ખતરનાક! પૃથ્વીના પેટાળમાંથી આટલું પાણી ખેંચી લીધું, 20 વર્ષમાં પૃથ્વી ધરા પર 31 ઇંચ ઝૂકી ગઈ
Earth's Axis Tilt : છેલ્લા બે દાયકામાં અતિશય ભૂગર્ભજળના શોષણથી પૃથ્વીની ધરી 31.5 ઇંચ સુધી નમી ગઈ છે. તાજેતરમાં જ થયેલા એક નવા અભ્યાસ પ્રમાણે પાણીના આ પુનઃવિતરણને કારણે વૈશ્વિક સ્તરે સમુદ્રના સ્તરમાં લગભગ 0.24 ઇંચનો વધારો થયો છે. જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં પ્રકાશિત થયેલા સંશોધનમાં જણાવ્યું છે કે, ભૂગર્ભજળનું નિષ્કર્ષણ પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવને ખસેડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિઓલ નેશનલ યુનિવર્સિટીના ભૂ-ભૌતિકશાસ્ત્રી કી-વિઓન સિઓમેટના નેતૃત્વમાં કરાયેલ સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, જળવાયુ સંબંધિત પરિબળોમાં ભૂગર્ભજળના પુનઃવિતરણની પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવના ઝુકાવ પર સૌથી વધુ અસર પડે છે.
આ પણ વાંચો : વિજ્ઞાનીઓએ ઈતિહાસ રચ્યો ! મંગળ ગ્રહની સપાટી પર શોધ્યો પાણીનો ભંડાર
સંશોધન અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 1993થી 2010 સુધીમાં લગભગ 2,150 ગીગાટન ભૂગર્ભજળ કાઢવામાં આવ્યું હતું. જેના કારણે ગ્રહના ઝુકાવમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. આમાંથી મોટા ભાગનું પાણી આખરે મહાસાગરોમાં વહી જાય છે, જેના કારણે સમુદ્રનું સ્તર વધે છે. SEOMAT અનુસાર પૃથ્વીના પરિભ્રમણ ધ્રુવમાં થતા ફેરફારોનો અભ્યાસ કરવાથી મોટા પાયા પર પાણીના સંગ્રહમાં થતાં ફેરફારોની માહિતી આપે છે.
શું છે ભૂગર્ભ જળ
ભૂગર્ભ જળ એ પૃથ્વીની સપાટી નીચે જમા પાણી છે. તે માટી, રેતી અને ખડકો વચ્ચે ફસાયેલું હોય છે. આ પાણી વરસાદ અને અન્ય અવકાશી ઘટનાઓમાંથી આવે છે અને પૃથ્વીમાં પ્રવેશ કરે છે. નદીઓ, સરોવરો અથવા ઝરણાંઓથી વિરુદ્ધ ભૂગર્ભજળ આપણને સીધા નજર આવતા નથી. તે પૃથ્વીના અદૃશ્ય જળાશય જેવું છે. અમે આ ભૂગર્ભજળનો ઉપયોગ પીવાના પાણીથી લઈને ખેતી અને કારખાનાઓ માટે આ પાણીનો ઉપયોગ કરીએ છીએ.
આ પણ વાંચો : વધુ એક વાવાઝોડાનું સંકટ! આગામી 24 કલાક 'ભારે', જાણો ક્યાં સૌથી વધુ ખતરો
પૃથ્વીનો અક્ષીય ઝુકાવ શા માટે મહત્ત્વપૂર્ણ છે?
નાસાના જણાવ્યા પ્રણાણે પૃથ્વીના આ ઝુકાવના કારણે જ ધરતી પર ઋતુઓ છે. આ ઝુકાવ મંગળના કદના પદાર્થ થિયા સાથેની વિશાળ પ્રાચીન અથડામણને કારણે થયું હતું. આ કોસ્મિક અથડામણે પૃથ્વીને તેની ધરી પર કાયમ માટે નમેલી છે. જેના કારણે વસંત, ઉનાળો, પાનખર અને શિયાળાનું ચક્ર બન્યું છે. અભ્યાસ પ્રમાણે તાજેતરના ઝુકાવથી હવામાન બદલાશે નહીં, પરંતુ તે વૈશ્વિક આબોહવાની પેટર્નને અસર કરી શકે છે.