Get The App

કયા દેશમાં કેટલા દિવસ કામ કરો તો iPhone 16 માટે પૈસા ભેગા થાય? આંકડા ચોંકાવનારા

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
iPhone 16 Price


iPhone 16 Price : આઇફોન તેની સુરક્ષા માટે જાણીતી બ્રાન્ડ છે. દુનિયાભરમાં એના લેટેસ્ટ વર્ઝનની રાહ જોવાતી હોય છે. 2024માં આઇફોન 16 પ્રો (128 જીબી) લોન્ચ કરવામાં આવ્યો ત્યારથી એ સતત ચર્ચામાં રહ્યો છે. તાજેતરમાં વિશ્લેષકોએ એના વિશે એક રસપ્રદ ઇન્ડેક્સ રજૂ કરી છે અને તે એ કે આઇફોન 16 ખરીદવા માટે કયા દેશના નાગરિકે કેટલા દિવસ કામ કરવું પડશે. ચાલો, એક નજર નાંખીએ એ ઇન્ડેક્સ પર અને જાણીએ કે ભારતીય નાગરિક આમાં ક્યાં ઊભો છે. 

કયા દેશમાં કેટલા દિવસ કામ કરો તો iPhone 16 માટે પૈસા ભેગા થાય? આંકડા ચોંકાવનારા 2 - image

આ દેશમાં સૌથી સરળ છે આઇફોન 16 ખરીદવું

ઇન્ડેક્સ માટે આઇફોન 16 પ્રો(128 જીબી)ની સરેરાશ કિંમત 999 ડૉલર ગણવામાં આવી છે. એ હિસાબે જોઈએ તો આ ઇન્ડેક્સમાં પહેલા નંબરે આવે છે સ્વિટ્ઝર્લૅન્ડ. આ ફોન ખરીદવા માટે સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિકે ફક્ત 4 દિવસ કામ કરવાની જરૂર છે. બીજે નંબરે છે અમેરિકા. સરેરાશ અમેરિકનને આ માટે 5.1 દિવસ લાગશે. ત્રીજો નંબર મેળવે છે ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર. બન્ને દેશના નાગરિકોને આઇફોન ખરીદવા માટે 5.7 દિવસ કામ કરવું પડશે. 

કયા દેશમાં કેટલા દિવસ કામ કરો તો iPhone 16 માટે પૈસા ભેગા થાય? આંકડા ચોંકાવનારા 3 - image

આ દેશોએ સૌથી વધારે મહેનત કરવી પડશે

ઇન્ડેક્સમાં સૌથી નીચે છે તુર્કીયે. તુર્કીયેના રહેવાસીએ નવો iPhone ખરીદવા માટે 72.9 દિવસ કામ કરવું પડશે. રેન્કિંગમાં બીજું અને ત્રીજું સ્થાન ફિલિપાઇન્સ અને બ્રાઝિલનું છે, જેના નાગરિકોએ અનુક્રમે 68.8 અને 68.6 દિવસ મહેનત કરવી પડશે.

કયા દેશમાં કેટલા દિવસ કામ કરો તો iPhone 16 માટે પૈસા ભેગા થાય? આંકડા ચોંકાવનારા 4 - image

ભારતે પણ બહુ હરખાવા જેવું નથી

સુપરસ્માર્ટ આઇફોન 16 પ્રો (128 જીબી) ખરીદવાની ક્ષમતા બાબતે ભારતનું સ્થાન પણ નીચેની તરફ જ છે. સરેરાશ ભારતીય નાગરિકે આ મોંઘો ફોન ખરીદવા માટે 47.6 દિવસ કામ કરવું પડશે, એવું આ ઇન્ડેક્સ કહે છે. 

આ પણ વાંચો : ગૂગલનું જોરદાર ફીચર, એક જ ક્લિકમાં ખબર પડશે ફોટો કે વીડિયો ઓરિજિનલ છે કે AI

આ રીતે તૈયાર કરાય છે આ ઇન્ડેક્સ 

આઇફોન ઇન્ડેક્સ 2024ની ગણતરી iPhone 16 Pro(128 GB)ની સત્તાવાર કિંમતોના આધારે કરવામાં આવી છે. સરેરાશ નાગરિક વેતન જે-તે દેશની સત્તાવાર આંકડાકીય કાર્યાલયની વેબસાઇટ્સ પરથી લેવામાં આવે છે. એક મહિનામાં કામકાજના દિવસો 21 હોય છે, એ રીતે ગણતરી કરવામાં આવે છે. આઇફોન બાબતે આ પ્રકારની ઇન્ડેક્સ વર્ષ 2018થી રજૂ કરવામાં આવે છે.


Google NewsGoogle News