રાત્રે સૂતા પહેલા છોડી દેવો જોઈએ મોબાઈલ ફોન, નહીંતર આરોગ્ય પર પડશે ગંભીર અસર
Mobile Phone Use Before Sleeping : આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયો છે. કામ હોય, મનોરંજન હોય કે સોશિયલ મીડિયા હોય મોબાઈલ ભાગ્યે જ આપણા હાથમાંથી દૂર રહે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે સૂતા પહેલા ફોનનો ઉપયોગ તમારા જીવનમાં અનેક સમસ્યાઓને નોતરી શકે છે. જી હા, સૂતા પહેલા ફોનનો ઉપયોગ કરવો તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે.
રાત્રે સૂવાના આટલા સમય પહેલા છોડી દેવો જોઈએ મોબાઈલ ફોન
એક્સપર્ટનું માનીએ તો સૂવાના ઓછામાં ઓછા 30 મિનિટથી 1 કલાક પહેલા ફોનનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. જો તમે આ નહીં કરો, તો તેનાથી ઊંઘ સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે, જેમ કે ઈન્સોન્મિયા અને સર્કેડિયન રિધમમાં વિક્ષેપ. આગળ જતા તે ડિપ્રેશન, એન્ઝાયટી અને હૃદય રોગની બીમારીનું કારણ બની શકે છે.
ફોન ઊંઘ પર કેવી રીતે અસર કરી શકે?
સ્માર્ટફોનમાંથી નીકળતી બ્લૂ લાઈટ ઊંઘ લાવનાર હોર્મોન મેલાટોનિનને દબાવી દે છે. તેનાથી મગજને જાગતા રહેવાનું સિગ્નલ મળે છે અને ઊંઘમાં વિલંબ થાય છે.
મેન્ટલ એક્ટિવિટી વધી જાય છે
સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું, ગેમ રમવી અથવા ચેટ કરવું દિમાગને એક્ટિવ બનાવી રાખે છે, જેનાથી રિલેક્શેસન નથી થઈ શકતું અને શરીર સૂવા માટે તૈયાર નથી થઈ શકતું.
ઊંઘમાં ખલેલ પડી શકે છે
રાત્રે ફોનનો ઉપયોગ કરવાથી વારંવાર ઊંઘમાં ખલેલ પડી શકે છે અથવા ઊંઘ ગાઢ બની શકતી નથી. આનાથી બીજા દિવસે થાક, ચીડિયાપણું અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે.
રાત્રે ફોનના ઉપયોગથી આ બિમારીઓને આમંત્રણ મળે
રાત્રે ફોન જોવાથી તમને ઈન્સોન્મિયા, ડિપ્રેશન, એન્ઝાયટી, સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ, આઈ સ્ટ્રેન અને માઈગ્રેન જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સૂવા પહેલા શું કરવું?
સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા ફોનનો ઉપયોગ બંધ કરી દેવો. સૂવાની તૈયારી કરતી વખતે તમારા ફોનને બેડરૂમની બહાર રાખો અથવા 'ડૂ નોટ ડિસ્ટર્બ' મોડ પર રાખો. સૂતા પહેલા થોડો સમય પુસ્તક વાંચો, સંગીત સાંભળો અથવા મેડિટેશન કરો, જેથી ઊંઘ આવવામાં મદદ મળે. આ સાથે જ બ્લુ લાઈટ ફિલ્ટર અથવા નાઈટ મોડનો પણ ઉપયોગ કરી શકાય છે.