Get The App

WhatsApp કોલથી કોઈ તમારું લોકેશન ટ્રેક નથી કરતુંને? એક બટન ક્લિક કરીને થઈ જાઓ સુરક્ષિત

વોટ્સએપ દ્વારા એક નવુ "પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ " ફીચર રજુ કરવામાં આવ્યું છે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
WhatsApp કોલથી કોઈ તમારું લોકેશન ટ્રેક નથી કરતુંને? એક બટન ક્લિક કરીને થઈ જાઓ સુરક્ષિત 1 - image


WhatsApp Update : વોટ્સએપ દ્વારા એક નવુ "પ્રોટેક્ટ આઈપી એડ્રેસ ઈન કોલ " ફીચર રજુ કરવામાં આવ્યું છે. આ ફીચર આવ્યા પછી કોઈ તમારા લોકેશનને ટ્રેક નહીં કરી શકે. હકીકતમાં અત્યાર સુધી આઈપી એડ્રેસ દ્વારા કોલ કરનારનું લોકેશનને ટ્રેક કરી શકાતું હતું. પરંતુ હવે કોલિંગ દરમિયાન કોલની જાણકારી નહી મળી  શકે. આ એક એકસ્ટ્રા લેવલ સિક્યોરિટી ફીચર છે, જે મેસેજિંગ અથવા કોલ રિસીવ દરમિયાન એક્ટિવ થઈ જાય છે. ટુંક સમયમાં જ આ નવુ ફીચર યૂઝરને મળી જશે, જે યૂઝર્સ તેના આઈપી એડ્રેસને હાઈડ કરી શકશે. 

કોઈની સાથે શેર ન કરશો આઈપી એડ્રેસ 

મેટા એન્જિનિયરની માનો તો, નવા ફીચર કોલિંગ દરમિયાન આઈપી એડ્રેસને પ્રોટેક્ટ કરે છે. તેના માટે તમારે ફોનમાં કેટલાક સેટિંગ્સ બદલવા જોઈએ. બાકી કોલિંગ ફીચરની જેમ વોટ્સએપ દ્વારા પિયર ટૂ પિયર કનેક્ટિવિટી ઓફર કરવામાં આવે છે. એટલે કોલ કરનાર બંને પાર્ટીઓ એક બીજાના આઈપી એડ્રેસ જોઈ શકતા હતા. કહેવાનો મતલબ છે કે, કોલિંગ આઈપી એડ્રેસ અને ઈન્ટરનેટ સર્વિસના આઈપી એડ્રેસને જોઈ શકે છે.

કેવી રીતે આઈપી એડ્રેસને કરશો બંધ

  • સૌથી પહેલા તમારે લેટેસ્ટ વર્ઝન વોટ્સએપને ડાઉનલોડ કરવું પડશે. 
  • તેના માટે એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરી શકો છો. 
  • તેના પછી વોટ્સ એપ સેટિંગ મેન્યૂને ઓપન કરવાની રહેશે.
  • ત્યાર બાદ પ્રાઈવેસી ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. 
  • તે પછી તમારે WhatsApp સેટિંગ્સ મેનૂ ખોલવાનું રહેશે.
  • હવે પ્રાઈવસી ઓપ્શન પર ટેપ કરો.
  • હવે પેજને સ્ક્રોલ ડાઉન કરો, તે પછી એડવાન્સ વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે.
  • હવે તમે પ્રોટેક્ટ IP એડ્રેસ પર ટેપ કરો.
  • એ પછી નવા પ્રાઈવસી ફીચરને ઈનેબલ કરી શકાશે.

Google NewsGoogle News