Get The App

કરો મજા હવે વોટ્સએપમાં પણ ઉમેરાઈ રહ્યું છે ChatGPT ચેટિંગ !

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
કરો મજા હવે વોટ્સએપમાં પણ ઉમેરાઈ રહ્યું છે ChatGPT ચેટિંગ ! 1 - image


- ¼khíkeÞ çkUfkuLke su{ nðu [uxSÃkexeyu Ãký ðkuxTMkyuÃk{kt ÃkkuíkkLkwt ¾kíkwt ¾ku÷kÔÞwt Au

તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં મેટા એઆઇ ઉમેરાઈ ચૂકી છે. એ કારણે વોટ્સએપના હોમસ્ક્રીન પર સૌથી ઉપર સર્ચ બોક્સમાં મેટા એઆઇની મલ્ટિકલર રિંગ જોવા મળે છે અને તેની સાથોસાથ ‘આસ્ક મેટા એઆઇ ઓર સર્ચ’ લખેલું જોવા મળે છે.

આ સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને આપણે વોટ્સએપના વિવિધ મેસેજમાં આપણને જોઇતી બાબતો સર્ચ કરી શકીએ છીએ અથવા મેટા એઆઇ સાથે ચર્ચાનો દોર ચલાવી શકીએ છીએ. લોકોને મેટા એઆઇ સાથે કેવી વાતચીત થઈ શકે તેનો અંદાજ આપવા માટે આપણે સર્ચ બોક્સમાં ટિક કરીએ એ સાથે વિવિધ ‘પ્રોમ્પ્ટ’ સૂચવવામાં આવે છે.

આ પ્રોમ્પ્ટના લિસ્ટને ડાબી તરફ સ્ક્રોલ કરતા જઇએ તેમ તેમ પાર વગરનાં સૂચનો જોવા મળે છે. તેમાંથી કોઈ પણ સૂચન પર ક્લિક કરતાં મેટા એઆઇ એ વિશે આપણને વધુ માહિતી આપે છે. જેમ કે ‘ફાઇવ વેજ પ્રોટિન સોર્સિસ’ એવા સૂચન પર ક્લિક કરતાં મેટા એઆઇ આપણને જેમાંથી વધુ પ્રોટિન મળી શકે તેવી પાંચ વેજિટેરિયન વસ્તુઓનું લિસ્ટ આપે છે. તેનો જવાબ મળ્યા પછી આપણે તેની સાથે એ વિશે વધુ વાતચીત કરી શકીએ.

અત્યારે મેટા એઆઇ મુખ્યત્વે અંગ્રેજીમાં જવાબો આપે છે, પરંતુ આપણે કહીએ તો તે ગુજરાતીમાં પણ જવાબો આપે છે. અલબત્ત આપણે તેની સાથે ગુજરાતીમાં વાતચીત કરવાનો પ્રયાસ કરીએ તો તે ગુજરાતીમાં જ લખેલા જવાબ આપવાની શરૂઆત કરે છે (જેમાં ગુજરાતી ભાષા સંબંધિત ખાસ્સી ભૂલો દેખાય છે), પરંતુ પછી તરત પોતાની ‘ભૂલ’ સુધારી લેવા માટે, ગુજરાતીમાં આપેલો જવાબ ડિલીટ થાય છે અને મેટા એઆઇ આપણને ઇંગ્લિશમાં કહે છે કે ‘મને હજી ગુજરાતી સમજાતું નથી, પરંતુ તેની પર કામ ચાલી રહ્યું છે. હું ગુજરાતીમાં વાતચીત શરૂ કરીશ ત્યારે તમને મેસેજ મોકલીશ.’

આ એક વાત થઈ. બીજી મોટી વાત એ કે  ઓપનએઆઇ કંપનીએ તેની ચેટજીપીટી સર્વિસને વોટ્સએપ પર પણ રોલઆઉટ કરી છે! અત્યારે આ સર્વિસ હજી પ્રયોગાત્મક છે. હાલમાં યુએસ અને કેનેડાના યૂઝર્સ વોટ્સએપ પર 1-800-CHATGPT (1-800-242-8478) નંબર પર ચેટજીપીટી સાથે વાતચીત કરી શકે છે. અન્ય કેટલાક દેશોમાં આ જ નંબર પર ટેકસ્ટ આધારિત મેસેજની આપ-લે થઈ શકે છે. ભારતમાં હજી આ નંબર પર આ સર્વિસ એક્સેસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે પરંતુ ઓપન આઇ કંપનીએ તેની વેબસાઇટ પર એક ક્યૂઆર કોડ આપેલો છે તેને સ્કેન કરીને વોટ્સએપમાં આપણે ચેટજીપીટીનો ઉપયોગ કરી શકીએ છીએ.

ભારતમાં વિવિધ બેંક વોટ્સએપ પર એક્ટિવ થઈ છે, તેના જેવી જ આ વાત છે.

હાલમાં વોટ્સએપમાં ચેટજીપીટીના ઉપયોગમાં કેટલીક મર્યાદાઓ છે. ચેટજીપીટી સાથે વોઇસ કોલ કરીએ તો એ માટે આખા મહિનામાં માત્ર ૧૫ મિનિટ સુધી ફ્રી વાતચીત કરી શકાશે.

મેસેજિંગ માટે પણ ડેઇલી લિમિટ્સ છે. હાલમાં ચેટજીપીટીની એપની સરખામણીમાં વોટ્સએપ પર ચેટજીપીટીનો ઉપયોગ ઘણો મર્યાદિત છે. આપણે માત્ર વાતચીત કરી શકીએ છીએ. જ્યારે એપમાં કે તેની વેબસાઇટ પર આપણે પોતાના એકાઉન્ટથી લોગઇન થઈ શકીએ છીએ. સર્ચ કરી શકીએ છીએ તથા ઇમેજિસની મદદથી ચેટિંગ કરી શકીએ છીએ.

આ ઉપરાંત એપ અને વેબસાઇટમાં ચેટજીપીટી સાથેની વાતચીતની મેમરી રેહ છે. આ બધું હજી વોટ્સએપમાં શક્ય નથી. એ જ રીતે વોટ્સએપ પર ચેટજીપીટીનું મોડેલ પ્રમાણમાં ઘણું જૂનું છે તથા તે માત્ર ઓક્ટોબર ૨૦૨૩ સુધીના ડેટાબેઝના આધારે જવાબો આપી શકે છે.

અત્યારે વોટ્સએપ પર મેટા કંપની તેની મેટા એઆઇનો ઉપયોગ વધારવા માટે ઘણી મહેનત કરે છે, છતાં સરેરાશ યૂઝર્સ તેનાથી હજી દૂર રહ્યા છે.

હવે વોટ્સએપમાં ચેટજીપીટીને કેટલી સફળતા મળે છે એ જોવાનું રસપ્રદ રહેશે.


Google NewsGoogle News