સાઈલન્ટ મોડમાં રાખ્યો હોય અને ફોન ગુમ થઈ જાય તો ટેન્શન ના લેતાં, આ સરળ ટ્રીકથી તરત મળી જશે
Find and Track Your Lost Phone : શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે, તમે તમારો ફોન ક્યાંક મુકી દીધો હોય અને ભુલી ગયા છો કે ક્યા મુક્યો છે? અને તેમાં પણ સૌથી મોટી મુશ્કેલી એ થાય કે, જ્યારે ફોન સાયલન્ટ મોડ પર હોય, તેથી તમે રિંગ કરીને શોધી પણ શકતા નથી. પરંતુ જો હવે આવું થાય તો ચિંતા કરશો નહીં, કારણ કે એવી કેટલીક ટેકનિકલ છે, જે દ્વારા તમે સાયલન્ટ મોડમાં પણ તમારા ખોવાયેલા ફોનને શોધી શકો છો. આવો આજે આપણે તેના વિશે વિગતવાર જાણીએ.
1. Find My Device ની મદદથી Android અને iPhone બંને માટે આ સૌથી સહેલી અને કાર્યક્ષમ પદ્ધતિ છે.
Android:
https://www.google.com/android/find પર જઈ અને તમારા Google એકાઉન્ટથી લોગિન કરો.
હવે તમે તમારા ફોનનું લોકેશન જોઈ શકશો, તેમાં રિંગ કરી શકશો અથવા તેને લૉક પણ કરી શકશો.
iPhone:
- https://www.icloud.com/ પર જઈ અને તમારા એપલ આઈડીથી લોગીન કરો.
- 'Find My' પર ક્લિક કરો અને પછી 'Devices' ઓપશન પસંદ કરો.
- હવે તમે તમારા ફોનનું લોકેશન જોઈ શકશો, તેના પર રિંગ કરી શકશો અથવા તેનો ડેટા પણ કાઢી શકશો.
2. થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને શોધી શકશો
જો તમે વારંવાર તમારો ફોન ક્યાં મુક્યો છે તે ભૂલી જવાવાળા લોકોમાંથી એક છો, તો તમે તમારા ખોવાયેલા ફોન શોધવા માટે ઘણી તૃતીય-પક્ષ એપ્લિકેશન્સ છે, જે તમને તમારા ખોવાયેલા ફોનને ટ્રેક કરવામાં મદદ કરી શકે છે.
Lookout: આ એક લોકપ્રિય સુરક્ષા એપ્લિકેશન છે, જે તમને તમારા ફોનને ટ્રૅક કરવામાં, ડેટાને ઉડાવી નાખવામાં અને ચોરીથી બચાવવામાં મદદ કરે છે.
Find My Phone: આ એપની મદદથી કોઈ પણ વ્યક્તિ ઉપકરણને ટ્રેકિંગ, રિંગિંગ અને લોક કરવામાં મદદ કરી શકે છે.
3. Google Assistant અથવા Siriની મદદ લઈ શકો છો.
જો તમારી પાસે Android ફોન છે, તો તમે તમારો ખોવાયેલો ફોન શોધવા માટે Google Assistantનો ઉપયોગ કરી શકો છો.
'Hey Google, find my phone' કહેવાનું રહેશે. જો તમારો ફોન ક્યાંક નજીકમાં છે, તો તે રિંગિંગ થવા લાગશે. એજ રીતે જો તમારી પાસે iPhone છે, તો તમે Siriનો ઉપયોગ કરીને તમારો ફોન શોધી શકો છો.
તેમા તમારે બસ Hey Siri, find my phone'કહેવાનું રહેશે.
ફોનમાં સાઉન્ડ પ્લે કરવામાં આવશે, જેથી તમે સરળતાથી તમારા ફોન સુધી પહોંચી શકશો. જો તમારી પાસે અન્ય Apple ડિવાઈસ છે, તો તમે તેની સ્ક્રીન પર ફોનનું લોકેશન પણ જોઈ શકશો. એક સારી વાત એ છે કે, આમાં તમારો ફોન સાયલન્ટ મોડમાં હોય તો પણ રીંગ વાગે છે, જેથી ડિવાઈસ શોધવાનું અને ટ્રેક કરવાનું સરળ બને છે.