વીડિયો કૉલિંગનું ફ્યૂચર છે આ ટેક્નોલોજી, દૂર બેઠેલી વ્યક્તિ પણ સામે આવીને ઊભી રહી જશે
નેધરલેંડની એક કંપનીએ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો 2024 કરી કમાલ!
એક એવી ડિવાઈસ જોવા મળી છે કે જે વીડિયો કૉલિંગનું ભવિષ્ય બદલી શકે છે
Holobox from Holoconnects: કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક શો 2024 માં ઘણી નવી ટેકનોલોજી જોવા મળે છે. જેમાં એક એવી નવી ટેકનોલોજી જોવા મળી, જે નેધરલેંડની એક કંપની Holoconnects દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. આ નવી ટેકનોલોજી વીડિયો કૉલિંગનું ભવિષ્ય બદલી શકે છે. જેમકે જો તમે ઘરમાં એકલા હોય અને તમે ઈચ્છો કે તમારી સાથે વાત કરવા કોઈ તમારી સામે આવી જાય, તો તે Holobox ના કારણે શક્ય છે.
Holobox ની મદદથી બદલશે વીડિયો કૉલિંગનું ભવિષ્ય
આ ડિવાઈસને ઈન્ટરનેટ કનેક્શન અને Holobox ની મદદથી દુનિયાના કોઈપણ ખૂણે પ્રોજેક્ટ કરી શકાય છે. તેમજ તેમાં 86 ઇંચની એક ટ્રાન્સપેરન્ટ સ્ક્રીન સાથે એડવાન્સ સોફ્ટવેર અને હાર્ડવેર કંપોનેંટસ છે. આ ડિવાઈસ એચડી 4K માં 3D હોલોગ્રામ બનાવે છે. તેમજ જે વ્યક્તિ હોલોબોક્સમાં દેખાશે તેની પાસે પણ રેકોર્ડ કરવા માટે 4K કેમેરા હોવો જરૂરી છે. આ ઉપરાંત સારી લાઈટ અને એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ કે જેની આગળ ઉભા રહી શકાય. 22 ઇંચની સ્ક્રીન ધરાવતું હોલોબોક્સ પણ આવે છે. જેમાં 86 ઇંચના હોલોબોક્સની હાર્ડવેર કિંમત $40,000 અને $50,000 ની વચ્ચે તેમજ 22 ઇંચના મીની હોલોબોક્સની કિંમત $7,000 થી $10,000 છે.
Holographic video technology could be the future of video calls. Created by a company from the Netherlands, the Holobox uses a 4K camera to send a 3D hologram over the internet pic.twitter.com/n64Ow4pmIo
— Reuters (@Reuters) January 12, 2024
આ રીતે જોઈ શકાય છે વ્યક્તિની 3D ઈમેજ
Holoconnects ના એમડી સ્ટીવ સ્ટર્લિંગે જણાવ્યું કે આ ટેકનોલોજીમાં ડેપ્થવાળી ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે 3D ફિલ આવે છે. તેમજ તેને બ્રાઈટનેસ આપવા અને બેકગ્રાઉન્ડ અલગ કરવા માટે ટોપ અને સાઈડથી 150,000 lumens લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ઈમેજને 3D સ્વરૂપે જોઈ શકાય. આ ડિવાઈસની મદદથી લોકો તેની એકલતા સરળતાથી દુર કરી શકે છે.
2018 માં એક વિચારથી શરુ કર્યું HoloConnects
Holobox એ HoloConnects CEO આન્દ્રે સ્મિથ અને તેમના બિઝનેસ પાર્ટનર માર્નીક્સ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તેમણે 2018માં તેમના કુટુંબના સભ્યના મૃત્યુ પછી આ કંપનીની સ્થાપના કરી હતી. તેમનો આ ટેકનોલોજી વિકસાવવા પાછળનો મૂળ ખ્યાલ ભૂતકાળની યાદોને કેપ્ચર કરી શકે તેવા ઉપકરણ બનાવવાનો હતો, જેથી પ્રિયજનોને તેમના મૃત્યુ પછી આબેહૂબ રીતે યાદ કરી શકાય. આ વિચાર આખરે હોલોબોક્સમાં વિકસિત થયો.