Get The App

સાવધાનઃ ​​સરકારી નોકરીના નામે છેતરપિંડી કરી રહી છે આ વેબસાઈટ, સરકારની ચેતવણી

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
fake website scam


Website Offering Fake Jobs: કોને નોકરી નથી જોઈતી? દરેક વ્યક્તિ સારી નોકરી મેળવવા માટે દિવસ-રાત પ્રયત્ત્ન કરતો હોય છે. એમાં પણ જો સરકારી નોકરીની વાત આવે તો તો વાત જ શું કરવી! છેલ્લા કેટલાક વર્ષોમાં વસ્તી વધારા સાથે યુવાનોમાં સરકારી નોકરીની ઈચ્છા પણ વધી છે.

સરકારી વિભાગોના નામ જેવી વેબસાઈટ બનાવીને છેતરપિંડી

આથી કેટલાક સાયબર છેતરપિંડી કરનારા લોકો યુવાનોના સરકારી નોકરી માટેના ક્રેઝનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આ છેતરપિંડી કરનારાઓ સરકારી યોજનાઓ કે સરકારી વિભાગોના નામ જેવી જ વેબસાઈટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આવી જ એક વેબસાઈટને લઈને સરકાર દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે.

સરકારે જાહેર કરી ચેતવણી 

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમ એટલે કે PIB એ http://rashtriyavikasyojna.org અંગે ચેતવણી જારી કરી છે. પીઆઈબીએ કહ્યું છે કે આ સરકારી વેબસાઈટ નથી અને તે ફેક વેબસાઈટ છે. આ વેબસાઇટ દાવો કરે છે કે તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની છે, જો કે તે ખોટી બાબત છે. 

આ સાઈટ નોકરીની અરજીના નામે નોકરી શોધી રહેલા યુવાનો પાસેથી પૈસા પણ લઈ રહી છે. આ વેબસાઈટ એપ્લીકેશન ફીના નામે 1675 રૂપિયા વસૂલે છે. પરંતુ આ બાદ તમને તે રકમ પણ પાછી નહિ મળે તેમજ નોકરી પણ નહિ મળે. 

આ પણ વાંચો: વીજળીના વધતાં બિલનું ભારણ ઘટાડવા આ ટીપ્સ અપનાવો, સરકારે પણ કર્યા મહત્ત્વના સૂચનો

સાવધાનઃ ​​સરકારી નોકરીના નામે છેતરપિંડી કરી રહી છે આ વેબસાઈટ, સરકારની ચેતવણી 2 - image


Google NewsGoogle News