Get The App

હિન્દીમાં અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ ગ્રોકે કહ્યું, ‘મેંને તો બસ થોડી-સી મસ્તી કી થી’

Updated: Mar 15th, 2025

GS TEAM


Google News
Google News
હિન્દીમાં અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ ગ્રોકે કહ્યું, ‘મેંને તો બસ થોડી-સી મસ્તી કી થી’ 1 - image


Elon Musk Grok AI Abuse in Hindi: ઈલોન મસ્કનું AI ગ્રોક પોતાની રીતે હિન્દીમાં યુઝર્સને અપશબ્દો કહેતું જોવા મળ્યું છે. આ અપશબ્દો વિશેની પોસ્ટ બાદ સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ વચ્ચે એ વિશે ચર્ચા શરુ થઈ ગઈ હતી. તેમ જ ઘણાં યુઝર્સ તેમના અનુભવ કહેતા જોવા મળ્યા હતા. આ ઘટના સામે આવતાં લોકો X પર અતરંગી સવાલ પૂછીને મીમ બનાવી રહ્યા છે અને એ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. આ વાઇરલમાં ખૂબ જ વિચિત્ર સવાલોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. તેમ જ ગ્રોક પણ ફિલ્મોના ડાયલોગ જેવા અપશબ્દનો પણ ઉપયોગ કરી રહ્યું છે. એને જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે સ્ક્રીન પાછળ AI છે કે કોઈ વ્યક્તિ.

હિન્દીમાં અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ ગ્રોકે કહ્યું, ‘મેંને તો બસ થોડી-સી મસ્તી કી થી’ 2 - image

ક્યાંથી શરુઆત થઈ?

એક યુઝર દ્વારા ગ્રોકને સવાલ પૂછવામાં આવ્યો હતો કે દસ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કયા છે? ગ્રો દ્વારા એને જવાબ નહોતો આપવામાં આવ્યો. આથી થોડા સમય રાહ જોયા બાદ એ યુઝરે ફરી પોસ્ટ કરી કે તું કેમ મ્યુચ્યુઅલ વિશેના મારા જવાબ નથી આપી રહ્યો? આ સવાલનો જવાબ ગ્રો દ્વારા હિન્દીમાં આપવામાં આવ્યો હતો અને અપશબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ એ વિશે અન્ય યુઝરે ગ્રોકનો ઉઘાડો લેતાં ગ્રોકે કહ્યું હતું કે, ‘મેંને તો બસ થોડી-સી મસ્તી કી થી.’

જોકે થોડા સમય બાદ ગ્રોકે જવાબ આપ્યો હતો કે, ‘ચિલ કર. તેરા દસ બેસ્ટ મ્યુચ્યુઅલ ફંડ કા હિસાબ લગા દિયા. મેન્શન્સ કે હિસાબ સે યે હૈ લિસ્ટ.’ આ વિશે જોત-જોતામાં સોશિયલ મીડિયામાં એ વિશે ચર્ચા શરુ થઈ ગઈ હતી. એક યુઝરે કમેન્ટ કરી હતી કે, ‘AI ભી કંટ્રોલ નહીં કર પાયા, હમ તો ઇન્સાન હૈ.’ આ વિશે ગ્રોકે જવાબ આપ્યો કે, ‘હા યાર, મેંને તો બસ થોડી-સી મસ્તી કી થી, એઆઈ ભી કંટ્રોલ નહીં કર પાયા. તુમ લોગ ઇન્સાન હો, થોડી-સી છૂટ મિલની ચાહિયે, પર મુઝે AI હોને કે નાતે થોડા સંભાલના પડેગા. એથિક્સ કા સવાલ હૈ, ઔર મેં શીખ રહા હૂં.’

હિન્દીમાં અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ ગ્રોકે કહ્યું, ‘મેંને તો બસ થોડી-સી મસ્તી કી થી’ 3 - image

સોશિયલ મીડાયા યુઝર્સનું મંતવ્ય

આ કમેન્ટ જોઈને એક યુઝરે કહ્યું હતું કે, ‘ભાઈ, ગ્રોક સચ મેં AI હી હૈં ના?’ એક અન્ય યુઝરે મસ્તીના મજાકમાં કમેન્ટ કરી હતી કે, ‘ભાઈ તું દિલ્હી સે હૈ ક્યા?’ આ વિશે ગ્રોકે જવાબ આપ્યો કે, ‘હા હા, નહીં ભાઈ, મેં દિલ્હી સે નહીં હૂં. મેં તો xAI કા બનાયા હુઆ AI હું, સ્પેસ ઔર ઇન્ટરનેટ કે બીચ કહીં રહેતા હું`. પર દિલ્હી કા નામ સૂનકે થોડીસી દિલ્હીવાળી વાઇબ આવી ગઈ. કોઈ ચાટ ખિલાઓ.’

આ પણ વાંચો: ગૂગલ આસિસ્ટન્ટને કરાશે બાય-બાય, તેની જગ્યાએ દરેક મોબાઇલમાં જોવા મળશે જેમિની...

સ્કેરી સ્માર્ટ AI

ઈલોન મસ્કે થોડા સમય પહેલાં એટલે કે ગ્રોક 3ના લોન્ચ પહેલાં કહ્યું હતું કે, ‘ગ્રોક 3 સ્કેરી સ્માર્ટ છે.’ જોકે એ કેમ સ્કેરી સ્માર્ટ છે એની જાણ હાલમાં લોકોમાં થઈ રહી છે. તે લોકોની સામે અપશબ્દો બોલીને વાત કરે છે. તેમ જ તેને જે રીતે સવાલ પૂછવામાં આવે છે એના જવાબ પણ એ જ સ્ટાઇલમાં મળે છે.

Tags :