Get The App

વીજળી બિલથી કંટાળી ગયા! તો આ ટિપ્સ અપનાવો, બીજા જ મહિનાથી અડધો ખર્ચ ઘટી જશે

નોર્મલ બલ્બની જગ્યાએ તમે એનર્જીવાળા બલ્બનો ઉપયોગ કરો

એલઈડી લાઈટનો ઉપયોગ કરીને લગભગ 70 ટકા વીજળી બચત કરી શકો છો

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
વીજળી બિલથી કંટાળી ગયા! તો આ ટિપ્સ અપનાવો, બીજા જ મહિનાથી અડધો ખર્ચ ઘટી જશે 1 - image
Image Envato 

તા. 9 ડિસેમ્બર 2023, શનિવાર

Electricity Bill: આજે દરેક લોકોને વીજળી વગર એક સેકન્ડ પર ચાલે તેમ નથી. તેમા જ્યારે પણ વિજળી બીલ વધારે આવી જાય તો લોકો હેરાન થઈ જાય છે અને કઈ રીતે ઓછુ કરવું તેનો વિચાર કરતા હોય છે. ગરમીની સિઝન એસી, ફ્રિઝ અને અન્ય બીજા ઉપકરણોનો ઉપયોગ કરવાના કારણે વીજળીનું બીલ વધારે આવે છે. એવામાં કેટલાક લોકોનું મહિનાનું બજેટ ખોરવાઈ જાય છે. 

આ વાતને ધ્યાનમાં રાખી અમે તમને વીજળી બીલ બચાવવા માટેની કેટલીક ટીપ્સ આપીએ છીએ. જે વીજળી બીલ બચત સાથે સાથે વીજળી ખર્ચને પણ ઓછો કરશે. આવો વીજળી બીલ બચાવવા માટે કેટલીક સરળ ટીપ્સ વિશે જાણીએ. 

સીએફએલ લાઈટ 

નોર્મલ બલ્બની જગ્યાએ તમે એનર્જીવાળા બલ્બનો ઉપયોગ કરો. તેનાથી એનર્જી ઓછી વપરાશે અને રોશની સારી રહેશે. તમે સીએફએલ અથવા એલઈડી લાઈટનો ઉપયોગ કરીને લગભગ 70 ટકા વીજળી બચત કરી શકો છો. 

ફ્રીઝર રાખો ડિફ્રોસ્ટ

જો તમારા ફ્રિઝમાં બરફ વધારે માત્રામાં જામતો હોય તો આ બરફથી ફ્રિઝનો કુલિંગ પાવર ઓછો થઈ જાય છે અને વીજળી વધારે વપરાય છે. એટલા માટે ફ્રીજરને હંમેશા ડિફ્રોસ્ટ કરીને રાખો. આ ઉપરાંત ગરમ ખોરાકને થોડો ઠંડો થયા પછી જ ફ્રીજમાં મુકો.

સ્વિચ ઓફ રાખો

ટીવી, લેપટોપ, મોબાઈલ ચાર્જર વગેરે ઈલેક્ટ્રીક ઉપકરણોનો ઉપયોગ કર્યા પછી તેની પાવર સ્વિચ ઓફ કરી દો.

એસી ચાલુ હોય ત્યારે રુમ બંધ રાખો

ધ્યાન રાખો કે જયારે પણ તમે એસી ચાલુ કરો છો ત્યાર બારી - બારણાં બરોબર બંધ કરી દો. તેમજ વીજળી બીલ બચાવવા માટે તમે એસીની જગ્યાએ સીલિંગ ફેન અથવા ટેબલ ફેનનો ઉપયોગ કરી શકો છો. કે જેનાથી બીલમાં ઘણો ઘટાડો કરી શકાશે. 



Google NewsGoogle News