Get The App

હવે ચોરાઈ ગયેલા એન્ડ્રોઈડ મોબાઈલ ફોન થઈ જશે ભંગાર, Google લાવ્યું નવું ફિચર

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
Android Mobile

Image Envato 

Google New  feature:  Google I/O 2024માં એક નવા ફીચરની જાહેરાત કરી હતી. જે નવું એન્ટી થેફ્ટ ડિટેક્શન ફીચર છે. કંપનીએ હવે આ ફીચરના ટેસ્ટિંગ શરુઆત કરી દીધી છે. આ ફીચર મુખ્યત્વે ત્રણ રીતે કામ કરશે. આ Android મોબાઈલ માટે એક સેફગાર્ડ તરીકે કામ કરશે, આ સાથે તેમા Android ફોનની ચોરી પર લગામ લાગશે. ગૂગલે આ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે અને તેની શરૂઆત બ્રાઝિલથી થઈ છે.

આ ટેકનિક મોબાઈલને લોક કરી નાખશે

ગૂગલનું આ ફીચર ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. સ્માર્ટફોન ચોરાઈ ગયા પછી આ ટેકનિક મોબાઈલને લોક કરી નાખશે, ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ UPI એપની મદદથી કોઈ ડેટા, ફોટો કે પેમેન્ટ કરી શકશે નહીં.

નવા એન્ટી-થેફ્ટ ફીચરનો હેતુ સ્માર્ટફોનમાં રહેલા યુઝર્સના ડેટાને સુરક્ષિત કરવાનો છે. ગૂગલના જણાવ્યા  પ્રમાણે આ નવું ફીચર હંમેશા યુઝર્સના ડેટાને ચોરી પછી અથવા ચોરી દરમિયાન સુરક્ષિત રાખશે.

Googleનું આ ફીચર ત્રણ રીતે કામ કરશે

ગૂગલનું આ ફીચર ત્રણ રીતે કામ કરશે એટલે કે ફોનને ત્રણ રીતે લોક કરવાનું કામ કરશે.

1. પેહલી રીત.. ગુગલ AIનો ઉપયોગ હેન્ડસેટ શોધવા માટે કરશે કે, તે ચોર પાસે છે કે, મૂળ માલિક પાસે છે. થોડીવાર ડિટેક્ટ કર્યા બાદ તે મોબાઈલને લોક કરી નાખશે.

2. બીજી રીત એ છે કે, યુઝર્સ રિમોટ દ્વારા પોતાના સ્માર્ટફોનની સ્ક્રીનને લોક કરી શકે છે. તેના માટે યુઝર્સ કોઈપણ અન્ય ડિવાઈસનો ઉપયોગ કરી શકે છે અને એક પ્રોસેસ ફોલો કરીને ચોરેલા મોબાઈલને લોક કરી શકે છે.

3. ત્રીજુ, આમાં ઓટોમેટિક ચોરીનો મોબાઈલ લોક થઈ જાય છે. જ્યારે ફોન લાંબા સમય સુધી ઇન્ટરનેટ સાથે કનેક્ટ થતો નથી, ત્યારે તે ઓટોમેટિક લોક થઈ જશે.

મોબાઈલ માટે એક સેફગાર્ડ તરીકે કરશે કામ

Google એ આ ફીચરને એક સેફગાર્ડ  તરીકે તૈયાર કર્યું છે. જે શંકાસ્પદ પ્રવૃત્તિ થાય ત્યારે તરત જ ચાલુ થઈ જાય છે. આ ફીચરનો રોલ આઉટ પ્લે સર્વિસ (Android 10+) દ્વારા શરુ થયો છે.

હાલમાં તેમા યુઝર્સના ફીડબેક લેવામાં આવી રહ્યા છે, અને જો બધું બરાબર રહેશે, તો ટૂંક સમયમાં તેને અન્ય દેશો માટે પણ રિલીઝ કરવામાં આવશે. ગૂગલે કહ્યું કે, તે આ વર્ષેના જુલાઈ મહિનામાં અન્ય દેશોમાં પણ રિલીઝ કરવામાં આવશે.

ચોરો પર આવશે લગામ

ગૂગલના આ ફીચર પછી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ચોરી પર લગામ આવી શકે છે. ચોર, ચોરીનો ફોન પણ વેચી પમ નહીં શકે. ફોન વેચવા માટે મોબાઇલ માલિકના ઓળખપત્રની જરૂર પડશે.


Google NewsGoogle News