાય છે. આ હાઇડ કરેલા ફોટો એક પણ જગ્યાએ યુઝર સિવાય એટલે કે જેણે હાઇડ કર્યા હોય એ સિવાય અન્ય કોઈને જોવા નહીં મળે. એટલું જ નહીં આ ફોટા માટે વોટ્સએપ અથવા તો ઇન્સ્ટાગ્રામ જેવી ઍપ્લિકેશનને પણ એક્સેસ નહીં મળે. ગૂગલ ફોટોસનો ઉપયોગ કરનાર માટે લોક્ડ ફોલ્ડર હોય છે, પરંતુ સેમસંગ ગેલરી ઍપ્લિકેશનનો ઉપયોગ કરનારા માટે સિક્યોર ફોલ્ડર હોય છે.

એન્ડ્રોઇડ અથવા તો સેમસંગમાં ફોટો હાઇડ કરવા છે ખૂબ જ સરળ. આટલું કરો... 2 - image

ગૂગલ ફોટોસમાં કેવી રીતે ફોટો હાઇડ કરશો?

  1. ગૂગલ ફોટોસનો ઉપયોગ કરતાં પહેલાં એ લેટેસ્ટ વર્ઝન છે કે નહીં એને પ્લે સ્ટોરમાં જઈને ચેક કરી લેવું.
  2. ત્યાર બાદ ગૂગલ ફોટોસ ઍપ્લિકેશન ઓપન કરવી.
  3. લાઇબ્રેરી ટેબમાં જઈને લોક્ડ ફોલ્ડર બટન પર ક્લિક કરવું. ત્યાર બાદ સિક્યોરિટી માટે પાસવર્ડ અથવા તો બાયોમેટ્રિક સ્કેનનો ઉપયોગ કરવો.
  4. સિક્યોરિટી સ્ટેપ બાદ ત્યાં કંઈ દેખાશે નહીં એથી મૂવ આઇટમ્સ બટન પર ક્લિક કરવું.
  5. આ લોક ફોલ્ડરમાં જે પણ ફોટોને હાઇડ કરવા હોય એને સિલેક્ટ કરવા અને અત્યાર બાદ મૂવ બટન પર ક્લિક કરવું. કન્ટીન્યુ અથવા તો મૂવ બટન પર ક્લિક કરવું જો કન્ફર્મેશન માટે ફરી પૂછવામાં આવે.
  6. એના પર ક્લિક કર્યા બાદ આ ફોટો હાઇડ થઈ જશે. એને જોવા માટે લોક્ડ ફોલ્ડરમાં જઈને જ જોવું પડશે. જોકે આ માટે યુઝરે એક વાત ખાસ ધ્યાન રાખવી કે લોક્ડ ફોલ્ડરના ફોટો અથવા તો વીડિયોનો બેકઅપ લીધો હોય તો એ ઓટોમેટિક રિસ્ટોર દરમ્યાન નવા ફોનમાં આવશે નહીં.

આઇફોનમાં ફોટો હાઇડ કરવા છે? આ સ્ટેપ્સને કરો ફોલો...

એન્ડ્રોઇડ અથવા તો સેમસંગમાં ફોટો હાઇડ કરવા છે ખૂબ જ સરળ. આટલું કરો... 3 - image

સેમસંગ ગેલેરીમાં કેવી રીતે ફોટો હાઇડ કરશો?

  1. સેમસંગ ગેલેરીમાં ફોટો સેવ કરવા માટે સૌથી પહેલાં સેટિંગ્સમાં જવું. ત્યાર બાદ સ્ક્રોલ કરી સિક્યોરિટી અને પ્રાઇવસીમાં જવું.
  2. એમાં ગયા બાદ બાયોમેટ્રિક સેક્શનમાં મોર સિક્યોરિટી સેટિંગ્સમાં જઈને સિક્યોર ફોલ્ડર પર ક્લિક કરવું.
  3. સિક્યોર ફોલ્ડર સ્ક્રીનમાં નીચે કન્ટીન્યુ આવશે એના પર ક્લિક કરવું અને જરૂરી પરમીશન આપવી.
  4. લોક ટાઇપ પર ક્લિક કરી પિન, પાસવર્ડ, પેટર્ન અથવા તો બાયોમેટ્રિક સ્કેનમાંથી શેનો ઉપયોગ કરવો એ પસંદ કરવું.
  5. ગેલરી ઍપ્લિકેશનમાં જવું અને ફોટો અથવા તો વિડિયોને સિલેક્ટર કરી એના સિક્યોર ફોલ્ડરમાં મૂવ કરવા. આ માટે શેર બટન પર ક્લિક કરી ઍપ્લિકેશનના લિસ્ટમાંથી સિક્યોર ફોલ્ડરને પસંદ કરવું.
  6. આ ફોટો અથવા તો વીડિયો જોવા હોય ત્યારે સૌથી પહેલાં સિક્યોર ફોલ્ડર ઍપ્લિકેશનને ઓપન કરવી. એ ઓપન કર્યા બાદ એમાં ગેલરી હશે એને ઓપન કરી એમાં એ જોઈ શકાશે.
  7. ફોટો અને વીડિયો સીધા સિક્યોર ફોલ્ડરમાં સ્ટોર કરવા હોય તો સિક્યોર ફોલ્ડરમાંથી જ કેમેરા ઍપ્લિકેશન ઓપન કરવી અને ક્લિક કરવાથી એ હાઇડ થઈ જશે.

Google NewsGoogle News