Gmail પર હવે એક ક્લિકમાં ડિલીટ કરો તમામ Bulk Messages, જાણો તેની રીત

હવે યુજર્સ માત્ર એક ક્લિક પર તમામ મેસેજને એક સાથે ડિલીટ કરી શકે છે

Updated: Nov 6th, 2023


Google NewsGoogle News
Gmail પર હવે એક ક્લિકમાં ડિલીટ કરો તમામ Bulk Messages, જાણો તેની રીત 1 - image
Image Freepic 

તા. 6 નવેમ્બર 2023, સોમવાર

Google તમને ઈમેઈલ એકાઉન્ટમાં ફ્રીમાં 15 GB સ્ટોરેજ આપે છે. તેમાં તમે ફોટો, ઈમેલ અને ગુગલ ડ્રાઈવ ફાઈલ્સને સ્ટોર કરી શકો છો. પરંતુ કેટલીકવાર યુજર્સના એટલા બધા મેઈલ આવતા હોય છે કે જેના કારણે સ્ટોરેજ જલ્દી ફુલ થઈ જાય છે. ફરી સ્ટોરેજ મેળવવા માટે યુજર્સને મેઈલ હટાવવા માટે કહેવામાં આવે છે, જે જરુરી નથી તેવા મેસેજ કાઢવા માટે કહેવામાં આવે છે. ગુગલ યુજર્સને બલ્ક મેસેજ ડિલીટ કરવા માટેનું ઓપ્શન આપે છે. જેમા દરેક મેસેજ ડિલીટ કરવાનું ઓપ્શન નથી. પરંતુ હવે ગુગલ દરેક ઈમેલ હટાવવા માટેનું ઓપ્શન મુકવામાં આવ્યું છે.  હવે યુજર્સ માત્ર એક ક્લિક પર તમામ મેસેજને એક સાથે ડિલીટ કરી શકે છે. 

Gmail માં બલ્ક મેસેજ ડિલીટ કરવાની રીત

સ્ટેપ 1-  બ્રાઉઝર પર Gmail ઓપન કરી લોગઈન કરો

સ્ટેપ 2 -  ઈનબોક્સના ટોપ પર ચેકબોક્સ પર ક્લિક કરો, દરેક મેઈલ આવી જશે.

સ્ટેપ 3 - Select all X conversations in Primary ને સિલેક્ટ કરો. આ તમારા ઈનબોક્સના દરેક ઈમેલને સિલેક્ટ કરી દેશે, ભલેને તે ઘણા જુના કેમ ન હોય. 

સ્ટેપ  4 - હવે તમે જે  સિલેક્ટ કરીને ડિલીટ કર્યા હતા તે ઈમેલ હવે ડિલીટ કેનમાં જતા રહેશે.

સ્ટેપ  5 - પ્રમોશન અને સોશિયલ કેટેગરીની સાથે સાથે આ રીત અપનાવી ઈમેલ ડિલીટ કરી શકો છો. 


જો તમે કોઈ નામ અથવા સમય સાથે બ્લક મેસેજ ડિલીટ કરવા ઈચ્છો છો તો આ સ્ટેપ ફોલો કરો

સ્ટેપ 1 -  Gmail ઓપન કરીને સર્ચબારમાં Search Query ટાઈપ કરો.

સ્ટેપ 2 -  ફરી ઈનબોક્સના ટોપ પર ચેકબોક્સ પર ક્લિક કરો. આ મેઈલને સિલેક્ટ કરો જે તમારે ડિલીટ કરવાના છે.

સ્ટેપ 3 -  ડિલીટ બટન અને ક્લિક કરતાંની સાથે જ બધા મેઈલ ડિલીટ થઈ જશે. જો તમે કોઈ એવો ઈમેલ ડિલીટ કર્યો છે કે જે તમારે નહોતો ડિલીટ કરવાનો, તો તે ટ્રેશ ફોલ્ડરમાં જઈને રિસ્ટોર કરી શકો છો.


Google NewsGoogle News