મોબાઈલ હેક થયો છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? જાણી લો, તમે પણ બ્લેકમેલિંગના શિકાર થઈ શકો છો
Mobile Virus: આજકાલ મોબાઇલ હેક થવાના ઘણાં કેસ સામે આવી રહ્યાં છે. આ માટે યુઝર્સના મોબાઇલમાં વાયરસ એટલે કે મેલવેર અથવા તો સ્પાઇવેર દ્વારા અટેક કરવામાં આવે છે. આ દ્વારા મોબાઇલને કન્ટ્રોલ કરી લે છે અને યુઝરના ડેટા ચોરી કરી લે છે. સાથે જ બેન્કની ડિટેઇલ્સ પણ હેકર મેળવી શકે છે.
હેકર્સ મોબાઇલને હેક કરીને પોતે જ પૈસાની છેતરપિંડી કરી લે છે અથવા તો ઘણીવાર યુઝર્સને બ્લેકમેઇલ પણ કરે છે. જો કોઈ પર્સનલ ફોટો અથવા તો વીડિયો મળી ગયા તો યુઝરને બ્લેકમેલ પણ કરવામાં આવે છે. મોબાઇલમાં ડેટા રાખવા રિસ્કી હોવાથી સમય-સમય મોબાઇલ કેવી રીતે ઓપરેટ થાય છે એ માટે ધ્યાન આપતાં રહેવું.
ફોનમાં વાયરસ છે કે નહીં કેવી રીતે ચેક કરશો?
- મોબાઇલની બેટરી જરૂરિયાત કરતાં વધુ જલદી ડિસચાર્જ થશે.
- મોબાઇલમાં એવી એપ્લિકેશન હશે જે યુઝરે ક્યારેય ડાઉનલોડ જ નહીં કરી હોય.
- જરૂર કરતાં વધુ ઇન્ટરનેટના ડેટાનો ઉપયોગ થશે.
- અચાનક પોપ-અપ એડવર્ટાઇઝમેન્ટ વધી જવી.
- ફોન ખૂબ જ ધીમો ઓપરેટ થાય.
- એપ્લિકેશન ઓપન થવામાં જરૂર કરતાં વધુ સમય લે.
વાયરસ અથવા તો મેલવેર મોબાઇલમાં કેવી રીતે આવી શકે છે?
- મોબાઇલમાં કનેક્ટરની મદદથી યુએસબી ડ્રાઇવને ઓપરેટ કરવાથી વાયરસ ખૂબ જ સરળતાથી આવી શકે છે.
- પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોર સિવાય અન્ય કોઈ વેબસાઇટ પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરવામાં આવે તો પણ એ આવી શકે છે. હંમેશાં ઓફિશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો.
- અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ અથવા તો ઇમેઇલમાં આવેલી લિંક ઓપન કરવી.
- સોશ્યલ મીડિયા પર અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા ફોટો અથવા તો વીડિયોને ડાઉનલોડ કરવાથી પણ આવી શકે છે.
- અજાણી વેબસાઇટ એક્સેસ કરવાથી પણ મોબાઇલમાં વાયરસ આવી શકે છે.
વાયરસ અથવા તો મેલવેરને કેવી રીતે કાઢવા?
- સૌથી પહેલાં મોબાઇલને બંધ કરી થોડી સેકન્ડ બાદ ફરી સ્ટાર્ટ કરવો. બની શકે કે હાર્ડવેરના કારણે કોઈ વાયરસ હોય તો એને પાવર સપોર્ટ બંધ થતાં ઇશ્યુ સોલ્વ થઈ જાય.
- આ માટે ઓપરેટિંગ સિસ્ટમ રીસ્ટોર કરવી સૌથી બેસ્ટ ઓપ્શન છે. સંપૂર્ણ ડેટા ડિલીટ કરી દેવા. મહત્ત્વના ડેટાનું પહેલાં બેકઅપ કરી લેવો.
- વાઇરસ સ્કેનિંગ એપ્લિકેશન ઇનસ્ટોલ કરવી. આ માટે જાણીતી એપ્લિકેશનનો ઉપયોગ કરવો નહીં કે પ્લે સ્ટોર પર ઉલબ્ધ કોઈ પણ એપ્લિકેશન ઇનસ્ટોલ કરી દેવી.