Get The App

તમારા ફોનમાં વારંવાર આવે છે જાહેરાત તો, જાણી લો બંધ કરવાની રીત

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
તમારા ફોનમાં વારંવાર આવે છે જાહેરાત તો, જાણી લો બંધ કરવાની રીત 1 - image


નવી મુંબઇ,તા. 21 ડિસમ્બર 2023, ગુરુવાર 

Android ફોન પર દેખાતી જાહેરાતોને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઘણી વખત આનાથી યુઝર્સ કોઇ બિનજરૂરી સાઇટ પર રીડાયરેક્ટ થઇ જાય છે. તો ક્યારેક કોઈ ખોટી પ્રોડક્ટ ખરીદવાની ભૂલ કરે છે. આ એડ્સ લોકોના નિયમિત કામોમાં પણ અડચણ પેદા કરે છે.શું તમને ખબર છે તમે આ એડ્સને સરળતાથી બંધ કરી શકો છો. 

પૉપ-અપ્સને બ્લોક કરો

પોપ-અપ એડને બંધ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ 

સૌથી પહેલાં ગુગલ ક્રોમ પર જાઓ

ટોપ રાઇટ કોર્નરના સેંટિગ્સમાં જાઓ

Privacy And Security> Site settings > Pop-ups and redirects જવુ અને ટોગલને બંધ કરવાનું રહેશે.

સાઇટ સેટિંગ્સ બંધ કરો

ઘણી વખત ભૂલથી પણ ઘણી સાઇટ્સને નોટિફિકેશન મોકલવા માટે આપણે પરવાનગી આપી દેતા હોઇએ છીએ. તેને બંધ કરવા માટે, તમારે ફોનની ટોચ પર Google Chrome એપ્લિકેશન આઇકન રાખવું પડશે. ટોપ રાઇટ કોર્નરથી  I બટન પર ટેપ કરો.

આ પછી તમારે Notifications પર જવું અને All Sites notifications વિકલ્પ પર નીચે સ્ક્રોલ કરવું પડશે. અહીં તમને સૂચનાઓ મોકલતી તમામ સાઇટ દેખાશે. અહીંથી તમે બધી સાઇટ માટે ટૉગલને બંધ કરી શકશો.

એપ્લિકેશનની નોટીફિકેશનને બંધ કરો

ઘણી એપ નોટિફિકેશન મોકલવા માટે તમારી પાસેથી પરવાનગી પણ લે છે. આ પરવાનગીઓ બંધ કરી શકો છો. આ માટે તમારે એવી એપ્સ શોધવી પડશે જેના નોટિફિકેશન તમને જોઈતા નથી. આ પછી તમારે તેના પર લોન્ગ પ્રેસ કરવુ પડશે અને પછી i બટન પર ક્લિક કરવું પડશે. આ પછી તમને નોટિફિકેશનનો વિકલ્પ દેખાશે,નોટિફિકેશન જેનાથી તમે બંધ કરી શકશો. 

લૉક સ્ક્રીન સેવાઓ બંધ કરો

ઘણા Android ફોન લૉક સ્ક્રીન વૉલપેપર સેવાઓ સાથે પ્રી-લોડેડ આવે છે. આમાં પણ જાહેરાતો જોવા મળે છે. જો તમે ઇચ્છો તો તમે આને પણ બંધ કરી શકો છો. આ માટે તમારે સેટિંગ્સ > લૉક સ્ક્રીન > વૉલપેપર સેવાઓ પર જઈને none સિલેક્ટ કરવાનું રહેશે.


Google NewsGoogle News