સરકારી એજન્સી CERT-Inએ આ રાઉટરને લઈને આપ્યું એલર્ટ, ફટાફટ કરી દો આ કામ
Image Envato |
CERT-In Warning for Digisol Router: ભારત સરકારની સુરક્ષા એજન્સી CERT-In (કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ Digisol વાઈ-ફાઈ router માટે એલર્ટ જાહેર કર્યું છે. સરકારી ટીમનું કહેવું છે કે Digisol router ના ફર્મવેરમાં ઘણી ખામીઓ જોવા મળી છે, જેમાં હેકર્સ સિસ્ટમને ટાર્ગેટ કરીને સંવેદનશીલ જાણકારી મેળવી શકે છે. CERT-In એ તેના માટે એક એડવાઈઝરી પણ જાહેર કરી છે. જે પ્રમાણે, CERT-Inના Digisol રાઉટર્સમાં ત્રણ મોટી ખામીઓ જાહેર કરી છે.
ભારત સરકારની એજન્સી કોમ્પ્યુટર ઈમેરજન્સી ટીમ, (CERT-In)એક જરુરી એડવાઈઝરી જાહેર કરી છે. આ કેટલાક લોકો માટે ખતરનાક પણ છે.
Wifi Router માટે જરુરી
CERT-In એ Wifi Router માટે એક જરુરી વોર્નિંગ જાહેર કરી છે. આ Digisolની વાઈ-ફાઈ રાઉટર માટે છે.
ટાર્ગેટ પર લઈ શકે હેકર્સ
સરકારી એજન્સીએ કહ્યું કે, Digisol ના રાઉટરના ફર્મવેરને હેકર્સ ટાર્ગેટ કરી શકે છે. સિક્યુરિટી બાયપાસ કરીને સંવેદનશીલ માહિતી ચોરી કરી શકે છે.
સામે આવી 3 ખામી
સરકારી એજન્સીઓએ Digisol રાઉટરને ત્રણ પ્રકારના ઈશ્યુની જાણકારી મળી છે. આ જાણકારી એડવાઈઝરીમાં આપવામાં આવી છે.
3 ખામીઓ આ પ્રમાણે છે
એજન્સીએ કહ્યું કે Digisol રાઉટરમાં ત્રણ ખામીઓની જાણકારી મળી છે. જેમા CVE-2024-2257, CVE-2024-4231 અને CVE-2024-4232 છે.
ચોરી થઈ શકે છે સંવેદનશીલ ડેટા
આ ત્રણ ખામીની મદદથી હેકર્સ સરળતાથી વાઈ-ફાઈ રાઉટરમાં રહેલા સંવેદનશીલ ડેટાનું એક્સેસ અને ઓથોરિટીઝને મેળવી શકે છે. તે પછી તમારા મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ વગેરેને ટાર્ગેટ કરી શકે છે. અને તેમાથી મહત્ત્વના ડેટાની ચોરી કરી શકે છે.
આ વર્ઝન પર મોટો ખતરો
રિપોર્ટ પ્રમાણે Digisol Router, DG-GR1321, જેમા હાર્ડવેયર વર્ઝન 3.7L છે અને તેમા Firmware Version v3.2.02 આપવામાં આવ્યું છે. તે રાઉટરને અસર થઈ શકે છે.
બચવા માટે શું કરશો
જો તમારી પાસે Digisol Router નું ઉપર જણાવ્યા પ્રમાણેનું વર્ઝન છે, તો યુઝર્સને સલાહ આપવામાં આવે છે, કે લેટેસ્ટ ફર્મવેરને ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી લો.