ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અથવા અન્ય એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા છો? તો જાણો OTP વગર કઈ રીતે રિકવર કરી શકાશે
How to Recover Password: વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડિયા સિવાય પણ ઘણી વેબસાઈટ વાપરતા હોય છે. એવામાં લોકો એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે પાસવર્ડનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ પાસવર્ડ યાદ રાખવાનું કામ પણ હાલ મુશ્કેલ બની ગયું છે. એવા જો કોઈ પાસવર્ડ ભૂલાય જાય છે તો હવે દરેક પ્લેટફોર્મ પરથી પાસવર્ડ રિકવરી માટે પણ વિકલ્પ મળી રહે છે. પરંતુ જયારે રિકવરી માટે નાખેલો નંબર કે ઇમેઇલ પણ બંધ થઇ જાય ત્યારે સમસ્યા વધી જાય છે.
માત્ર એક મીનીટમાં કરો પાસવર્ડ રિકવર
જો તમારે પણ રિકવરી માટે નાખેલો નંબર કે ઇમેઇલ પણ બંધ થઈ ગયો હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર એક ટ્રિક વડે તમે કોઈ પણ OTPની જરૂર વગર તમારા કોઈપણ એકાઉન્ટનો પાસવર્ડ રિકવર કરી શકો છો. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે આ સમગ્ર પ્રક્રિયા બિલકુલ ફ્રી છે. ગૂગલની મદદ વડે કરવામાં આવતી આ પ્રોસેસથી તમે કોઈપણ પાસવર્ડ રિકવર કરી શકો છો.
પાસવર્ડ રિકવર કેવી રીતે કરવો?
- આ માટે સૌથી પહેલા ફોનના સેટિંગમાં જાઓ
- ત્યારબાદ Google નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો
- જ્યાં તમને Auto-Fill નામનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો
- આ પછી Autofill with Google ઓપ્શન પર જાઓ
- અહીં તમે ગૂગલ પાસવર્ડ મેનેજર દ્વારા સેવ કરેલા તમામ પાસવર્ડ્સ જોઈ શકો છો
આ સુવિધા કેવી રીતે કામ કરે છે?
આવું થવા પાછળનું કારણ એ છે કે જયારે તમે કોઈ એકાઉન્ટમાં લોગ ઇન કરો છો ત્યારે તમે જોયું હશે કે ફોનમાં એક પોપ અપ દેખાય છે, જેમાં તમને પાસવર્ડ સેવ કરવાનું કહેવામાં આવે છે. આ ગૂગલ ઓપ્શનમાં તમને એ જ સેવ થયેલા પાસવર્ડ જોવા મળે છે. આ ઓપ્શનની મદદથી તમે કોઈપણ એકાઉન્ટનો પાસવર્ડ રિકવર કરી શકો છો. પરંતુ જો તમે Google Auto-Fill માં તમારા એકાઉન્ટના પાસવર્ડ સેવ નહિ કર્યા હોય તો તમે આ ઓપ્શનની મદદથી પાસવર્ડ રિકવર કરી શકશો નહિ.