સોશિયલ મીડિયા પર વધતી ભીંસ
ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નાના બાળકોના સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ
મુકાઈ ગયો છે અને ધારણા મુજબ અન્ય દેશો પણ આ દિશામાં વિવિધ રીતે આગળ વધી રહ્યા છે.
અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં સોશિયલ મીડિયા પર સાવ પ્રતિબંધ નહીં પરંતુ ખાસ
કરીને બાળકો અને યુવાનો પર તેની અસર ઘટાડવાના એક ઉપાય તરીકે એક પહેલ કરવામાં આવી
રહી છે. તે મુજબ જેમ સિગરેટના પેક પર તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાની ચેતવણી
છાપવામાં આવે છે બરાબર એ જ રીતે સોશિયલ સાઇટ્સ પર તે માનસિક સ્વાસ્થ્ય માટે
હાનિકારક બની શકે છે એવું લેબલ લગાવવું ફરજિયાત બનશે. અમેરિકામાં થયેલા સર્વે
અનુસાર ૧૩ થી ૧૭ વર્ષનાં બાળકો અને યુવાનોમાંથી લગભગ ૯૫ ટકા સોશિયલ મીડિયાનો
નિયમિત ઉપયોગ કરે છે. આમાંથી ત્રીજા ભાગનાથી વધુ યૂઝર સોશિયલ મીડિયા પર લગભગ સતત એક્ટિવ હોવાનું સ્વીકારે છે!