દુનિયાના કયા દેશમાં કેટલો હશે આઇ ફોન 16નો ભાવ? આ દેશમાં સૌથી મોંઘો હશે
Apple iPhone 16 Price: એપલ નવમી સપ્ટેમ્બરે આઇફોન 16 સીરિઝલોન્ચ કરવા જઈ રહ્યું છે. દુનિયાભરના દેશોમાં આ ફોનની અલગ-અલગ કિંમત હશે, પરંતુ સૌથી મોંઘો આઇફોન પાકિસ્તાનમાં મળશે. આ સિરીઝમાં આઇફોન 16, આઇફોન 16 પ્લસ, આઇફોન 16 પ્રો અને આઇફોન 16 પ્રો મેક્સનો સમાવેશ કરવામાં આવશે. આ નવી સિરીઝમાં આઇફોન 15 કરતાં ઘણાં મોટા બદલાવ હોવાનું અનુમાન છે. આઇફોનમાં કેમેરા, પ્રોસેસર અને ડિઝાઇન તો બદલવામાં આવી જ છે, પરંતુ એની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 18માં એપલ ઇન્ટેલિજન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતમાં શું હશે આઇફોન 16ની કિંમત?
ભારતમાં આઇફોન 16ને 79,900 રૂપિયામાં અને આઇફોન 16 પ્લસને 89,900 રૂપિયાથી કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 1,29,900 રૂપિયા અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 1,39,900 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ દરેક કિંમત સૌથી જીબી ધરાવતા આઇફોનની છે. પ્રો મોડલ્સની કિંમત આનાથી વધુ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
અમેરિકામાં શું હશે આઇફોન 16ની કિંમત?
અમેરિકામાં આઇફોન 16ને 799 ડોલર (67,100 રૂપિયા)માં અને આઇફોન 16 પ્લસને 899 ડોલર (75,500 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 1099 ડોલર (92,300 રૂપિયા) અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 1199 ડોલર (1,00,700 રૂપિયા)થી શરૂ થઈ શકે છે. આ દરેક કિંમત સૌથી જીબી ધરાવતા આઇફોનની છે. પ્રો મોડલ્સની કિંમત આનાથી વધુ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
યૂકેમાં શું હોઈ શકે આઇફોન 16ની કિંમત?
યૂકેમાં આઇફોન 16ને 799 પાઉન્ડ (88,400 રૂપિયા)માં અને આઇફોન 16 પ્લસને 899 પાઉન્ડ (99,490 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 999 ડોલર (1,10,550 રૂપિયા) અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 1199 પાઉન્ડ (1,32,691 રૂપિયા)થી શરૂ થઈ શકે છે.
યૂરોપમાં શું હોઈ શકે આઇફોન 16ની કિંમત?
યૂરોપમાં આઇફોન 16ને 969 યૂરો (90,400 રૂપિયા)માં અને આઇફોન 16 પ્લસને 1119 યૂરો (1,04,400 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 1229 યૂરો (1,14,690 રૂપિયા) અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 1479 યૂરો (1,38,000 રૂપિયા)થી શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો: તમારો ફોન તમારી બધી વાત સાંભળે છે, જુઓ હવે તો પુરાવો પણ મળી ગયો
ઓસ્ટ્રેલિયામાં કેટલાનો મળશે આઇફોન 16?
ઓસ્ટ્રેલિયામાં આઇફોન 16ને 1499 ઓસ્ટ્રેલિયન ડોલર (84,800 રૂપિયા)માં અને આઇફોન 16 પ્લસને 1649 ઓસ્ટ્રેલિયન ડોલર (93,300 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 1849 ઓસ્ટ્રેલિયન ડોલર (1,04,600 રૂપિયા) અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 2199 ઓસ્ટ્રેલિયન ડોલર (1,24,400 રૂપિયા)થી શરૂ થઈ શકે છે.
UAEમાં કેટલાનો મળશે આઇફોન 16?
UAEમાં આઇફોન 16ને 3200 દિરહમ (73,150 રૂપિયા)માં અને આઇફોન 16 પ્લસને 3700 દિરહમ (84,600 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 4600 દિરહમ (1,05,180 રૂપિયા) અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 5100 દિરહમ (1,16,600 રૂપિયા)થી શરૂ થઈ શકે છે.
જપાનમાં કેટલાનો મળશે આઇફોન 16?
જપાનમાં આઇફોન 16ને 1,19,800 યેન (70,200 રૂપિયા)માં અને આઇફોન 16 પ્લસને 1,38,600 યેન (81,250 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 1,78,651 યેન (1,04,700 રૂપિયા) અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 1,98,200 યેન (1,16,180 રૂપિયા)થી શરૂ થઈ શકે છે.
પાકિસ્તાનમાં કેટલાનો મળશે આઇફોન 16?
પાકિસ્તાનમાં આઇફોન 16ને 3,39,999 પાકિસ્તાની રૂપિયા (1,02,507 રૂપિયા)માં અને આઇફોન 16 પ્લસને 3,99,999 પાકિસ્તાની રૂપિયા (1,20,600 રૂપિયા)ની કિંમતે લોન્ચ કરવામાં આવી શકે છે. આઇફોન 16 પ્રોની કિંમત 4,79,999 પાકિસ્તાની રૂપિયા (1,44,700 રૂપિયા) અને આઇફોન 16 પ્રો મેક્સની કિંમત 5,69,999 પાકિસ્તાની રૂપિયા (1,71,850 રૂપિયા)થી શરૂ થઈ શકે છે.
કયા દેશમાં મળશે સૌથી સસ્તો આઇફોન?
દુનિયામાં સૌથી સસ્તો આઇફોન અમેરિકામાં મળે છે. ફોન ત્યાં સસ્તો મળવાનું કારણ ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટીન થી હોતી. એપલ અમેરિકાની કંપની હોવાથી ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી નથી હોતી. આ સિવાયના તમામ દેશમાં ઇમ્પોર્ટ ડ્યુટી ચૂકવવામાં આવે છે. આથી દરેક દેશમાં કિંમત અલગ – અલગ જોવા મળે છે. આ વર્ષે ભારતમાં આઇફોન 16 પ્રો મોડલ્સનું પણ પ્રોડક્શન કરવામાં આવશે. તેમ જ સરકારે બજેટમાં ઇમ્પોર્ટ ડ્યુટીની દર પણ ઓછા કર્યા છે. જોકે એમ છતાં આઇફોનની કિંમતમાં ફરત નહીં જોવા મળે. એ વધુ મોંઘા થવાના ચાન્સ છે. જોકે દુનિયામાં સૌથી મોંઘા આઇફોન ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં મળશે.