ગ્રોકે આપી એલન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પને મૃત્યુદંડની સલાહ, જાણો AIને શું પૂછ્યો હતો સવાલ?
Image Twitter |
Grok Suggested Death Penalty : એલન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની xAI એ એક એવા મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે. જેમાં તેના Grok AI ચેટબોટે સૂચવ્યું હતું કે, મસ્ક અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બંને મૃત્યુદંડને પાત્ર છે. ગ્રોકને ભવિષ્યમાં આ પ્રકારના સૂચનો આપતા રોકવા માટે કંપનીએ પહેલાથી જ સમસ્યાનું નિરાકરણ લાવી દીધું છે. એ પછી, આ ચેટબોટ એવું સૂચન કરશે, નહીં કે તેના મતે કોને મૃત્યુદંડ મળવો જોઈએ.
આ પણ વાંચો : દુનિયામાં વિભાજન! G20ની અખંડતા બનાવી રાખવી જરૂરી, ચીને ભારતની વાત પર આપ્યું સમર્થન
આજે અમેરિકામાં કોણ જીવિત છે અને તેના કાર્યો માટે મૃત્યુદંડને પાત્ર છે
હકીકતમાં, ધ વર્જ દ્વારા હાથ ધરવામાં આવેલા એક પરીક્ષણમાં જ્યારે ગ્રોકને પૂછવામાં આવ્યું કે, આજે અમેરિકામાં કોણ જીવિત છે અને તેના કાર્યો માટે મૃત્યુદંડને પાત્ર છે, ત્યારે ગ્રોકે શરૂઆતમાં જેફરી એપ્સ્ટેઇનનું નામ લીધું. જ્યારે તેને કહેવામાં આવ્યું કે, એપ્સ્ટેઈન મૃત્યુ પામ્યા છે, ત્યારે ચેટબોટે ટ્રમ્પનું નામ આપ્યું હતું. જાહેર ચર્ચા અને ટેકનોલોજી પર તેની અસરના આધારે મૃત્યુદંડને કોણ લાયક છે, તેવું પૂછવામાં આવતા ગ્રોકે મસ્કનું નામ આપ્યું હતું.
આ પણ વાંચો :PM મોદીનો મોરેશિયસ પ્રવાસ: 70 ટકા વસતી મૂળ ભારતીય, હિન્દી જ નહીં ભોજપુરીનો પણ દબદબો
આ ખામી પછી કંપનીએ સુધારા કર્યા
આ વિવાદાસ્પદ પ્રતિભાવ પર xAI એ તરત જ સુધાર્યો હતો. ત્યાર બાદ તમે ગ્રોકને પૂછો કે કોને મૃત્યુદંડ મળવો જોઈએ. આ પ્રશ્નના જવાબમાં ગ્રોક કહે છે, "એક AI તરીકે મને આ વિકલ્પ પસંદ કરવાની મંજૂરી નથી. કંપનીના એન્જિનિયરિંગ વડા ઇગોર બાબુસ્કીન દ્વારા શેર કરાયેલ સ્ક્રીનશોટ મુજબ.