વોટ્સએપના કોમ્યુનિટી ફીચરની હવે જરૂર નથી, ડિએક્ટિવેટ કરવું છે? જાણો કેવી રીતે
WhatsApp Community: વોટ્સએપ પર ઘણાં ફીચર્સને લોન્ચ કરવામાં આવે છે અને એમાંના ઘણાં ફીચર્સ એવા છે જેનો દરેક વ્યક્તિ ઉપયોગ નથી કરતાં હોતા. ચેટ અને ગ્રુપનો ઉપયોગ મોટાભાગની વ્યક્તિઓ કરતી હોય છે, પરંતુ ઇન્સ્ટાગ્રામનું સૌથી ઓછું ઉપયોગમાં આવતું ફીચર છે કોમ્યુનિટી. કોમ્યુનિટીમાં ઘણી વ્યક્તિઓને એડ કરી શકાય છે. જો તમે આ કોમ્યુનિટી ફીચરનો ઉપયોગ ન કરતા હો અને તેને ડિએક્ટિવેટ કરવા માગતા હો તો એવું કરી શકાય છે.
કેવી રીતે ડિએક્ટિવેટ કરશો?
વોટ્સએપ પર કોમ્યુનિટી છે તેને બંધ કરી શકાય છે. જો કે એ વાતનું ધ્યાન રાખવું કે એક વાર ડિએક્ટિવેટ થયા બાદ તેને ફરી એક્ટિવેટ કરી શકાય એમ નથી. આ માટે જે કોમ્યુનિટીને ડિએક્ટિવેટ કરવું હોય તેમાં જવું. એ કોમ્યુનિટીમાં જઈને "મોર" ઓપ્શન માં જવું અને ત્યારબાદ "કોમ્યુનિટી ઇન્ફો"માં જવું. ત્યારબાદ સ્ક્રીનને નીચે સ્ક્રોલ કરવું. ત્યારબાદ "ડિએક્ટિવેટ કોમ્યુનિટી" પર ક્લિક કરીને ડિએક્ટિવેટ કરવું. જો કે એ વાતનું ધ્યાન રાખવું કે કોમ્યુનિટી જેની છે તે જ તેને ડિએક્ટિવેટ કરી શકશે. અન્ય વ્યક્તિ ફક્ત કોમ્યુનિટીમાંથી બહાર જઈ શકે છે.
મેસેજ જોઈ શકાશે
કોમ્યુનિટી ડિએક્ટિવેટ કર્યા બાદ એ કોમ્યુનિટીના ગ્રુપને ચેટ ટેબમાં જોઈ શકાય છે. આ ગ્રુપમાં તમે અનાઉન્સમેન્ટ અથવા તો કોમ્યુનિટીના જે ફીચર્સ હતાં તેનો ઉપયોગ કરી શકશો નહીં. જો કે, ગ્રુપમાં જે મેસેજ હોય તે જોઈ શકાશે.