તમારા મોબાઇલ પર છે રિસ્ક? સરકારે જાહેર કરી એન્ડ્રોઇડ માટે વોર્નિંગ.

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
તમારા મોબાઇલ પર છે રિસ્ક? સરકારે જાહેર કરી એન્ડ્રોઇડ માટે વોર્નિંગ. 1 - image


Android At Risk: સરકારે હાલમાં જ એન્ડ્રોઇડ યુઝર માટે એક વોર્નિંગ જાહેર કરી છે. એમાં લખવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટ પર રિસ્ક છે. આથી દરેક યુઝરે તેમના મોબાઇલને સાચવીને રાખવા અને સાવચેતી રાખવી. ક્વાલકોમ અને મીડિયાટેક પ્રોસેસરનો ઉપયોગ જે મોબાઇલમાં કરવામાં આવ્યો છે એના પર સૌથી વધુ રિસ્ક હોવાનું પણ જણાવ્યું છે. આ વોર્નિંગ ધ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રીસપોન્સ ટીમ દ્વારા આપવામાં આવી છે. આ રીસ્ક એટલે કે હેકર્સ મોબાઇલને કન્ટ્રોલ કરીને તમામ ડેટા મેળવી શકે છે. તેમ જ રીમોટલી મોબાઇલ પણ એક્સેસ કરી શકે છે.

કયા એન્ડ્રોઇડ સોફ્ટવેર છે અફેક્ટેડ?

એન્ડ્રોઇડ સોફ્ટવેર 12, 12L, 13 અને 14 વર્ઝન સૌથી વધુ અફેક્ટેડ છે. એન્ડ્રોઇડની ફ્રેમવર્ક, સિસ્ટમ, કાર્નેલની સાથે મોબાઇલના પ્રોસેસરમાં પણ પ્રોબ્લેમ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ક્વાલકોમે શું કહ્યું?

ક્વાલકોમ કંપની સિક્યોરિટી અને પ્રાઇવસીને વધુ પ્રાધાન્ય આપે છે. આ માટે કંપનીએ એન્ડ્રોઇડ સિક્યોરિટી બુલેટિન દ્વારા ઇશ્યુને સોલ્વ કર્યો છે. આ માટે તેમણે જે-તે કંપની સાથે મળીને નવી અપડેટ પર કામ કર્યું છે જેનું સિક્યોરિટી પેચ એક પછી એક ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે.

તમારા મોબાઇલ પર છે રિસ્ક? સરકારે જાહેર કરી એન્ડ્રોઇડ માટે વોર્નિંગ. 2 - image

એન્ડ્રોઇડ ડિવાઇસને કેવી રીતે સેફ રાખશો?

આ માટે સૌથી પહેલાં લેટેસ્ટ સોફ્ટરવેર અપડેટ ચેક કરતાં રહેવું. જો લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ ન આવ્યું હોય તો યુઝરે ત્યાં સુધી ફક્ત પ્લે સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી. તેમ જ અન્ય એપ્લિકેશનને સતત અપડેટ કરતાં રહેવું. બની શકે તો નવી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ટાળવું. તેમ જ અજાણ્યા વ્યક્તિના ઇમેલ, મેસેજ અથવા વોટ્સએપને ઓપન કરવાનું ટાળવું.

એપલમાં પણ રિસ્ક હતું

સરકાર દ્વારા થોડા દિવસ પહેલાં જ એપલના મોબાઇલ પર પણ રિસ્ક હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. iOS 17.6ને હેકર્સ દ્વારા ક્રેક કરી નાખવામાં આવી હતી. એથી આઇફોન પણ રિસ્ક પર હતા. સરકારની સૂચના બાદ એપલ દ્વારા એ ઇશ્યુને 17.6.1માં સોલ્વ કરી દેવામાં આવ્યો છે.


Google NewsGoogle News