Get The App

ટેક્નોલોજી પડી ભારે: વોટ્સએપ સ્ટોરીને કારણે 2.4 લાખની ચોરી પકડાઈ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ટેક્નોલોજી પડી ભારે: વોટ્સએપ સ્ટોરીને કારણે 2.4 લાખની ચોરી પકડાઈ 1 - image


WhatsApp Story Leads To Stolen Items: મુંબઈમાં એક ઘરમાં કામ કરતી  મહિલાએ વોટ્સએપ સ્ટોરી મૂકતાં 2.4 લાખ રૂપિયાની ચોરી પકડાઈ હતી. મુંબઈના કાંદિવલીમાં રહેતાં એક કપલના ઘરે થોડી-થોડી વસ્તુ ગાયબ થઈ રહી હતી. અચાનક, તેમના ઘરે કામ કરતી રૂપાલી સિંહ નામની મહિલાએ સ્ટોરી મૂકતાં આ ચોરી પકડાઈ હતી.

વર્કિંગ કપલ

કાંદિવલીમાં એક કપલના ઘરે છેલ્લાં બે વર્ષથી રૂપાલી કામ કરતી હતી. આ કપલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવતું હતું, તેથી તેમના 3BHK ઘરની સાફ-સફાઈ અને બાળકોને સંભાળવાની જવાબદારી રૂપાલીને સોંપવામાં આવી હતી. રૂપાલીએ સાત ઓક્ટોબરે ઘરનું કામ છોડી દીધું હતું. તેણે કહ્યું હતું કે તેના ઘરે ફેમિલી ઈશ્યુ હોવાથી તેને કામ છોડવું પડી રહ્યું છે. તેના પેરન્ટ્સ ડિવોર્સ લઈ રહ્યા હોવાથી તે ડિસટર્બ છે અને કામ છોડી રહી છે.

સાડી થઈ ગાયબ

આ કપલ દશેરાના દિવસે પૂજા કરવા માટે તૈયારીમાં હતું ત્યારે વાઈફ તેની નવી સાડી શોધી રહી હતી. એ સાડી તેના કબાટમાંથી ગાયબ થઈ ગઈ હતી. જ્યારે તેણે રૂપાલીને આ વિશે પૂછ્યું ત્યારે રૂપાલીએ કહ્યું હતું કે સાડીને ઇસ્ત્રી કરીને કબાટમાં મૂકી દીધી હતી. જો કે, ઘરનો દરેક ખૂણો શોધ્યા છતાં એ સાડી નહોતી મળી.

ટેક્નોલોજી પડી ભારે: વોટ્સએપ સ્ટોરીને કારણે 2.4 લાખની ચોરી પકડાઈ 2 - image

CCTV ફૂટેજ

રૂપાલી જ્યારે ઘર છોડીને જવાની હતી એ દિવસનું CCTV ફૂટેજ કપલે ચેક કર્યું. એમાં રૂપાલીનું વર્તન થોડું અજીબ લાગી રહ્યું હતું, અને તેની બેગ રોજ કરતા વધુ ભરેલી લાગી રહી હતી.

આ પણ વાંચો: બેન્ગલોરમાં એર ટેક્સી: ઝડપી, સસ્તી અને પ્રદૂષણ મુક્ત મુસાફરી એ પણ ફક્ત 1700 રૂપિયામાં

વોટ્સએપ સ્ટોરી

થોડા દિવસ બાદ રૂપાલી દ્વારા વોટ્સએપ પર સ્ટોરી મૂકવામાં આવી. આ સ્ટોરીમાં તે સાડી અને વોચ જોવા મળ્યા જે કપલના હતા. આથી, આ સ્ટોરી બાદ કપલે ઘરની દરેક વસ્તુ ચેક કરી અને જાણ થઇ કે ટોટલ 2.4 લાખ રૂપિયાની વસ્તુઓ ગાયબ હતી. એમાં જ્વેલરી, ચશ્મા, બાળકની બેગ અને કેશ પૈસા પણ ગાયબ હતા. આથી કપલે તરત પોલીસ ફરિયાદ કરી, અને તેની શોધ હવે ચાલુ છે.


Google NewsGoogle News