Get The App

હેમોલંગ રેસ્પિરેટરી ડિવાઈસ બચાવશે કોરોનાના ગંભીર દર્દીઓનો જીવ

FDAએ ઈમરજન્સીમાં આ મશીનના ઉપયોગની છૂટ આપી

Updated: Apr 30th, 2020


Google NewsGoogle News
હેમોલંગ રેસ્પિરેટરી ડિવાઈસ બચાવશે કોરોનાના ગંભીર દર્દીઓનો જીવ 1 - image


વોશિંગ્ટન, તા. 30 એપ્રિલ 2020, ગુરૂવાર

અમેરિકાની પીટ્સબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જેની મદદથી દર્દીઓના લોહીમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને સરળતાથી કાઢી શકાય છે. આ ડિવાઈસ દર્દીઓ માટે ફેફસા જેવું કામ કરશે જે રીતે ડાયાલિસીસનું મશીન કિડનીનું કામ કરે છે. 

યુનિવર્સિટીની સ્વોનસન સ્કુલ ઓફ એન્જિનિયરીંગના બાયો એન્જિનિયર પ્રો. વિલિયમ ફેડરસ્પીલે જણાવ્યું કે, હેમોલંગ મશીન વડે લોહીમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડને સરળતાથી કાઢી શકાય છે. વેન્ટિલેટરના કારણે ફેફસાને ખૂબ વધારે નુકસાન થઈ રહ્યું છે પરંતુ આ મશીનના કારણે દર્દીને બેભાન નહીં કરવા પડે.

FDAએ મશીનને મંજૂરી આપી

એફડીએએ ઈમરજન્સીમાં આ મશીનનો ઉપયોગ કરવા મંજૂરી આપી દીધી છે. નિષ્ણાંતોના મતે તેના વડે કોરોનાના ગંભીર દર્દીઓને બચાવી શકાય છે. 

ડિવાઈસ COPD દર્દીઓ માટે બનાવાયેલું

આ મશીન સીઓપીડી અને શ્વાસના ગંભીર રોગીઓ માટે બનાવવામાં આવ્યું હતું. યુરોપમાં 2013માં આ મશીનને મંજૂરી આપી દેવાઈ હતી જ્યારે અમેરિકામાં હજુ તેની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. 


Google NewsGoogle News