Get The App

તમારા મોબાઈલ ફોન પર છે હેકર્સની નજર! SMS,OTPની થઈ શકે છે ચોરી

Updated: Mar 16th, 2021

GS TEAM


Google News
Google News
તમારા મોબાઈલ ફોન પર છે હેકર્સની નજર! SMS,OTPની થઈ શકે છે ચોરી 1 - image


- હેકર ફક્ત 16 ડોલરમાં SMS રિડાયરેક્ટ સેવા મેળવી શકે છે

નવી દિલ્હી, તા. 16 માર્ચ, 2021, મંગળવાર

જો તમને એમ લાગતું હોય કે તમારો ફોન હેકર્સના કોઈ પણ જાતના જોખમથી મુક્ત છે તો તમે ખોટા છો. તાજેતરમાં હેકર્સની એક નવી ટ્રીક સામે આવી છે જેમાં તેઓ કોઈના ફોન નંબરથી એસએમએસને રિડાયરેક્ટ કરીને પોતાની સિસ્ટમમાં કરી રહ્યા છે. ટેક્સ્ટ મેસેજિંગ મેનેજમેન્ટ સેવાઓનો ઉપયોગ હેકર્સ બિઝનેસ અને એટેક માટે કરે છે. આ હુમલો દૂરસંચાર ઉદ્યોગની લાપરવાહીના કારણે સંભવ છે. તેમાં હેકર્સ મહત્વના ટેક્સ મેસેજને રિડાયરેક્ટ કરી શકે છે જેમકે ઓટીપી કે વ્હોટ્સએપ જેવી સેવાઓ માટે લોગિન લિંક. 

એક હેકરે મધરબોર્ડના રિપોર્ટર જોસેફ કૉક્સના પર્સનલ નંબરને ટાર્ગેટ કર્યો હતો. હેકર્સ આપણા મોબાઈલ નંબર પર આવતા એસએમએસ અને ડેટાને ઈન્ટરસેપ્ટ કરનારા એસએમએસને સરળતાથી રિડાયરેક્ટ કરી શકે છે. પીડિત કૉક્સને ખબર પણ ન પડી કે તે આવા હુમલાનો ભોગ બન્યો છે અને તેના માટેના એસએમએસ હવે તેના ફોન સુધી નથી પહોંચી રહ્યા. સેવા આપતી જવાબદાર કંપનીઓ પણ મંજૂરી માટે ટાર્ગેટેડ સંખ્યામાં કોઈ એસએમએસ નથી મોકલતી અથવા ફક્ત માલિકને જાણ કરે છે કે ટેક્સ્ડ ફોરવર્ડેડ કરવામાં આવ્યા છે. આ પ્રકારનો હુમલો દુર્ભાગ્યપૂર્ણ છે. 

આ પ્રકારના હુમલાઓની સૌથી વિચિત્ર વાત એ છે કે, હેકર ફક્ત 16 ડોલર (આશરે 1190 રૂપિયા)માં આવી સેવાઓ સુધી પહોંચી શકે છે. આ ખૂબ જ નજીવો ચાર્જ છે જે મોટા ભાગના પ્રોવાઈડર્સ બિઝનેસ પેમેન્ટ માટે એસએમએસ રિડાયરેક્ટ સેવાઓ માટે પુછે છે.  


Tags :