Get The App

આઇફોનમાં મેમરી ફૂલ થઈ ગઈ છે તો આ રીતે લેપટોપમાં સરળતાથી ફોટાનું બેકઅપ લઈ શકાશે...

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
આઇફોનમાં મેમરી ફૂલ થઈ ગઈ છે તો આ રીતે લેપટોપમાં સરળતાથી ફોટાનું બેકઅપ લઈ શકાશે... 1 - image


iPhone Photo Backup: આઇફોનમાંથી લેપટોપમાં ફોટાનું બેકઅપ લેવું ખૂબ જ મુશ્કેલ કામ છે. એન્ડ્રોઇડ ફોનમાં મોબાઇલ કનેક્ટ કર્યો કે ફોટોને કોપી-પેસ્ટ કરી લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. જો કે આઇફોનમાં આ કાર્ય થોડું વિચિત્ર છે. આઇફોનનો ઉપયોગ કરવો એટલો સરળ નથી આમ છતાં કેટલાક સરળ રસ્તા છે જેનાથી ફોટાનું બેકઅપ લઈ શકાય. આઇટ્યુન્સની મદદથી ફોટો કોપી કરવાનો ટ્રેડિશનલ ઉપાય તો છે જ. જો કે એ સિવાય કેટલાક અન્ય ઉપાય જોઈએ.

આ પણ વાંચો: હવે મહાકાય બિલ્ડિંગોમાં જ એનર્જી સ્ટોર કરી શકાશે, પછી પાવર બેંકની જેમ કામ કરશે

ઇન્સ્ટન્ટ મેસેજ ઍપ્લિકેશનની મદદથી

ટેલિગ્રામ અને વોટ્સએપ બન્ને મોબાઇલ અને લેપટોપ પર ચાલે છે. તેમ જ બન્ને ઍપ્લિકેશનમાં યુઝર પોતાને મેસેજ મોકલી શકે છે. આ માટે બેમાંથી કોઈ પણ એક ઍપ્લિકેશન પસંદ કરવી અને એને લેપટોપમાંં ઓપન કરવી. વિન્ડોઝ 10 અથવા તો ત્યાર બાદનું વર્ઝન હશે તો ઍપ્લિકેશન ડાઉનલોડ કરી શકાશે. વિન્ડોઝ 7 હશે તો વેબ બ્રાઉઝરથી ઓપન કરવી પડશે. ત્યારબાદ બારકોડ સ્કેન કરી વોટ્સએપ અથવા તો ટેલિગ્રામ ઓપન કરો અને ત્યાર બાદ પોતાને મેસેજ કરવાની ટેબ ઓપન કરવી. આ ટેબ ઓપન કર્યા બાદ એમાં અપલોડના બટન પર ક્લિક કરી ડેટા પસંદ કરી ફોટોની લાઇબ્રેરીમાંથી ફોટો અને વીડિયો સેન્ડ કરી શકાશે. આ ફોટો સેન્ડ થયા બાદ એને લેપટોપ પરથી ડાઉનલોડ કરી લેવા. ટેલિગ્રામમાં સેવ મેસેજિસનો વિકલ્પ પણ છે એની મદદથી પણ ફોટા ટ્રાન્સફર કરી શકાશે.

આઇફોનમાં મેમરી ફૂલ થઈ ગઈ છે તો આ રીતે લેપટોપમાં સરળતાથી ફોટાનું બેકઅપ લઈ શકાશે... 2 - image

ક્લાઉડ ડ્રાઇવનો ઉપયોગ

એપલનું આઇક્લાઉડ, ગૂગલ ડ્રાઇવ, ડ્રોપ બોક્સ જેવા ઘણાં ક્લાઉડ ડ્રાઇવ છે જેની મદદથી ફોટાને એના પર અપલોડ કરી શકાય છે. એના પર અપલોડ કર્યા બાદ લેપટોપ પરથી એને ડાઉનલોડ કરી શકાય છે. આ તમામ ડ્રાઇવમાં ફ્રી સ્ટોરેજ ખૂબ જ ઓછી હોય છે. આથી યુઝર્સને વારંવાર અપલોડ એન્ડ ડાઉનલોડ કરવું પડી શકે છે. એક વારમાં તમામ ફોટો નહીં થાય એ શક્ય છે.

આ પણ વાંચો: સંખ્યાબંધ ટૅક્સીના હૉર્ન અચાનક વાગતા લોકોની ઉંઘ હરામ, લોકોએ ગૂગલ પર ભડાશ કાઢી

એરડ્રોપ

લેપટોપ એપલનું હોય તો ફોટો લેવા ખૂબ જ સરળ છે. મેકબૂકમાં એરડ્રોપ ફીચરનો ઉપયોગ કરીને ફોટો ખૂબ જ ઝડપથી લઈ શકાય છે. આ માટે કોઈ ડેટા લિમિટ કે સાઇઝનું બંધન નથી હોતું.

વિન્ડોઝ લેપટોપ

વિન્ડોઝ લેપટોપમાં એક બીજો રસ્તો પણ છે. વિન્ડોઝમાં આઇફોનને કેબલથી કનેક્ટ કરવો, ત્યાર બાદ માય કોમ્પ્યુટરમાં જવું. અહીં આઇફોન માટેનું એક અલગથી ફોલ્ડર બન્યું હશે. એ ફોલ્ડરમાં એક સાથે ઘણાં ફોલ્ડર હશે. આ તમામ ફોલ્ડરને વારાફરતી કોપી-પેસ્ટ કરી લેવા. એક સાથે કોપી-પેસ્ટ કરવાથી એરર આવી શકે છે. દરેક ફોલ્ડરમાં કેટલા ફોટા છે અને કોપી-પેસ્ટ કર્યા બાદ લેપટોપમાં કેટલા ફોટા આવ્યા એ ખાસ ચેક કરી લેવું. કારણ કે આ રીતે કોપી-પેસ્ટ કરતી વખતે ઘણાં ફોટો રહી જતા હોય છે.


Google NewsGoogle News