મેકબૂકમાં સ્પાઇ કરવા માટે માઇક્રોસોફ્ટ એપ્સ પર અટેક કરી શકે છે હેકર્સ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
મેકબૂકમાં સ્પાઇ કરવા માટે માઇક્રોસોફ્ટ એપ્સ પર અટેક કરી શકે છે હેકર્સ 1 - image


Microsoft Apps vulnerable: એપલના લેપટોપ એટલે કે મેકબૂકમાં સ્પાઇ કરવા માટે હેકર્સ હવે માઇક્રોસોફ્ટની એપ્લિકેશન પર અટેક કરી શકે છે. માઇક્રોસોફ્ટની ટોટલ આઠ એપ્લિકેશન એવી છે જેને હેકર્સ ટાર્ગેટ બનાવી શકે છે. આ એપ્લિકેશનમાં ફોલ્ટ હોવાથી હેકર્સ મેકબૂકના ફીચર્સનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. માઇક્રોસોફ્ટ દ્વારા મેકબૂક માટે ઘણી એપ્લિકેશન બનાવવામાં આવી છે. એમાંથી આઠમાં એક સાઇબર સિક્યોરિટી ફર્મને પ્રોબ્લેમ મળી આવ્યાં છે.

આ પણ વાંચો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કફના અવાજ પરથી ટીબી છે કે નહીં એ જાણી શકાશે

આ એપ્લિકેશન કઈ-કઈ છે?

આ આઠ એપ્લિકેશનમાં વર્ડ, આઉટલૂક, એક્સેલ, વનનોટ, ટીમ અને અન્ય એપ્લિકેશનનો સમાવેશ થાય છે. ઘણાં યુઝર્સ ભલે મેકબૂકનો ઉપયોગ કરકાં હોય, પરંતુ ઓફિસમાં વિન્ડોઝનો ઉપયોગ કરતાં હોવાથી તેઓ ઘણી વાર માઇક્રોસોફ્ટની એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ ઉપયોગ ડેટા સિન્ક્રોનાઇઝેશન માટે પણ કરવામાં આવે છે જેથી એક ડિવાઇઝ પર કામ કર્યુ હોય એને બીજી ડિવાઇઝ પર મેળવી શકાય. માઇક્રોસોફ્ટની આ એપ્લિકેશનમાં હેકર્સ તેમના વાઇરસને એડ કરી શકે છે. 

મેકબૂકમાં સ્પાઇ કરવા માટે માઇક્રોસોફ્ટ એપ્સ પર અટેક કરી શકે છે હેકર્સ 2 - image

કેવી રીતે હેક થઈ શકે છે મેકબૂક?

આ એપ્લિકેશન માટે યુઝર્સે અગાઉથી પરવાનગી આપી હોવાથી હેકર્સને મેકબૂકનું એક્સેસ સરળતાથી મળી શકે છે. ઉદાહરણ તરીકે માઇક્રોસોફ્ટ ટીમ્સ માટે માઇક્રોફોન અને કેમેરા બન્નેની પરવાનગી આપવામાં આવી હોય છે. આથી હેકર્સ માઇક્રોફોન અને કેમેરાનું એક્સેસ સરળતાથી મેળવી શકે છે. આ સાથે જ માઇક્રોસોફ્ટની એપ્લિકેશન com.apple.security.cs.disable-library-validationનો પણ ઉપયોગ કરે છે. એની મદદથી હેકર્સ સિક્યોરિટી ફીચર્સને બંધ કરી શેક છે.

આ પણ વાંચો: ઇલોન મસ્કની ટેસ્લાએ યુનિક જોબની જાહેરાત કરી, દિવસના સાત કલાક ચાલવા માટે હજારો રૂપિયા ચૂકવશે

માઇક્રોસોફ્ટે શું કહ્યું?

માઇક્રોસોફ્ટ દ્વારા તેમની એપ્લિકેશનની સિક્યોરિટીમાં ખામી હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. તેમ જ તેમણે એ પણ જણાવ્યું છે કે આ નજીવું રિસ્ક છે. જોકે તેમણે તરત જ એના પર કામ શરૂ કરી દીધુ હતું. ટીમ્સ અને વનનોટમાં આ પ્રોબ્લેમ સોલ્વ કરીને નવી અપડેટ પણ રિલીઝ કરવામાં આવી છે. બાકીની એપ્લિકેશન પર હવે કામ ચાલી રહ્યું છે. જો આ એપ્લિકેશનની નવી અપડેટ આપવામાં નહીં આવે અને એમાં આ ઇશ્યુને સોલ્વ કરવામાં ન આવે ત્યાં સુધી યુઝર્સના ડેટા પર રિસ્ક છે.



Google NewsGoogle News