શું તમે આઈ ફોનમાં ગેમ રમવાના શોખીન છો, તો આ રીતે બંધ કરી શકો છો એડ્સ

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
શું તમે આઈ ફોનમાં ગેમ રમવાના શોખીન છો, તો આ રીતે બંધ કરી શકો છો એડ્સ 1 - image


Block AD in iPhone: ગેમના રશિયાઓ મોબાઇલ પર પણ ઘણી ગેમ્સ રમતા હોય છે. જોકે આઇફોન પર ઘણી વાર એડ્સ આ ગેમ રમવાના એક્સપિરિયન્સની મજા બગાડે છે. આ ગેમ્સમાં ઘણી ગેમ્સનો સમાવેશ થાય છે જ ઇન્ટરનેટના ડેટાનો ઉપયોગ કરતું હોય છે. એડ જોવાથી રીવોર્ડ્સ અથવા તો પોઇન્ટ્સ મળતાં હોય છે. આથી ઘણાં લોકો એડ્સ જોવાનું પ્રીફર કરે છે. જોકે એવા પણ ઘણાં લોકો છે જેમને એડ્સ પસંદ નથી. આ માટે કેટલીક ટેક્નિક છે જેનાથી એડ્સ બંધ કરી શકાય છે.

એડ-બ્લોક એપ્લિકેશન

ઇન્ટરનેટનો ઉપોગ કરવી પડે એવી ગેમ્સ હોય તો એ માટે એડ-બ્લોકર એપ્લિકેશનનો ઉપયોગ કરવો. આ માટે ઘણી એપ્લિકેશન છે જે એપસ્ટોર પર મળી શકે છે. આ એપ્લિકેશન ઇન્ટરનેટને સ્ટોપ નથી કરતી, પરંતુ જે પણ પોપ-અપ એપ્લિકેશન આવે છે એને બ્લોક કરે છે.

શું તમે આઈ ફોનમાં ગેમ રમવાના શોખીન છો, તો આ રીતે બંધ કરી શકો છો એડ્સ 2 - image

ચોક્કસ ગેમ્સ માટે મોબાઇલ ડેટા બંધ કરવા

ચોક્કસ ગેમ્સ માટે ઇન્ટરનેટ બંધ કરવાથી આ સમસ્યાનું સમાધાન આવી શકે છે. આ માટે સેટિગ્સમાં મોબાઇલ ડેટામાં જઈને સ્પેસિફિક ગેમ્સ માટે મોબાઇલ ડેટા બંધ કરી દેવા. આ કરવાથી એડ્સ માટે ઇન્ટરનેટ ન મળતાં એડ્સ ગેમમાં આવશે જ નહીં. જો એમ ન કરવું હોય તો મોબાઇલ ડેટા અથવા તો વાઇફાઇ પણ બંધ કરી શકાય છે.

લિમિટ એડ ટ્રેકિંગ

આઇફોનના સેટિંગ્સમાં લિમિટ એડ ટ્રેકિંગ નામનું ફીચર છે. આ ફીચરની મદદથી એડ્સ આવતી ઓછી થશે. જોકે એ બંધ નહીં થાય. આ માટે જે તે એપ્લિકેશનને એડ્સ ટ્રેક કરવા માટેની પરવાનગી પણ નહીં આપવી. એ પરવાનગી આપવામાં ન આવી હોય તો સ્પેસિફિક એરિયાને ટાર્ગેટ કરીને જે એડ આવતી હોય તો એ નહીં આવે.


Google NewsGoogle News