Get The App

ઘરમાં જૂનો મોબાઈલ પડ્યો છે? તો તેનો CCTV કેમેરાની જેમ કરી શકશો યૂઝ, જાણો રીત

તમારા સ્માર્ટફોનનો ઉપયોગ CCTV કેમેરા તરીકે કરી શકશો

તમારા જુના ફોનનો કેમેરો બરોબર કામ કરતો હોય તો તેનો ઉપયોગ CCTV કેમેરા તરીકે કરી શકો છો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ઘરમાં જૂનો મોબાઈલ પડ્યો છે? તો તેનો CCTV કેમેરાની જેમ કરી શકશો યૂઝ, જાણો રીત 1 - image
Image Envato 

તા. 8 જાન્યુઆરી 2024, સોમવાર

સામાન્ય રીતે લોકો જ્યારે નવો અપડેટ ફોન ખરીદે છે તે પછી જુનો ફોન ગમે ત્યાં અભરાઈ ફેકી દેતા હોય છે અથવા તો બાળકોને રમવા માટે આપી દેતા હોય છે. તો વળી કેટલાક લોકો તો તેને ભંગારમાં વેચી પણ દેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ જુના ફોનનો એક અલગ રીતે ઉપયોગ કરી શકો છો. હા, તમે બરોબર વાંચી રહ્યા છો, તમારા જુના ફોનનો કેમેરો બરોબર કામ કરતો હોય તો તેનો ઉપયોગ CCTV કેમેરા તરીકે કરી શકો છો. 

જુના થયેલા ફોનનો તમે CCTV તરીકે ઉપયોગ કરી શકો છો. આજે તમને જણાવીશું કે, કઈ રીતે તમારા સ્માર્ટફોનનો ઉપયોગ CCTV કેમેરા તરીકે કરી શકશો. જેમા મહત્વની વાત એ છે કે, તેના માટે તમારે અલગથી કોઈ વસ્તુ ખરીદવાની જરૂર નથી. બસ કેટલાક સેટિંગ કરવાથી કામ થઈ જશે. 

જુના ફોનનો આ રીતે કરી શકશો CCTV તરીકે ઉપયોગ

  • જુના ફોનને CCTV તરીકે ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાંથી IPWebcam app ઇન્સ્ટોલ કરવાની રહેશે.
  • ત્યાર બાદ તેને ઓપન કરતાની સાથે નીચે દેખાતા Start Server ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તે પછી કેટલીક પરમિશન માંગવામાં આવશે, તેને Allow કરી દો.
  • Allow કરતાંની સાથે તમારા મોબાઈલનો કેમેરા ઓપન થઈ જશે.
  • સ્ક્રીનની નીચેની સાઈડમાં એક IP Address જોવા મળશે, જેને ક્યાંક નોધી લેશો.
  • ત્યાર બાદ તમારા મોબાઈલના બ્રાઉઝરમાં એક લિંક એડ્રેસ બારમાં IP Address દાખલ કરો.
  • આ સાથે જ તમારા ફોનમાં IP Webcam વેબસાઈટ ઓપન થઈ જશે.
  • ત્યાર બાદ વીડીયો- ઓડિયો માટે તમારી સામે બે ઓપ્શન દેખાશે, જેને વીડિયો રેંડરિંગ અને ઓડિયો પ્લેયર ઉપલબ્ધ હશે. 
  • જો તમે રેકોર્ડેડ વીડિયોની ક્લીપ જોવા ઈચ્છો છો તો Video Rendering પસંદ કરો અને Browser પર ક્લીક કરો.
  • તેમા જો તમે વીડિયો સાથે ઓડિયો રાખવા ઈચ્છો છો તો, Audio Player સાથે આપવામાં આવેલ ઓપ્શન પર ક્લીક કરો. 
  • Google Play Store પરથી Alfred DIY CCTV Home Camera એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો.
  • ઇન્સ્ટોલ કર્યા બાદ આપેલ સૂચનાઓને અનુસરી Start ના ઓપ્શન પર ટેપ કરો.
  • ત્યાર પછી Viewer ને સિલેક્ટ કરો Next બટન પર ટેપ કરો.
  • હવે સાઇન ઇનનું ઓપ્શન જોવા મળશે ત્યાં Google Account થી Sign in કરો.
  • હવે આ એપ તમારા જૂના મોબાઈલમાં ઈન્સ્ટોલ કરો.
  • આ પ્રોસેસ પુર્ણ કરો. પરંતુ Viewer ને સિલેક્ટ ન કરીને Camera ના ઓપ્શન પર ટેપ કરો.
  • ત્યાર બાદ હવે તમારા Google Account થી Sign in કરો.
  • આ સેટિંગ્સને પૂર્ણ કર્યા પછી હવે તમે તમારા જૂના સ્માર્ટફોનનો ઉપયોગ સિક્યુરિટી કેમેરા તરીકે ઉપયોગ કરી શકો છો.


Google NewsGoogle News