ઝેરી હવા માટે શું કૃત્રિમ વરસાદ બનશે તારણહાર! જાણો કેટલા દિવસ સુધી મળે છે રાહત
દિલ્લી-NCRમાં પ્રદૂષણ એટલું વધી ગયું છે કે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે
એવામાં સરકારે આ પ્રદુષણથી રાહત મેળવવા માટે કૃત્રિમ વર્ષા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
Delhi-NCR Rain Pollution: દિલ્લીની હાલત હાલ ગેસ ચેમ્બર જેવી છે, અહીની હવામાં સંપૂર્ણપણે પ્રદુષણ ભળી ચુક્યું છે. લોકો રોજની 15-20 સિગારેટ પીવા જેટલા ધુમાડાનો રોજ સામનો કરે છે. જેથી એવું લાગી રહ્યું છે કે વરસાદના કારણે લોકોને રાહત મળી શકે છે. પણ પ્રશ્ન એ થાય કે આ વરસાદ પ્રદુષની ઓછું કરી દેશે, તેમજ પ્રદુષણ ઓછું કરવા આ કૃત્રિમ વર્ષા કેટલા અંશે સફળ રહેશે? તો જાણીએ આ બાબતે.
વરસાદથી થઇ શકે છે પ્રદુષણમાં ઘટાડો
વરસાદના કારણે દિલ્લી અને તેની આસપાસનો વિસ્તાર હવાને સાફ કરવાનું કામ કર્યું છે. દિલ્લી એનસીઆરમાં કાલ રાતથી જ ધીમો વરસાદ પડી રહ્યો છે, જેની અસર દેખાય છે એએનઆઈની એક રિપોર્ટ પ્રમાણે કાલ રાત્રે અમુક ક્ષેત્રમાં AQI ઘટીને 100ની આસપાસ થયો હતો. આ કારણે જ સરકાર કલાઉડ સીડિંગ કરાવવાની યોજનાઓ બનાવી રહી હતી. જેથી વરસાદના કારણે હવામાં રહેલ ધૂળ ધુમાડો સાફ થઇ જાય અને પ્રદુષણમાં ઘટાડો થાય.
કેટલા દિવસ સુધી રહેશે અસર?
આ ઉપરાંત જો હવા સાફ રાખવાની વાત કરવામાં આવે તો એક મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ વરસાદની અસર ત્રણથી ચાર દિવસ માટે રહી શકે છે. આ ઉપરાંત વૈજ્ઞાનિકોને એ પણ ચિંતા છે હજુ દિવાળીની ઉજવણી બાકી છે. કારણકે દિવાળી દરમ્યાન ફટાકડાના કારણે પ્રદુષણ ફેલાવાનું જોખમ વધી જાય છે. આથી સરકાર લોકોને અપીલ કરે છે કે દિવાળી દરમ્યાન ગ્રીન ક્રેકર્સનો જ ઉપયોગ કરવામાં આવે કારણકે ઉજવણી દરમ્યાન હવા સાફ રાખવી એ પણ દેશના નાગરિકોની જવાબદારી છે.