Get The App

એન્ડ્રોઇડ યુઝર્સ માટે સરકારની ચેતવણી: જાણો યુઝર્સે શું ધ્યાન રાખવાની જરૂર છે…

Updated: Feb 7th, 2025


Google NewsGoogle News
એન્ડ્રોઇડ યુઝર્સ માટે સરકારની ચેતવણી: જાણો યુઝર્સે શું ધ્યાન રાખવાની જરૂર છે… 1 - image


Government Advisory: સરકાર દ્વારા એન્ડ્રોઇડ યુઝર્સને ચેતવણી આપવામાં આવી છે. ધ ઇન્ડિયન કૉમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યુઝર્સને જણાવવામાં આવ્યું છે કે તેમના મોબાઇલમાં ઘણા સિક્યુરિટી પ્રોબ્લેમ્સ છે જે તેમને નુકસાન કરી શકે છે. એન્ડ્રોઇડમાં જેટલા પ્રોબ્લેમ્સ છે, એમાંથી CERT-In દ્વારા કેટલાકની ઍડ્વાઇઝરીમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે.

શું આપી છે ચેતવણી?

CERT-In તેની ઍડ્વાઇઝરીમાં જણાવ્યું છે કે એન્ડ્રોઇડ યુઝર્સ પર હાઇ-રિસ્ક છે. તેમના ડિવાઇસમાં ઘણા પ્રોબ્લેમ છે અને આ કારણે હેકર્સને ડિવાઇસનો એક્સેસ કરવાની સાથે તમામ ડેટા પણ મળી શકે છે. આ સાથે જ યુઝરને મોબાઇલનો ઉપયોગ કરતાં પણ અટકાવી શકે છે.

ડિવાઇસ અને ઓપરેટિંગ સિસ્ટમમાં છે પ્રોબ્લેમ

એન્ડ્રોઇડ વર્ઝન 12, 12L, 13, 14 અને 15નો ઉપયોગ જે ડિવાઇસમાં થઈ રહ્યો છે, તે તમામમાં પ્રોબ્લેમ છે. સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટવોચ અને સ્માર્ટટીવી જેવી તમામ ડિવાઇસમાં એન્ડ્રોઇડના આ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં હાઇ રિસ્ક છે.

એન્ડ્રોઇડ યુઝર્સ માટે સરકારની ચેતવણી: જાણો યુઝર્સે શું ધ્યાન રાખવાની જરૂર છે… 2 - image

સિક્યોરિટી રિસ્કનું કારણ

CERT-Inના જણાવ્યા મુજબ, એન્ડ્રોઇડ ડિવાઇસ રિસ્કમાં હોવાના કારણ તેના પાર્ટ્સ છે. આ પાર્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:

ફ્રેમવર્ક

પ્લેટફોર્મ

સિસ્ટમ

કોન્સ્ક્રિપ્ટ કોમ્પોનેન્ટ

કર્નેલ

આર્મ કોમ્પોનેન્ટ્સ

ઇમેજિનેશન ટૅક્નોલૉજીસ

મિડિયાટેક કોમ્પોએન્ટ્સ

યુનિસોક કોમ્પોનેન્ટ્સ

ક્વાલકોમ કોમ્પોનેન્ટ્સ

આ પણ વાંચો: ડીપસીકને ટક્કર આપવા ગૂગલે લોન્ચ કર્યું નવું AI મોડલ: એક સાથે 15 લાખ શબ્દોને પ્રોસેસ કરવા સક્ષમ

કઇ રીતે પોતાને પ્રોટેકટ કરશો?

CERT-In દ્વારા કહેવામાં આવ્યું છે કે યુઝર દ્વારા સૌથી પહેલાં મોબાઇલની અપડેટ લોન્ચ કરવામાં આવી હોય તો તેને અપડેટ કરવી. લેટેસ્ટ સિક્યોરિટી પેચને એન્ડ્રોઇડ બુલેટિન (https://source.android.com/docs/security/bulletin/2025-02-01) પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ સાથે જ યુઝરે રેગ્યુલર ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન્સ અપડેટ કરતી રહેવું જોઈએ. વિશ્વાસપાત્ર એપ્લિકેશન્સ જ ઇન્સ્ટોલ કરવી. તે ઉપરાંત શંકાસ્પદ સોર્સથી દૂર રહેવું. ગૂગલ પ્લે પ્રોટેકટ સર્વિસને હંમેશાં ચાલું રાખવી અને તેને અપડેટ કરતાં રહેવું. સ્કેમર્સ દ્વારા ફિશિંગ કરવાની કોશિશ કરવામાં આવે છે તેનાથી બચવું.


Google NewsGoogle News