શું તમે પણ સેમસંગનો મોબાઈલ વાપરો છો? સરકારે 'હાઈ રિસ્ક એલર્ટ' જાહેર કર્યું, જાણો શું છે મામલો
CERT-In એ સેમસંગ યૂઝર્સ માટે હાઈરિસ્ક વૉર્નિંગ જાહેર કરી
આ એલર્ટ Android 11, Android 12, 13 અને 14 પર રન કરતાં મોબાઇલ ફોન માટે છે
Government Issues High-Risk Alert For Samsung Mobile Phone Users | CERT-In એ સેમસંગ યૂઝર્સ માટે હાઈરિસ્ક વૉર્નિંગ જાહેર કરી છે. CERT-In એટલે કે Computer Emergency Response Team of India જે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી હેઠળ કામ કરે છે. તેનું કામ ઈન્ટરનેટ સંબંધિત સિક્યોરિટી રિસ્ક અંગે લોકોને સાવચેત કરવાનો છે.
કોના માટે વૉર્નિંગ ઈશ્યૂ કરી?
તાજેતરમાં CERT-In એ વલ્નેરેબિલિટી નોટ CIVN-2023-0360 માં સેમસંગ મોબાઇલ યૂઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. આ એલર્ટ Android 11, Android 12, 13 અને 14 પર રન કરતાં મોબાઇલ ફોન માટે છે. તેની અસરને કારણે આ નબળાઈઓને હાઈ રિસ્કવાળી ગણાવાઈ છે.
કેમ એલર્ટ જાહેર કર્યું?
જો તમે પણ સેમસંગ મોબાઈલ યૂઝર્સ છો તો તમારે પણ કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડશે. આ ખામીઓને કારણે હેકર્સ સરળતાથી તમારા ફોનની સિક્યોરિટીને બાયપાસ કરી શકે છે. સાથે જ ફોનમાં હાજર સેન્સિટીવ ઈન્ફર્મેશનને સરળતાથી એક્સેસ કરી લેશે. આ વલ્નેરેબિલિટીઝ (નબળાઈઓ) અલગ અલગ છે અને તેની અસર પણ સેમસંગ ઈકોસિસ્ટમના જુદા જુદા કમ્પોનેનન્ટ્સ પણ થાય છે.
કઈ કઈ ખામીઓ પકડાઈ?
CERT-In ના જણાવ્યાનુસાર સેમસંગના ફોનમાં Knox સિક્યોરિટી ફીચર્સનો ખોટો એક્સેસ, ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેરમાં ખામી, AR Emoji એપમાં ખામી, અનેક મેમરી કરપ્શન વલ્નેરેબિલિટી અને અન્ય કેટલીક ખામીઓ જણાઇ આવી છે.
કેવી રીતે બચી શકશો?
આ રિસ્કથી બચવા માટે તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડશે. સૌથી પહેલા તો તમારે લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ કરવાનું રહેશે. તેના માટે તમારે Setting માં જવું પડશે જ્યાં તમને Software Update નું ઓપ્શન મળશે. તેના પર ક્લિક કર્યા બાદ તમારે Download and Install પર ક્લિક કરવાની રહેશે. આ રીતે તમારું કામ થઈ જશે. જો તમે લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ ઈન્સ્ટોલ નહીં કર્યા હોય તો તમારે સાવચેત રહેવું પડશે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે કોઈ અજાણી એપને ઈન્સ્ટોલ કરી રહ્યા હોવ.
કયા ફોન પર થશે અસર?
CERT-In ના જણાવ્યાનુસાર આ નબળાઈઓ Android 11, 12, 13 અને 14 પર રન કરતાં તમામ સેમસંગ ડિવાઈસમાં મળી આવી છે. એટલે કે જો તમારી પાસે આ બ્રાન્ડના બજેટ ફોનથી લઈને લેટેસ્ટ ફ્લેગશિપ Samsung Galaxy S23 સિરીઝ હોય કે પછી Galaxy Z Flip 5 અને Galaxy Z Fold 5 પણ હોય તમારે તમારા ફોનને તુરંત અપડેટ કરવો પડશે.