યુટ્યૂબ પર સ્વાસ્થ્ય સંબંધિત વીડિયો વધુ ભરોસાપાત્ર બન્યા
તમને ડાયાબિટીસ છે? રોજ રાત્રે મેથીના દાણા પલાળીને સવારે પી જાઓ..., કોલેસ્ટ્રોલ કે હાઇ બીપી ઘટાડવા રોજ દસ હજાર સ્ટેપ્સ ચાલો..., વજન ઘટાડવું છે, ખાંડને બદલે ગોળવાળી ચા
પીઓ... આપણે રોજેરોજ વોટ્સએપ પર
વિવિધ એક્સપર્ટ્સ તરફથી આવાં સલાહસૂચન કરતા વીડિયો જોઈએ છીએ અને તેના પર આંધળો અમલ પણ કરીએ છીએ.
આ બધામાં ઉપયોગી કે તદ્દન નુક્સાનકારક બાબતોની જબરી ભેળસેળ હોય. અધૂરામાં પૂરું, કોણ ખરેખર એક્સપર્ટ એ નક્કી કરવાની કોઈ સહેલી રીત જ નહીં.
વોટ્સએપ પર જોવા મળતા આવા ઘણા વીડિયોનાં મૂળ યુટ્યૂબની કોઈ ચેનલમાં હોય, તો કેટલાક સીધા જ વોટ્સએપ પર શેર થાય એટલે તેના વિશે વધુ જાણકારી મેળવવી વધુ
મુશ્કેલ બને.
યુટ્યૂબ પર, ખાસ કરીને ભારતમાં હેલ્થ
સંબંધિત વીડિયોનો રાફડો છે. ૨૦૨૩ના ફક્ત એક વર્ષમાં, ભારતમાં યુટ્યૂબ પર આવા ૬૦ લાખ વીડિયો અપલોડ થયા હતા અને તે કુલ ૭૫ અબજ વાર
જોવાયા હતા!
બીજી તરફ, ભારત જેવા વિશાળ અને બહોળી
વસતી ધરાવતા દેશમાં ડોક્ટર્સની આમ પણ અછત છે ત્યારે સૌના હાથમાં મોબાઇલ અને
તેમાંની યુટ્યૂબ એપથી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી સૌ સુધી પહોચાડવી બહુ સહેલી છે -
ફક્ત એ માહિતીનો સ્રોત વિશ્વાસપાત્ર હોવો જોઈએ.
એ માટે યુટ્યૂબે વિવિધ હોસ્પિટલ્સના સાથમાં અધિકૃત સ્વાસ્થ્ય માહિતી ધરાવતા
વીડિયો પ્રમોટ કરવાનું શરૂ કર્યું હતું. હવે આ પહેલમાં કોઈ પણ રજિસ્ટર્ડ ડોક્ટર પણ
જોડાઈ શકે છે. યુ્ટ્યૂબે આવા, તેની પેનલ પરના ડોક્ટરની
ચેનલના વીડિયો નીચે આ માહિતી ભારતમાં રજિસ્ટર્ડ
ડોક્ટર તરફથી છે એવું લેબલ લગાવવાનું શરૂ
કર્યંુ છે.
મતલબ કે આપણે યુટ્યૂબ પર સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ વીડિયો જોઈએ ત્યારે આવું
લેબલ હોય તો જ તેના પર ભરોસો મૂકવાનો!