કૉલ ફોરવર્ડિંગ સ્કેમ : તમારા ફોન પર આવો કોઈ કોલ આવે તો ચેતી જજો! સમજદારો પણ આવે છે ઝપેટમાં

આ કોઈ નવી રીત નથી પરંતુ અપરાધી એક્ટીવ રીતે હવે તેનો વધુ ઉપયોગ કરી રહ્યા છે

નંબર આગળ *401* કોડ લગાવીને કોલ કરવાથી કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરી દેવામાં આવે છે.

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
કૉલ ફોરવર્ડિંગ સ્કેમ : તમારા ફોન પર આવો કોઈ કોલ આવે તો ચેતી જજો! સમજદારો પણ આવે છે ઝપેટમાં 1 - image
image  freepic

તા. 11 નવેમ્બર 2023, શનિવાર 

સાયબર ફ્રોડ લોકોને ઠગવા રોજ નવી -નવી તરકીબો શોધતા રહેતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી અપરાધીઓ કોલ ફોરવર્ડિગ સ્કેમનો સહારો લઈ રહ્યા છે. આ કોઈ નવી રીત નથી પરંતુ અપરાધી એક્ટીવ રીતે હવે તેનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. આ વિશે કેટલીયે  વાર જીઓ અને એરટેલ  જેવી ટેલીકોમ ઓપરેટર્સ અને Truecaller જેવા કોલર આઈડેંટિફાઈંગ એપ દ્વારા પણ આ ખતરનાર છેતરપીંડી વિશે વોર્નિગ આપી હતી.

માહિતી પ્રમાણે હાલમાં કેટલાય લોકો તેનો શિકાર બની રહ્યા છે

આવા સ્કેમ છેલ્લા ઘણા સમયથી માર્કટમાં ચાલી રહ્યો છે, અને કેટલાય લોકો તેના શિકાર બની રહ્યા છે. કારણ કે લોકોએ તેની માહિતી નથી હોતી અને સાયબર ગુનેગારો ખૂબ જ ચાલાકીથી તેમનો અંજામ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આ સ્કેમ વિશે બતાવવામાં આવી રહ્યું છે.

કેવો હોય છે કોલ ફોરવર્ડિંગ સ્કેમ

આ સ્કેમ કરવાની એક જ રીત છે, જોકે, ગુનેગાર તેને અંજામ આપવા માટે વિવિધ સ્ટોરીનો સહારો લેતો રહે છે. કોઈક વાર લોકોને મોબાઈલ નેટવર્ક ઓપરેટર બનીને ફોન કરતો હોય છે, તો ક્યારેક ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ બનીને કરતા હોય છે. આ સિવાય કેટલીકવાર તે કુરિયર સર્વિસનું બહાનું કરીને લોકોને પોતાનો શિકાર બનાવે છે. 

જેમા ઈન્ટરનેટનો પ્રોબલેમ આવતો હોય તો અપરાધી લોકોને સિમકાર્ડનો કેટલોક પ્રોબલેમ આવે છે તેવું કહીને કોલ કરતા હોય છે. આ રીતે ક્યારેક કુરિયર ન પહોચવા પર અપરાધી એક નંબર આપી તેના પર ડાયલ કરવાનું કહે છે. પરંતુ તેમની રીત એક જ પ્રકારની હોય છે. અને તેમા અપરાધી જે નંબર આપે છે તેની આગળ *401* નંબર લગાવવાનું કહેતો હોય છે. 

નંબર આગળ *401* કોડ લગાવીને કોલ કરવાથી કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે કોઈ નંબર આગળ *401* કોડ લગાવીને કોલ કરવાથી કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરી દેવામાં આવે છે. એટલે કે તમારા દરેક કોલ એ નંબર પર જાય છે, અને સાથે સાથે OTP કંફરમેશન કોલ્સ પણ ફોર્વર્ડ થવા લાગે છે. પછી જ્યારે અપરાધીઓ તમારા નંબર પર એક્સેસ મેળવી લે છે, અને તે બેંક એકાઉન્ટ અથવા મેસેજીંગ એપને એક્સેસ કરવાની કોશિશ કરવા લાગે છે. 


Google NewsGoogle News