Get The App

હવે તમે પણ બનાવી શકો છો WhatsApp પર Meta AI નો ઉપયોગ કરીને AI Image, ફોલો કરો આ સ્ટેપ

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
હવે તમે પણ બનાવી શકો છો WhatsApp પર Meta AI નો ઉપયોગ કરીને AI Image, ફોલો કરો આ સ્ટેપ 1 - image


Meta AI: થોડા દિવસો પહેલા માર્ક ઝકરબર્ગે વોટ્સએપના પસંદગીના બીટા યુઝર્સ માટે Meta AI સર્વિસ લોન્ચ કરી હતી. યુઝર્સ Meta AI સેવાનો ઉપયોગ WhatsAppમાં જ કરી શકે છે. 

Meta AI, OpenAI ના ChatGPT અને Google ના Gemini જેવું જ કામ કરે છે. આ બે વિશ્વના લોકપ્રિય AI મોડલ્સની જેમ, Meta AI પણ યુઝર્સના કોઈપણ પ્રશ્નનો જવાબ આપી શકે છે, વિગતો પ્રદાન કરી શકે છે અને AI ઇમેજ પણ જનરેટ કરી શકે છે.

Meta AIની ખાસ વાત એ છે કે યુઝર્સ તેનો ઉપયોગ WhatsAppમાં જ ઈમેજ બનાવવા માટે કરી શકે છે. 

Meta AI WhatsApp પર આવ્યું છે કે નહીં તે કેવી રીતે શોધવું?

આ માટે સૌથી પહેલા તમારે ચેક કરવું પડશે કે, તમારા WhatsApp એકાઉન્ટમાં Meta AI સપોર્ટ કરે છે કે નહીં. આ કરવાની બે રીત છે. 

પહેલો રસ્તો એ છે કે તમે તમારું વોટ્સએપ એકાઉન્ટ ખોલી શકો છો અને તેમાં Meta AIનું ગોળાકાર આઇકન શોધી શકો છો. જો તમારા WhatsApp એકાઉન્ટમાં Meta AI સપોર્ટ આવી ગયો હોય, તો તમે WhatsApp ખોલતા જ તેનું આઇકન દેખાશે. 

એન્ડ્રોઇડ યુઝર્સને ઉપર ગ્રીન કલર + બટન ઉપર દેખાશે.

iOS યુઝર્સ ટોપ સાઇડ પર બ્લૂ કલરનું બટન+ બટનની પહેલા દેખાશે. 

જો તમારા ફોન પર Meta AI આઇકન નથી દેખાતું, તો તમારે બીજી પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે.

તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પર જાઓ. સર્ચ બોક્સમાં WhatsApp ટાઈપ કરીને ત્યાં સર્ચ કરો. તે પછી, જો ત્યાં અપડેટ વિકલ્પ દેખાય છે, તો તેના પર ક્લિક કરીને WhatsAppને અપડેટ કરો.  

અપડેટ કર્યા બાદ ફરીથી WhatsApp ખોલો અને મેટા આઇકોન શોધો. જો તમને હજુ પણ તમારા વોટ્સએપમાં આઇકોન દેખાતું નથી, તો તેનો અર્થ એ છે કે, તમને હજુ સુધી અપડેટ પ્રાપ્ત થયું નથી અને તમારે Meta AI માટે રાહ જોવી પડશે. જો તમારા વોટ્સએપમાં મેટા આઇકોન સપોર્ટેડ છે, તો તમે ત્યાંથી AI ઇમેજ બનાવવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકો છો.

WhatsApp વડે AI ઇમેજ કેવી રીતે બનાવવી?

સ્ટેપ 1: સૌથી પહેલા તમારું વોટ્સએપ ઓપન કરો

સ્ટેપ 2: તે પછી Meta AI ચેટબોટના આઇકોન પર ક્લિક કરો.

સ્ટેપ 3: પછી /imagine નો ઉપયોગ કરો જેથી જનરેટિવ મોડને એક્ટીવ થઇ શકે. 

સ્ટેપ 4: જે વસ્તુ માટે AI ઈમેજ બનાવવા માંગો છો તેનો કીવર્ડ દાખલ કરવો પડશે. ઉદાહરણ તરીકે, જો તમે બટરફ્લાય અથવા પર્વતીય વિસ્તારોની AI ઇમેજ બનાવવા માંગો છો, તો તમે બટરફ્લાય અથવા Hill Area અથવા Flowers in Hill લખી શકો છો.

સ્ટેપ 5: આ પ્રોમ્પને લખ્યા બાદ સેન્ડ કરો, થોડીક સેકન્ડ પછી તમારી AI ઈમેજ તૈયાર થઈ જશે. આ સંકેતોથી, આવી કેટલીક AI ઇમેજ બનાવવામાં આવશે.

આ રીતે, તમે WhatsApp દ્વારા સીધા જ 10 સેકન્ડથી ઓછા સમયમાં તમારી પોતાની AI ઇમેજ બનાવી શકો છો.


Google NewsGoogle News