Incognito modeમાં સર્ચ કરશો તો કોઈને ખબર નહિ પડે એવું માનતા નહિ, આ રીતે જોઈ શકાય છે બધું
incognito modeમાં પણ જોઈ શકાય છે હિસ્ટ્રી
અમદાવાદ, 12 જાન્યુઆરી 2023
Incognito mode ને જો તમે પણ પોતાની પ્રાઈવેટ સ્પેસ સમજીને તેમાં સર્ચ કરો છો તો સાવચેતી રાખજો કારણકે Incognito માં પણ તમારી history ચેક થઈ શકે છે.
આપણા માંથી મોટા ભાગના લોકો પોતાની સર્ચ હિસ્ટ્રી છુપાવવા માટે મોટા ભાગે incognito modeનો ઉપયોગ કરતા હોય છે એવું માનીને કે તે એકદમ સેફ છે અને તેમાં ક્યારેય કોઇપણ પ્રકારની સર્ચ હિસ્ટ્રી સેવ થતી નથી. મોટા ભાગના લોકો એવું માને છે કે Incognito mode દ્રારા બ્રાઉઝિંગ હિસ્ટ્રી સેવ નથી થતી. Incognito mode છતાં પણ, ડિવાઈસના DNS એટેલે કે IP addressથી બ્રાઉઝિંગ હિસ્ટ્રી ને સેવ કરવામાં આવે છે. Incognito mode ને સુરક્ષિત માનીને ઘણા લોકો વોચ અને સર્ચ હિસ્ટ્રીને ડીલીટ કરતા નથી. કારણકે ક્રોમમાંથી ડાયરેક્ટ હિસ્ટ્રીની માહિતી જોઈ શકાતી નથી.
પરંતુ Incognito Mode પણ સંપૂર્ણ રીતે સેફ નથી, તેની હિસ્ટ્રી પણ ચેક થઇ શકે છે. તો આવો જાણીએ કે કેવી રીતે incognito modeમાંથી હિસ્ટ્રીને ડીલીટ કરવી.
Incognito modeની હિસ્ટ્રીને ફોન માંથી ડીલીટ કેવી રીતે કરવી?
1. “chrome://net-internals/#dns” સર્ચ કરો .
2. ‘Clear host cache ‘ ઓપ્સન કિલક કરો, જેથી ( DNS queries )ફોનએ સેવ કરેલી માહિતી ડિલીટ થઈ જશે.
જાણો કે કેવી રાતે તમારા ડિવાઈસમાંથી Incognito mode માં history જોઈ શકાય છે.
1. તમારા લેપટોપ Incognito modeના સર્ચબાર પર જાઓ અને ' command prompt ' પર કિલક કરો.
2. કેટલાક ઓપ્સન દેખાશે જેમાં run as administrator પર કિલક કરો.
3. 'command prompt' ઓપન થયા બાદ ‘ipconfig/displaydns‘ શબ્દો ને ટાઈપ કરી સર્ચ કરો.
હવે સહેલાઈથી ટાઇમ સાથે તમે વિઝીટ કરેલી વેબસાઈટ જોઈ શકાશે.