Get The App

ઇન્સ્ટન્ટ લોન આપતી ખોટી ઍપ્લિકેશનને કેવી રીતે ઓળખશો?: એનાથી બચવા માટે આટલું કરો...

Updated: Apr 5th, 2025


Google News
Google News
ઇન્સ્ટન્ટ લોન આપતી ખોટી ઍપ્લિકેશનને કેવી રીતે ઓળખશો?: એનાથી બચવા માટે આટલું કરો... 1 - image


How to Identify Fake Loan Apps: ઇન્સ્ટન્ટ લોન ઍપ્લિકેશનને આજકાલ ખૂબ જ લોકપ્રિયતા મળી રહી છે. આ લોન તરત મળી જતી હોવાથી એના દ્વારા ઘણી છેતરપિંડી પણ કરવામાં આવી રહી છે. કેટલાક યુઝર્સ લોન મેળવવાના ચક્કરમાં તેમની પાસે હોય એટલા રૂપિયા પણ ખોઈ બેઠા છે. આથી આ ખોટી ઇનસ્ટન્ટ લોન આપતી ઍપ્લિકેશનને ઓળખવી અને એનાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે.

કેવી રીતે ઓળખશો ખોટી ઍપ્લિકેશનને?

કોન્ટેક્ટ ડિટેઇલ ચેક કરવી: વિશ્વાસપાત્ર ઍપ્લિકેશનમાં હંમેશા ચોક્કસ માહિતી આપી હોય છે. એમાં રજિસ્ટર્ડ ઑફિસ એડ્રેસની સાથે કસ્ટમર કેર સર્વિસ નંબરથી લઈને ઈમેલ આઇડી પણ હોય છે. જો આ પ્રકારની માહિતી પણ ન હોય તો સમજવું કે આ ઍપ્લિકેશન ખોટી છે અને લૂંટવાના કામ કરે છે.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની પરવાનગી: ભારતમાં કોઈ પણ નાણાકીય સર્વિસ શરુ કરવી હોય તો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની પરવાનગીની જરૂર પડે છે. આથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની ઓફિશ્યલ વેબસાઇટ પર જઈને આ સર્વિસ પ્રોવાઇડર રજિસ્ટર છે કે નહીં એ પણ ચેક કરી શકાય છે. જો એ ઍપ્લિકનનું નામ જે છે એ ત્યાં રજિસ્ટર્ડ ન હોય તો એ ઍપ્લિકેશનથી દૂર રહેવું.

રેટિંગ્સ અને રીવ્યુ જોવા: ગૂગલ પ્લે અને એપ સ્ટોર પર આ ઍપ્લિકેશન છે કે નહીં એ ચેક કરવી. ત્યાર બાદ એના રીવ્યુ અને રેટિંગ્સને ચેક કરવા. જો રિવ્યુ અને રેટિંગ્સ ખરાબ હશે તો સમજવું કે છેતરપિંડીના ચાન્સ વધુ છે. આથી બની શકે ત્યાં સુધી આ પ્રકારની ઍપ્લિકેશનથી દૂર રહેવું. ખરાબ રીવ્યુ, હિડન ચાર્જિંસ અને પૈસા બહુ જલદી ડબલ અથવા તો નહીંવત્ જેવા વ્યાજના દરે પૈસા આપવામાં આવે છે એવી ઓફરથી દૂર રહેવું.

ડેટા માટેની પરવાનગી: કેટલીક ઍપ્લિકેશન જરૂર વગરની પરવાનગીઓ માગે છે. કોન્ટેક્ટ, ફોટો અને લોકેશન જેવી પરવાનગી માગે છે. આથી આ પ્રકારની પરવાનગીથી દૂર રહેવું. મોટાભાગની ઍપ્લિકેશન આવી પરવાનગી નથી માગતી.

સિક્યોર વેબસાઇટ: કોઈ પણ વેબસાઇટ આપવામાં આવે એ સૌથી પહેલાં સિક્યોર છે કે નહીં એ ચેક કરવું. આ માટે https://નો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વેબસાઇટની આગળ આ વસ્તુ હોય ત્યારે એ સિક્યોર હોય છે એ સમજવું. ઘણી વાર યુઝર્સને આ પ્રકારની લિન્ક સેન્ડ કર્યા બાદ તેમને આગામી પેજ પર જતાં અન્ય લિન્ક પર લઈ જવામાં આવે છે. આથી દરેક પેજ પર આ ચેક કરતાં રહેવું અને જો એ ન હોય તો છેતરપિંડીના ચાન્સ વધી જાય છે.

ઇન્સ્ટન્ટ લોન આપતી ખોટી ઍપ્લિકેશનને કેવી રીતે ઓળખશો?: એનાથી બચવા માટે આટલું કરો... 2 - image

KYC: કોઈ પણ વ્યક્તિ લોન આપતું હોય તો એ KYC પ્રોસેસને ચોક્કસ રીતે અનુસરે છે. જો લોન દરમ્યાન આ પ્રોસેસ કરવામાં ન આવે તો સમજી લેવું કે પૈસા સાથે છેતરપિંડી કરવામાં આવે છે.

એડ્વાન્સ પેમેન્ટથી દૂર રહેવું: કોઈ પણ લોન આપતી કંપની ઍડ્વાન્સ પેમેન્ટ નથી માગતી. તેઓ પૈસા આપે છે માગતા નથી. આથી આ રીતે ઍડ્વાન્સ પૈસા માગતી કંપનીઓથી દૂર રહેવું જોઈએ. સ્કેમ હોઈ શકે છે.

આ પણ વાંચો: માઇક્રોસોફ્ટના ચીફ ટેક્નોલોજી ઓફિસરે કહ્યું, ‘આગામી પાંચ વર્ષમાં 95 ટકા કોડ AI દ્વારા જનરેટ કરશે.’

કેવી રીતે રહેશો સુરક્ષીત?

ઉપરની માહિતીને હંમેશાં ધ્યાનમાં રાખવી. આ સાથે જ કોઈ પણ ઍપ્લિકેશન ડાઉનલોડ કરતાં પહેલાં રિસર્ચ કરવું. બને ત્યાં સુધી કોઈ વ્યક્તિએ આ પ્રકારની ઍપ્લિકેશન પરથી અગાઉ લોન લીધી હોય તો એ ચેક કરવું અને પૂરતી માહિતી લેવી. તમામ શરતોને ધ્યાનમાં રાખવી બની શકે કોઈ શરત એવી હોય જેનાથી યુઝર્સને નુક્સાન થઈ શકે. આથી કોઈ પણ ઍપ્લિકેશન ડાઉનલોડ ન કરી દેવી અને કરે તો તમામ ડેટાને એક્સેસ માટેની પરવાનગી નહીં આપવી.

Tags :