પાસવર્ડ વગર પણ તમારું ગૂગલ એકાઉન્ટ યૂઝ કરી શકે છે હેકર્સ, જાણો કઈ રીતે
Image Source: Freepik
અમદાવાદ, તા. 08 જાન્યુઆરી 2024 સોમવાર
મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની દુનિયામાં લોકો માટે જેટલી સુવિધાઓ વધી છે તેટલી જ મુશ્કેલી પણ વધી છે. ઓનલાઈન યૂઝર્સની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમથી બચીને રહેવાની હોય છે. સાયબર ક્રિમિનલ્સ દરરોજ ઈન્ટરનેટ યૂઝર્સની પ્રાઈવસીને હેક કરવાની રીત શોધતા રહે છે.
સાયબર ક્રિમિનલ્સે એક એવી રીત શોધી છે, જેની મદદથી તેઓ કોઈ પણ યૂઝર્સના ગૂગલ એકાઉન્ટનું એક્સેસ વિના પાસવર્ડ પણ મેળવી શકો છો. જો યૂઝર્સ પોતાના ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ રીસેટ પણ કરી દેશે તો પણ હેકર્સ યૂઝર્સના ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં સક્ષમ રહેશે.
કેવી રીતે હેકર્સ ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરે છે
આ કોઈ પણ યૂઝર માટે જોખમી બાબત છે કેમ કે આજકાલના આધુનિક યુગમાં મોટાભાગના લોકોને તમામ પર્સનલ ડેટા અને પાસવર્ડ ગૂગલ એકાઉન્ટમાં સેવ હોય છે. દરમિયાન જો હેકર્સે પાસવર્ડ વિના જ હેક કરીને લોકોના ગૂગલ એકાઉન્ટ યૂઝ કરવાનું શરૂ કરી દીધુ તો સમગ્ર દુનિયાની પ્રાઈવસી જોખમમાં પડી શકે છે. રિપોર્ટ અનુસાર સાયબર ક્રાઈમની આ નવી રીતનું વિશ્ષેલણ કરવામાં આવ્યુ છે. આ સિવાય આ મુદ્દો ત્યારે પહેલી વખત સામે આવ્યો જ્યારે એક હેકરે ઓક્ટોબર 2023માં ટેલીગ્રામ ચેનલ પર આ વિશે પોસ્ટ કરી.
રિપોર્ટમાં જણાવાયુ છેકે કેવી રીતે થર્ડ પાર્ટી કુકીઝમાં ભૂલના કારણે યૂઝર્સ ગૂગલ એકાઉન્ટનું એક્સેસ હેકર્સને મળી શકે છે. થર્ડ પાર્ટી કુકુઝનો ઉપયોગ વેબસાઈટ અને બ્રાઉઝર્સ દ્વારા યૂઝર્સને ટ્રેક કરવા અને તેમની જરૂરિયાત અનુસાર જાહેરાત બતાવવા માટે કરવામાં આવે છે પરંતુ હવે આ થર્ડ પાર્ટી કુકીઝ યૂઝર્સ માટે જોખમ બની રહી છે.
ગૂગલે શું કહ્યુ?
આ સિવાય ગૂગલ કુકીઝની મદદથી યૂઝર્સના પાસવર્ડને સેવ કરીને રાખે છે જેથી તેમને બીજી વખત લોગઈન કરવા માટે પાસવર્ડ લખવાની જરૂર પડે નહીં પરંતુ હેકર્સે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને બાયપાસ કરવાની રીત શોધી લીધી છે.
સાયબર ક્રાઈમની આ નવી રીતના કારણે હેકર્સ યૂઝર્સ દ્વારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ રિસેટ કર્યા બાદ પણ તેમના ગૂગલ એકાઉન્ટને યૂઝ કરવામાં સક્ષમ હશે. આ રિપોર્ટ સાયબર વર્લ્ડમાં આવનાર મોટા જોખમ અને ગૂગલની તકનીકી કમજોરીઓ બંનેને એલર્ટ કરી રહી છે.
જોકે, ગૂગલે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે તે આવા સાયબર જોખમોથી બચવા માટે પોતાના સિક્યુરિટી સિસ્ટમને સતત અપગ્રેડ કરી રહ્યુ છે અને યૂઝર્સની મજબૂત સિક્યુરિટી માટે નવી ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ગૂગલે ક્રોમ બ્રાઉઝર માટે થર્ડ પાર્ટી કુકીઝને બ્લોક કરવાનું પણ એલાન કર્યું છે, જેનો ફાયદો આવનાર અમુક દિવસોમાં તમામ યૂઝર્સને મળવાનો શરૂ થઈ શકે છે.