એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપનો ઉપયોગ ફ્રીમાં કેવી રીતે કરશો...
Amazon Prime Offer: એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપને ફ્રીમાં ઉપયોગ કરવા માટે એક એવી યુક્તિ છે, જે તમે જાણી શકો છો. એમેઝોન યુઝર્સને આકર્ષવા માટે અનેક ડીલ અને ડિસ્કાઉન્ટ આપે છે. જો કે, દરેક વ્યક્તિ સેવામાં પૈસા ખર્ચવા માગતા નથી. હવે, આ લોકો પણ લિમિટેડ સમય માટે એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપનો ફ્રીમાં ઉપયોગ કરી શકે છે.
પ્રાઇમ મેમ્બરશિપ
એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ માટે હાલમાં એક ખાસ ડીલ ચાલી રહી છે. એમેઝોન દ્વારા ફ્રી ટ્રાયલ આપવામાં આવી રહી છે, જે 30 દિવસ માટે છે. આ સર્વિસમાં ફ્રી શિપિંગ, મ્યુઝિક, વીડિયો, શોપિંગ, ગેમિંગ અને રીડિંગ જેવી સેવાઓનો સમાવેશ થાય છે. એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ ઘણા પ્રકારની હોય છે, જેમાં એક મહિના માટે 299 રૂપિયા અને એક વર્ષ માટે 1499 રૂપિયા સુધીની કિંમતોનો સમાવેશ થાય છે. આ કિંમતોમાં પાંચ યુઝર એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે અને એક વર્ષ માટે 799 રૂપિયામાં ફક્ત એક યુઝર તેનો ઉપયોગ કરી શકે છે.
ઓફર માટે શું કરશો?
પ્રાઇમ ઓફર્સ પર જઈને "સ્ટાર્ટ ટ્રાયલ" પર ક્લિક કરો. ત્યાર બાદ એમેઝોન પર એકાઉન્ટ બનાવો અથવા પહેલેથી હોય તો લોગ ઈન કરો. ફ્રી ટ્રાયલ ઓફર પૂરી થયા બાદ એકાઉન્ટ ઓટો રિન્યૂ થશે, અને આ માટે બેન્ક ડિટેઇલ્સ આપવા પડશે.
કેવી રીતે ફાયદો ઉઠાવશો ઓફરનો?
ટ્રાયલ પીરિયડ પૂરો થયા બાદ યુઝરના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. આથી, આ પૈસા ન કપાય તે માટે યુઝરે એમેઝોન એકાઉન્ટમાં જઈને પેમેન્ટ ડિટેઇલ્સને કેન્સલ અથવા ડિલીટ કરવી પડશે. આથી મેમ્બરશિપ કેન્સલ થઈ જશે અને યુઝર ફ્રી ટ્રાયલ પીરિયડની ઓફરનો ઉપયોગ કરી શકશે. ત્યાર બાદ ફરી નવો ઇમેલનો ઉપયોગ કરી આ પ્રોસેસ કરી શકાય છે.
આ પણ વાંચો: ગૂગલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 'જેમિની' ફરી વિવાદમાં, વિદ્યાર્થીને આઘાતજનક સલાહ આપી
સ્ટુડન્ટ માટે વિશેષ ઓફર
આ ફાયદો ઉઠાવવા માટે યુઝર પાસે કોલેજ અથવા યુનિવર્સિટીનો ઈમેલ આઈડી હોવો જરૂરી છે. આ ઈમેલ આઈડી હોય તો જ ઓફરનો ઉપયોગ કરી શકાશે. સ્ટુડન્ટ માટે ફ્રી ટ્રાયલ પીરિયડ છ મહિનાનો છે. આથી છ મહિનાના ફ્રી ટ્રાયલ બાદ મેમ્બરશિપ માટે અડધી કિંમત ચુકવવાની રહેશે.